• Home
  • News
  • ખેડૂતોના હુમલામાં 300 પોલીસ જવાનો ઘાયલ, ગૃહ મંત્રાલય સખ્ત – ક્રાઇમ બ્રાંચ કરશે તપાસ
post

ઉપદ્રવની ઘટનાને ગૃહમંત્રાલય (Home Ministry) અત્યંત ગંભીરતાથી લઇ રહ્યું છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-27 12:13:02

દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસ (Republic Day) પર ટ્રેક્ટર માર્ચ (tractor rally) નીકાળવામાં આવી હતી. આ દરમિયાન ઠેર-ઠેર હિંસા (Violation) થઈ હતી. કાલે થયેલી હિંસાને લઇને અત્યાર સુધી કુલ 22 કેસ નોંધવામાં આવ્યા છે. એફઆઈઆર (FIR)માં અનેક ખેડૂત નેતાઓનો ઉલ્લેખ થયો છે. દિલ્હી પોલીસ (Delhi Police) આ મામલે ષડયંત્રને લઇને એફઆઈઆર નોંધી રહી છે. હિંસાની પાછળ જે લોકો છે તેમને શોધવામાં આવી રહ્યા છે. તો આ હિંસાના કારણે 300થી વધારે પોલીસ કર્મચારીઓ ઘાયલ થઈ ગયા છે. તો કેટલાક ખેડૂતો પણ ઘાયલ થયા છે.

ડ્રોન કેમેરા મારફતે લાલ કિલ્લાની સુરક્ષા વ્યવસ્થા પર નજર

દિલ્હીની એલએનજેપી હૉસ્પિટલ (LNJP Hospital) માં 18 ખેડૂતો અને પોલીસ કર્મચારીઓની સારવાર ચાલી રહી છે, જ્યારે કાલે સાંજે લગભગ 47 ઘાયલોને આઈએસબીટી ટ્રોમા સેન્ટર (ISBT Troma Center) માં શિફ્ટ કરવામાં આવ્યા હતા. હવે ડ્રોન કેમેરા (Drone Camera) મારફતે લાલ કિલ્લા (Red Fort) ની સુરક્ષા વ્યવસ્થા પર નજર રાખવામાં આવી છે. ડ્રોન કેમેરા દ્વારા લાલ કિલ્લાની આસપાસ કોઈ ઉપદ્રવી તો નથી, તેના પર પણ નજર રાખવામાં આવી રહી છે. દિલ્હી પોલીસ કમિશ્નરે સ્પષ્ટ કર્યું છે કે હવે ફક્ત સુરક્ષા કર્મચારીઓનો જ લાલ કિલ્લા પર કબજો હોવો જોઇએ.

સીસીટીવી કેમેરાની મદદથી ઉપદ્રવીઓની થઈ રહી છે ઓળખ

દિલ્હી પોલીસ (Delhi Police) હવે ઠેરઠેર લાગેલા સીસીટીવી કેમેરાની ફૂટેજ નીકાળીને પ્રદર્શનકારીઓની ઓળખ કરવામાં લાગી છે. લાલ કિલ્લા, નાંગલોઈ, મુકરબા ચોક, સેન્ટ્રલ દિલ્હીમાં સીસીટીવી કેમેરાથી ફૂટેજ નીકાળવા માટે સ્પેશિયલ સેલ, ક્રાઇમ બ્રાન્ચની મદદ પણ લેવામાં આવી રહી છે. આમાં પોલીસ પર હુમલો કરનારા, લાલ કિલ્લા પર ચડનારા, સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડનારાઓ પર પોલીસની નજર છે. સાથે જ એ ખેડૂત નેતાઓની ઓળખ કરવામાં આવી રહી છે જેમણે આંદોલનકારીને નિર્ધારિત રૂટથી અલગ સેન્ટ્રલ દિલ્હી (Central Delhi) માં જવા માટે ભડકાવ્યા.

ગૃહ મંત્રાલયે સખ્ત પગલા લેવાના આદેશ આપ્યા

ઉલ્લેખનીય છે કે ઉપદ્રવની ઘટનાને ગૃહમંત્રાલય (Home Ministry) અત્યંત ગંભીરતાથી લઇ રહ્યું છે. ગૃહમંત્રાલયથી જોડાયેલા સૂત્રોના જણાવ્યા પ્રમાણે પોલીસ અધિકારીઓને ઉપદ્રવીઓ સામે સખ્ત પગલા લેવાના આદેશ આપવામાં આવ્યા છે. તો ઘાયલ કર્મચારીઓને સારી સારવાર ઉપલબ્ધ કરાવવાના આદેશ આપવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે દિલ્હી પોલીસે કાલ સાંજથી લઇને અત્યાર સુધી ગૃહ મંત્રાલયને જે ઇનપુટ આપ્યા છે તેના પ્રમાણે હિંસાગ્રસ્ત વિસ્તારોમાં અતિરિક્ત સુરક્ષાદળોને ખડકવાનું કામ પૂર્ણ થયું છે. જે વિસ્તારોમા હિંસા થઈ હતી ત્યાં સ્થિતિ અત્યારે કાબૂમાં છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post