• Home
  • News
  • કર્ણાટકમાં 15 બળવાખોર ધારાસભ્ય ભાજપમાં સામેલ
post

કોંગ્રેસ અને JDSના 15 જેટલા બળવાખોર ધારાસભ્યો કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદુરપ્પાની ઉપસ્થિતિમાં બેંગ્લોરમાં ભાજપમાં સામેલ થઈ ગયા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2019-11-14 16:23:28

બેંગ્લુરુઃ કોંગ્રેસ અને JDSના 15 જેટલા બળવાખોર ધારાસભ્યો કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદુરપ્પાની ઉપસ્થિતિમાં બેંગ્લોરમાં ભાજપમાં સામેલ થઈ ગયા હતા. 17 ધારાસભ્યોને કર્ણાટકના ભૂતપુર્વ સ્પીકર કેઆર રમેશ કુમારે અયોગ્ય જાહેર કર્યા હતા. સુપ્રીમ કોર્ટે બુધવારે તમામ ધારાસભ્યોને ચૂંટણી લવડાની મંજૂરી આપી હતી. સુપ્રીમ કોર્ટે તેના ચુકાદામાં સ્પીકરના એ આદેશને અયોગ્ય ઠરાવ્યો હતો કે જેમાં તેમણે ધારાસભ્યોને કર્ણાટક વિધાનસભાના સમગ્ર કાર્યકાળ માટે અયોગ્ય ઠરાવવામાં આવ્યા હતા. ન્યાયમૂર્તિ એનવી રમનાની ખંડપિઠે કહ્યું હતું કે ધારાસભ્યો પાંચ ડિસેમ્બરના રોજ યોજાનાર પેટાચૂંટણી લડી શકે છે. ન્યાયમૂર્તિ રમનાએ એમ પણ કહ્યું હતું કે લોકોને સ્થાયી સરકારથી વંચિત કરી શકાય નહીં.

આયોગ્ય કરાર કરવામાં આવ્યાં જેમાં 17 જેટલા ધારાસભ્ય પૈકી 15 બેઠક પર 5 ડિસેમ્બરના રોજ ચૂંટણી યોજાશે. આ અગાઉ 15 બેઠકો પર 21મી ઓક્ટોબરના રોજ ચૂંટણી યોજાવાની હતી પરંતુ ધારાસભ્યને અયોગ્ય સાબિત કરવા સાથે સંકળાયેલ કેસ હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવ્યો હતો.જેને પગલે ચુંટણી આયોગે મતદાન 5મી ડિસેમ્બર સુધી કેસને મોકૂફ રાખવામાં આવ્યો હતો.

કર્ણાટકમાં કુલ 224 બેઠક છે. 17 ધારાસભ્યોને અયોગ્ય ઠરાવવામાં આવ્યા બાદ વિધાનસભા બેઠક 207 રહી ગઈ. આ સ્થિતિને જોતા બહુમતિ માટે 104 બેઠકોની જરૂર હતી. ભાજપે એક અપક્ષના સમર્થનથી સરકાર બનાવી લીધી હતી. હવે 15 બેઠક પર 5 ડિસેમ્બરના રોજ પેટાચૂંટણી યોજાશે. બન્ને બેઠક મસ્કી અને રાજરાજેશ્વરી નગર અંગે કર્ણાટક હાઈકોર્ટમાં કેસ દાખલ છે. જેને પગલે અહીં ચૂંટણી નહીં યોજાય. 15 બેઠકો પર ચુંટણી બાદ વિધાનસભામાં 222 બેઠક થઈ જશે. આ સ્થિતિમાં બહુમતિનો આંકડો 111 થઈ જશે. ભાજપને સત્તામાં જળવાઈ રહેવા માટે ઓછામાં ઓછી 6 બેઠકની જરૂર પડશે.