• Home
  • News
  • કોરોનાના 50 ટકા દર્દીને લિવરની બીમારી, 25 ટકા દર્દીને ICUમાં, 17 ટકાને વેન્ટિલેટર પર રાખવા પડ્યા
post

લિવરની તકલીફ ધરાવતા લોકોને કોરોનાના ચેપનું જોખમ પણ વધુ

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-28 10:06:56

અમદાવાદ: સમગ્ર વિશ્વમાં 28 જુલાઇને વર્લ્ડ હિપેટાઇટિસ ડે તરીકે મનાવાય છે. કોરોના સંક્રમિત 50 ટકા દર્દી લિવરની બીમારીથી પીડાતા હોવાથી હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે. કોરોના સંક્રમણ ઉપરાંત લિવર સીરોસીસ હોય તો દર્દી પર મૃત્યુનું જોખમ સૌથી વધુ છે. કોરોના અને લિવરની બીમારી સાથે હોસ્પિટલમાં દાખલ કરાયેલાં 25 ટકા લોકોને આઇસીયુમાં જયારે 17 ટકાને વેન્ટિલેટર પર મૂકવા પડ્યાં જેમાંથી 36 ટકાના મોત થયાનો ડોક્ટરોનો દાવો છે.

એપોલો હોસ્પિટલના લિવર ડિસીઝ સ્પેશ્યાલિસ્ટ ડો. શ્રવણ બોહરા જણાવે છે કે, શરૂઆતમાં તાવ અને ખાંસી બીમારી ગણાતો કોરોના વાઈરસ હવે લિવરનો પણ સૌથી મોટો દુશ્મન માનવામાં આવી રહ્યો છે. જે લોકોને કોરોના વાઈરસના સંક્રમણને લીધે હોસ્પિટલમાં દાખલ કરવા પડે છે, તેમાંથી લગભગ 50 ટકા લોકોની લોહીની તપાસમાં લિવર ખરાબ હોવાનું જોવા મળ્યું છે, જેને હિપેટાઇટિસ કહે છે. તેમજ દાખલ કરાયેલા કોરોનાગ્રસ્ત વ્યક્તિનાં એસજીઓટી અને એસજીપીટીનું લેવલ વધેલું જોવા મળ્યું છે. કોરોનાગ્રસ્ત દર્દી કે જેમને આઇસીયુમાં દાખલ કરવા પડ્યાં છે, તેમના લિવરની તપાસમાં લોહીમાં પ્રોટીન(આલ્બુમીન)નું લેવલ ઓછું જોવા મળ્યું છે.

લિવર સીરોસીસનાં દર્દીને કોરોના સંક્રમણની શક્યતા પણ સૌથી વધુ રહે છે. જેથી જે લોકોને લિવર સીરોસીસ છે તેવાં લોકોએ કામ સિવાય ઘરની બહાર નીક‌ળવાનું ટાળવું તેમજ કોરોનાગ્રસ્ત લોકોથી દુર રહેવું જોઇએ, તેમજ ફ્લૂની વેક્સિન લેવી જોઇએ, જેથી કોરોના ઉપરાંત અન્ય વાયરલ સંક્રમણ સામે રક્ષણ મળી શકે. તેમજ જે લોકો લિવર ટ્રાન્સપ્લાન્ટની તૈયાર કરી રહ્યાં છે અને જેમનું લિવર ટ્રાન્સપ્લાન્ટ થઇ ચુક્યુ છે, તેવાં લોકોએ ઘરની બહાર ન નીકળવું જોઇએ. આ લોકોને કોરોના થતા મોત થવાનું જોખમ વધુ રહેલું છે. કેટલાંક દર્દીમાં ગભરામણ, ઉલ્ટી અને ઝાડા થવા જેવા કોરોનાનાં લક્ષણ હોઇ શકે છે.

લિવરના દર્દીએ ઘરની બહાર નીકળવાનું ટાળવું
જે લોકોને કોરોના સંક્રમણ થયા અગાઉથી લિવર સીરોસીસથી પીડાય છે, તેમને વધુ પડતાં આલ્કોહોલ અથવા હિપેટાઇટીસ બી અને સી વાઈરસણથી સંક્રમણ થાય છે. આવા લોકોમાંથી 25 ટકા લોકોને આઇસીયુમાં દાખલ કરવા પડયા છે. જયારે 17 ટકાને વેન્ટિલેટર પર મૂકવા પડ્યાં છે, જેમાંથી 36 ટકાના મોત થયા છે. જેમનું લિવર પહેલાં જ ખરાબ હતું, તેમના મૃત્યુનો ખતરો સૌથી વધુ માટે તેમણે ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ.

 

adv

Related News

post
post
post
post
post
post
post