• Home
  • News
  • વાળનું દાન:30 અમદાવાદી મહિલાઓએ કેન્સરગ્રસ્તોને વાળનું દાન કર્યું, 5 વર્ષમાં દેશમાં સૌથી વધુ વાળનું દાન અમદાવાદી મહિલાઓએ કર્યું
post

સત્યેશાએ જણાવ્યું હતું કે મેં વાળ ડોનેટ કર્યા તે પહેલાં ઘરના સભ્યોએ વિરોધ કર્યો પરંતુ મારા ભાઈએ સપોર્ટ કર્યો

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-09 10:50:13

અમદાવાદની મહિલાઓ કેન્સર સર્વાઇવર દર્દીઓ માટે વાળ અર્પણ કરવામાં અવ્વલ સાબિત થઇ રહી છે. પાંચ વર્ષમાં 300 અમદાવાદી મહિલાઓએ વાળ દાન કર્યાં છે. ૩ મહિનામાં અમદાવાદની ૩૦ જેટલી મહિલાઓ પોતાના વાળ દાન કર્યાં છે. ભારતભરમાં વાળના દાનની આ પહેલમાં અમદાવાદની સ્ત્રીઓની સંખ્યા સૌથી વધુ નોંધાઇ છે.

આ અંગે તૃપલ પટેલે જણાવ્યું હતું કે, છોકરીઓ સ્વૈછિક રીતે મુંડન કરાવીને પોતાના વાળ ડોનેટ કરે છે. અમે 5 વર્ષથી આ કાર્ય કરીએ છીએ. જેમાં દેશમાં સૌથી મોટો આંકડો અમદાવાદની મહિલાઓનો છે. સોશિયલ મીડિયા પર યુવતીઓ સ્વૈચ્છિક રીતે અમારો સંપર્ક કરે છે. આ વાળથી પિડીતો માટે નિ:શુલ્ક વીગ બને છે.

છોકરી વાળનું દાન કરે તે શરમજનક નથી
સત્યેશાએ જણાવ્યું હતું કે મેં વાળ ડોનેટ કર્યા તે પહેલાં ઘરના સભ્યોએ વિરોધ કર્યો પરંતુ મારા ભાઈએ સપોર્ટ કર્યો. કારણ કે, લોકો છોકરી વાળ દાન કરે તેને શરમજનક બાબત માનતા હતાં.

ભાભીને સપોર્ટ કરવા મેં વાળ દાન કર્યાં
શીતલ હીરાણીએ જણાવ્યું કે, વાળ દાન બાદ મને સંતોષ થયો. મારા ભાભી કેન્સર સર્વાઇવર છે. તેમના વાળ જતાં તે શરમ અનુભવતા. તેથી મેં તેમને સપોર્ટ કરવા માટે મારા વાળ દાન કર્યા.

વાળ દાન કરવા પતિએ પ્રોત્સાહન આપ્યું
46
વર્ષીય શશીકલા બહેને કેન્સર સર્વાઇવર્સ માટે વાળ દાન કર્યા છે. જેમાં તેમના પતિએ તેમને પ્રોત્સાહિત કર્યાં. તેમણે કહ્યું હતું કે વાળ એ કોઇ ટેલેન્ટ કે પર્સનાલિટી નથી. કોઇની મદદમાં વાળ કામ આવે તો ચોક્કસ ડોનેટ કરવા જ જોઇએ.

 

adv

Related News

post
post
post
post
post
post
post