• Home
  • News
  • અમદાવાદમાં 18 દિવસ પછી ફરી 30નાં મોત, જૂનના 5 દિવસમાં જ બીજી વખત 300થી વધુ કેસ
post

છેલ્લા એક સપ્તાહમાં 170નાં મૃત્યુ અને 2081 પોઝિટિવ કેસ

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-06 12:45:12

અમદાવાદ: અમદાવાદમાં શુક્રવારે વધુ 324 કોરોના પોઝિટિવ કેસ નોંધાવા સાથે 30 દર્દીના મૃત્યુ થયા હતા. છેલ્લે 18 મેએ 31 દર્દીના મૃત્યુ નોંધાયા પછી ફરી એકવાર 18 દિવસે આંકડો 30ને સ્પર્શ્યો છે. શહેરમાં વધતા જતા કેસ વચ્ચે છેલ્લા 7 દિવસમાં જ 170 લોકોના મૃત્યુ થયા છે. જૂનમાં માત્ર પાંચ દિવસમાં બીજીવાર કેસનો આંકડો 300ને વટાવી ગયો છે. અગાઉ 1 જૂને 314 કેસ નોંધાયા હતા. એ જ રીતે છેલ્લા એક અઠવાડિયામાં 2081 પોઝિટિવ કેસ નોંધાયા છે. ઉત્તર ઝોનમાં 5 દિવસમાં પોઝિટિવ કેસની સંખ્યા 325ને વટાવી ગઈ છે. બાપુનગર, નરોડા, સૈજપુર બોઘામાં કેસોનું પ્રમાણ વધી રહ્યું છે.

છેલ્લા 5 દિવસમાં 325 કેસ આવ્યાં
ગુરુવારે જોધપુરમાં 12 કેસ સામે આવ્યા હતા. ઉપરાંત સરસપુર, રખિયાલ, અને શાહીબાગ વોર્ડમાં પણ 14 -14 કેસ સામે આવ્યા છે. શહેરના પશ્ચિમ વિસ્તારોમાં પણ 71થી વધારે કેસો સામે આવ્યા છે. મ્યુનિ.એ તપાસ અને ટેસ્ટિંગમાં ઉદાસીન વલણ અપનાવ્યું હોય તેમ લાગે છે. છતાં કેસોની સંખ્યા અને મૃત્યુનું પ્રમાણ પણ વધી રહ્યું છે. શહેરમાં જે વિસ્તારને કન્ટેઇન્મેન્ટ ઝોનમાં મુકાયા છે તે વિસ્તારમાં પણ કેસોની સંખ્યા વધી છે. ઉત્તર ઝોનમાં 31મી મેએ 72, 1 જૂને 82, 2 જૂને 66, 3 જૂને 47 જ્યારે 4 જૂને 58 કેસ નોંધાયા હતા. આ સાથે છેલ્લા 5 જ દિવસમાં ઉત્તર ઝોનમાં 325 કેસ થયા છે.

કોરોના વોરિયર ડોક્ટર અને સ્ટાફનું સન્માન
ખાનપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર પછી સાજા થયેલા 3 દર્દીએ ડોક્ટર અને હોસ્પિટલ સ્ટાફને હાર પહેરાવી સન્માન કર્યું હતું. 

ઝોનવાર કેસની સંખ્યા

મધ્ય

46

ઉત્તર

58

દક્ષિણ

36

પશ્ચિમ

38

ઉ.પશ્ચિમ

18

દ.પશ્ચિમ

15

પૂર્વ

34

 

adv

Related News

post
post
post
post
post
post
post