• Home
  • News
  • એરપોર્ટ પરથી 50 વાંદરા પકડી છેક દાહોદ છોડાયા, વન વિભાગની ટીમ દિવસ-રાત વાંદરા પકડે છે
post

અત્યાર સુધી એરપોર્ટ અને તેની આજુબાજુના વિસ્તારોમાંથી 50 વાંદરા પકડ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-17 09:40:15

અમદાવાદઃ અમેરિકી પ્રમુખના આગમન પૂર્વે ફોરેસ્ટ વિભાગે અત્યાર સુધી એરપોર્ટ અને તેની આજુબાજુના વિસ્તારોમાંથી 50 વાંદરા પકડ્યા છે. આ વાંદરાને વિરમગામ, ધંધૂકા અને દાહોદ સુધી લઈ જઈ છોડી દેવાયા છે. અમદાવાદ એરપોર્ટ બર્ડહિટ ઉપરાંત વાંદરાની ઘૂસણખોરી માટે પણ પંકાયેલું છે. એરપોર્ટ નજીકના કેન્ટોન્મેન્ટ અને કેમ્પ હનુમાન જેવા વિસ્તારમાંથી વાંદરાનાં ઝૂંડ એરપોર્ટ પર ધસી આવતાં હોય છે. એરપોર્ટ પર આવતાં વાંદરાંને પકડવા મ્યુનિ.એ ચાર પાંજરાં પણ એરપોર્ટ ઓથોરિટીને આપ્યા છે. વન વિભાગની 8થી 10 લોકોની એક ટીમ રાત દિવસ વાંદરા પકડવાનું કામ કરી રહી છે. એરપોર્ટની દીવાલ પરના અમુક ફેન્સિંગ પોઇન્ટને સોલાર પાવર સાથે પણ જોડી દેવાયાં છે. જેથી વાંદરાં દીવાલ પર ચઢે તો તેમને કરંટ લાગે અને તેઓ અહીં આવતાં બંધ થાય, પરંતુ આ પગલું જોઈએ તેટલું અસરકારક પુરવાર થયું નથી.

 

adv

Related News

post
post
post
post
post
post
post