• Home
  • News
  • ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી:IIFL બ્રાંચમાં 3.32 કરોડની લૂંટ કરનારા 4 આરોપીઓ સુરતથી ઝડપાયા, 2 ફરાર; પિસ્તોલ બતાવી લોકરરૂમનો OTP લીધો હતો
post

પોલીસે 2.73 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-19 10:48:35

અંકલેશ્વરની ઇન્ડિયા ઇન્ફોલાઇન ફાઇનાન્સ લિમિટેડ (IIFL)માં 282 ગ્રાહકોના રૂપિયા અને રોકડની લૂંટ ચલાવી ફરાર થયેલા 6 આરોપીમાંથી 4 આરોપીઓને ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. ચારેય આરોપીઓ સુરતથી ઝડપાયા છે. આ સાથે જ 2.73 કરોડનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. ત્યારે આ મામલે પોલીસે તમામ આરોપીઓની પૂછપરછ હાથ ધરી હતી. જેમાં IIFLના પૂર્વ કર્મચારીએ લૂંટનો પ્લાન ઘડ્યો હોવાનું બહાર આવ્યું છે.

પોલીસે મુદ્દામાલ સહિત કાર જપ્ત કરી
પોલીસે લૂંટમાં વપરાયેલી ફોરવ્હીલ ગાડીઓ, હથિયાર, રોકડ રકમ તથા સોનુ મળી કુલ 2.73 કરોડનો મુદામાલ કબ્જે કરી ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. દિવાળીના પાંચ દિવસ અગાઉ તારીખ 9 નવેમ્બરે અંકલેશ્વર ત્રણ રસ્તા પાસે આવેલા આશિષ શોપિંગ સેન્ટરમાં આવેલ IIFL ગોલ્ડ લોન ફાઇનાન્સની ઓફિસમાંથી ચાર અજાણ્યા હિન્દીભાષી લુટારૂંઓએ રીવોલ્વર, મોટા છરા સાથે સ્ટાફને રીવોલ્વર તથા છરા બતાવી ભયભીત કરી તેઓની પાસેથી રોકડ રૂપિયા તથા સોનુ મૂકવાના લોકરના સ્ટ્રોંગ રૂમનું ઓ.ટી.પી. મંગાવી સ્ટ્રોગ રૂમનું લોકર ખોલી રોકડ તથા સોનુ મળી કુલ 3.32 કરોડની લૂંટ ચલાવી હતી.

સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ
આરોપીઓએ ગ્રાહકોના ગીરવે મૂકેલા રૂપિયા 3.29 કરોડના સોનાના દાગીના અને રોકડ રૂપિયા 1.79 લાખ મળી રૂપિયા. 3.32ની મતાની લૂંટ ચલાવી ટોપી-માસ્ક ધારી લૂંટારાઓ 6 કર્મચારીને બંધક બનાવી ફરાર થઇ ગયા હતા. ભરૂચમાં 6.866 કિલો સોનાની લૂંટને અંજામ આપ્યા બાદ લૂંટારાઓ મુખ્ય ગેટને લોક કરી રોડ ક્રોસ કરી કારમાં બેસી ભાગી ગયા હતા. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ ગઇ હતી.

બેના હાથમાં બંદૂક, એક પાસે ચાકુ હતું
કંપનીની ઓફિસમાં લગાવેલા CCTVમાં 4 લૂંટારાઓ ઓફિસમાં પ્રવેશ કરતા દેખાય છે અને ત્યારબાદ 4 લૂંટારાઓ કર્મચારીઓને બંદૂકની અણીએ અંદરની રૂમમાં મોકલી દે છે. બે લૂંટારાઓના હાથમાં બંદૂક અને એક લૂંટારાના હાથમાં ચાકુ જોવા મળ્યું હતું. સાથે જ 4 કરોડના સોનાના દાગીના અને રોકડ રકમ લૂંટ ચલાવીને લૂંટારાઓ કારમાં ફરાર થઇ ગયા હતા. ઘટનાની જાણ થતાં અંકલેશ્વર પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.

11 મિનિટમાં જ લૂંટ કરી લૂંટારાઓ ફરાર
દિવાળીની ખરીદીના માહોલ વચ્ચે અંકલેશ્વરના ભરચક વિસ્તાર ત્રણ રસ્તા સર્કલ પાસે આવેલી ઇન્ડિયા ઇન્ફોલાઇન ફાઇનાન્સમાંથી બંદૂક અને ચાકુની અણીએ 4 લૂંટારાઓએ 3.31 કરોડની લૂંટ ચલાવી હતી. લૂંટમાં 282 લોકોએ ગીરવે મૂકેલું 6 કિલો 866 ગ્રામ સોનું ગયું હતું. પ્રિપ્લાન્ડ લૂંટનો ઘટના ક્રમ જોતાં સવારે 9 વાગ્યાથી જ લૂંટારાઓએ રેકી કરી હતી. 9.17 મિનિટથી 9.28 મિનિટ એટલે 11 મિનિટમાં લૂંટારાએ ખેલ પાડ્યો હતો.

પિસ્તોલ બતાવી ઓટીપી લેવડાવ્યો
બ્રાન્ચમાં મેનેજર ધર્મેશ પઢિયાર, ગોલ્ડ વેલ્યુઅર રીટાબહેન ભગવાનભાઇ સોલંકી, સફવાન શેખ, વલ્લરી રાવલ અને દિવ્યાબહેન પરમાર ઉપરાંત સિક્યોરિટી ગાર્ડ કમમેશ હાજર હતાં. વલ્લરી અને દિવ્યાબહેનને ધક્કો મારીને પ્રવેશેલા લૂંટારાએ છરો કાઢી તમામના મોબાઇલ લઇ લીધા હતા. જ્યારે અન્ય એક લૂંટારાએ પિસ્તોલ બતાવી હિન્દીમાં લોકર કી ચાવી કીસ કે પાસ હૈ તેમ કહી મેનેજર ધર્મેશ પઢિયારને માર ડાલુંગા એવી ધમકી આપી હતી. મેનેજરે ચાવી મારી પાસે છે, કશું કરતા નહીં એ કહેતાં તેણે દરવાજો ખોલવા કહ્યું હતું. ઓટીપી વગર સ્ટ્રોંગરૂમનો દરવાજો નહીં ખૂલે તેમ કહેતાં એક લૂંટારાએ મોબાઇલ આપ્યો હતો. મેનેજરે મુંબઇની બ્રાન્ચમાંથી ઓટીપી મગાવ્યો હતો. ત્યારબાદ લૂંટારાએ રીટાબહેન સાથે લોકરની કેબિનમાં જઇ ઓટીપીથી દરવાજો ખોલી બંને પાસે ચાવી વડે લોક ખોલ્યું હતું.

 

adv

Related News

post
post
post
post
post
post
post