• Home
  • News
  • ગુજરાતના 30 જિલ્લાઓમાં કોરોનાનો ચેપ ફેલાયો, આ લડત હજુ બે મહિના ચાલશેઃ જયંતિ રવિ
post

અમદાવાદ, સુરતમાં કેસ વધતાં બંને શહેરોમાં કડક અમલ, લૉકડાઉન લંબાવાય તેવી શક્યતા

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-25 11:37:29

ગાંધીનગર: ગુજરાતમાં કોરોનાનો ચેપ પોતાનો વ્યાપ વધારી રહ્યો છે. કોરોના અંગે અપડેટ વિગતો આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છેકે, રાજ્યના 30 જિલ્લામાં કોરોનાનો ચેપ ફેલાયો છે. હજુ ત્રણ જિલ્લા સુધી આ ચેપ પહોંચ્યો નથી. સંક્રમણ ધીમું કેવી રીતે પડે તે જરૂરી છે. સંક્રમણ ધીમું પડે તે માટે તંત્ર એલર્ટ છે. આ લડત હજુ બે મહિના ચાલશે. લોકોએ ખૂબ સહયોગ આપ્યો છે. ગંભીર બીમારી ધરાવતા લોકોએ સાચવવાની જરૂર છે. ખોટી અફવા ફેલાવવાની જરૂર નથી અને ગભરાવવાની જરૂર નથી. દરેક વ્યક્તિ સહકાર આપશે તો જંગ ઝડપથી જીતી શકીશું.


 
કેન્દ્ર સરકારના પરિપત્ર બાદ વેપારીઓમાં અસમંજસ, દુકાન ખોલવી કે બંધ રાખવી તેને લઇને મૂંઝવણ
ગૃહમંત્રાલયની મોડી રાત્રે આવેલી ગાઈડલાઈનના કારણે રાજ્યભરના દુકાનદારો અને શોરૂમના માલિકોમાં અસમંજસ જોવા મળી રહ્યો છે. દુકાનદારો દુકાન ખોલવી કે બંધ રાખવી તેને લઇને મૂંઝવણ અનુભવી રહ્યાં છે. કોર્પોરેશનની હદમાં આવેલા તમામ દુકાનદારો મૂંઝવણમાં છે. બીજી બાજુ પોલીસને પણ હજુ પૂરતી માહિતી ન હોવાથી બહાર નીકળતા દુકાનદારોને પોલીસ રોકી રહી છે. રાજકોટ ચેમ્બર ઓફ કોર્મર્સના પ્રમુખે જણાવ્યું છેકે, આજે 11 વાગ્યે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠક મળશે. સરકાર જે નિર્ણય જારી કરશે તેને માન્ય રાખીને રાજકોટમાં વેપાર ઉદ્યોગ શરૂ કરવામાં આવશે. 

રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દી 2817, મૃત્યુઆંક 127 અને 265 દર્દી સાજા થયા

રાજ્યમાં શુક્રવારે 191 નવા પોઝિટિવ કેસ નોઁધાયા હતા આ સાથે જ રાજ્યમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 2817 થઇ હતી જ્યારે વધુ 15 દર્દીના મોત થતા કુલ મૃત્યુઆંક 127એ પહોંચ્યો છે. શુક્રવારે વધુ 7 દર્દીઓ સાજા થઈ ઘરે ગયા અને આમ કુલ 265 લોકોએ કોરોના સામે જંગ જીતી લીધો છે. હજુ બુધવારે જ દિવ્ય ભાસ્કરે ગુજરાત સરકારના કોરોના પોઝિટિવ કેસ ઘટાડવા માટે ટેસ્ટની સંખ્યા ઘટાડવાના નકારાત્મક પ્લાન અંગે સમાચાર છપાયા બાદ આખો દિવસ ગુજરાત સરકાર ખુલાસા કરતી રહી કે ટેસ્ટની સંખ્યા ઘટશે નહીં પરંતુ તે કુલ ક્ષમતા અનુસાર 3000ની રહેશે પરંતુ શુક્રવારે આરોગ્ય વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 1500થી પણ ઓછા ટેસ્ટ થયા હતા. 

છેલ્લા 24 કલાકમાં 15 મોત
શુક્રવારે સાંજની સ્થિતિએ છેલ્લા 24 કલાકમાં રાજયમાં માત્ર 1,438 ટેસ્ટ થયા હોવાનું સરકારના આંકડાઓ પર જણાય છે. ગુરુવારે સાંજની સ્થિતિએ રાજયમાં કુલ 42,384 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.જે સંખ્યા શુક્રવારે 43,822ની જાહેર કરાઇ હતી. એટલે 43,822 માંથી 42,384 બાદ કરતાં 1438 ટેસ્ટ થયા હોવાનું સત્તાવાર ચિત્ર સામે આવ્યું છે. આ સાથે ગુજરાતમાં અમદાવાદના 14 અને સૂરતના 1 મળીને કુલ 15 લોકો મૃત્યુ પામ્યા છે અને આ સાથે ગુજરાતમાં કુલ 127 લોકો કોરોનાના ભોગ બન્યા છે. જ્યારે 29 લોકો વેન્ટિલેટર પર છે. શુક્રવારે વધુ 7 દર્દીઓ સાજા થઈ ઘરે ગયા અને આમ કુલ 265 લોકોએ કોરોના સામે જંગ જીતી લીધો છે. 

પ્રસૂતાનો પણ કોવિડ ટેસ્ટ કરવામાં આવશે
રાજ્યમાં કલસ્ટર કન્ટેનમેન્ટ વિસ્તારોમાં તેમજ શ્રમિકો માટે ચલાવવામાં આવતા લેબર કેમ્પમાં રહેતી સગર્ભા બહેનો તથા હોટસ્પોટ જિલ્લાઓના કેન્દ્રોમાંથી ખસેડવામાં આવેલી આવી બહેનો જેમને પ્રસવ પીડા હોય કે આગામી પાંચ દિવસોમાં પ્રસુતિ થવાની હોય તેવી મહિલા બિમારીના કોઇ લક્ષણો ધરાવતી ન હોય તો પણ પ્રસુતા આરોગ્ય સંભાળની તકેદારી રુપે તેમના કોવિડ-19 તપાસણી ટેસ્ટ કરવામાં આવે. તેમણે ઉમેર્યુ કે, આવા ટેસ્ટ ઇન્ડીયન કાઉન્સીલ ઓફ મેડીકલ રિસર્ચ ICMRની ગાઇડલાઇન્સ મુજબ કરવામાં આવશે.

કુલ દર્દી 2817, 127ના મોત અને 265 ડિસ્ચાર્જ

શહેર

પોઝિટિવ કેસ

મોત

ડિસ્ચાર્જ

અમદાવાદ

1821

83

113

વડોદરા

223

11

53

સુરત  

462

14

15

રાજકોટ 

41

00

12

ભાવનગર

35

05

18

આણંદ

36

02

13

ભરૂચ 

29

02

03

ગાંધીનગર 

19

02

11

પાટણ

16

01

11

નર્મદા

12

00

00

પંચમહાલ 

15

02

00

બનાસકાંઠા

16

00

01

છોટાઉદેપુર

11

00

03

કચ્છ

06

01

01

મહેસાણા

07

00

02

બોટાદ

12

01

00

પોરબંદર

03

00

03

દાહોદ 

04

00

00

ખેડા 

05

00

01

ગીર-સોમનાથ

03

00

02

જામનગર

01

01

00

મોરબી 

01

00

00

સાબરકાંઠા

03

00

02

મહીસાગર

9

00

00

અરવલ્લી 

18

01

00

તાપી

01

00

00

વલસાડ

05

01

00

નવસારી

01

00

00

ડાંગ

01

00

00

સુરેન્દ્રનગર

01

00

00

કુલ

2817

127

265