• Home
  • News
  • લૉકડાઉન 2માં કેસ 500% વધ્યા, 24 કલાકમાં કોરોનાના 226 નવા કેસ અને 40 સાજા થયા, તમામ 19 મોત અમદાવાદમાં
post

અમદાવાદમાં 164, વડોદરામાં 15, સુરતમાં 14, આણંદમાં 9, રાજકોટમાં 9, બોટાદમાં 6, ગાંધીનગરમાં 6 ભરૂચમાં 2, ભાવનગરમાં 1 નવા દર્દી નોંધાયા

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-29 09:28:13

અમદાવાદ : ગુજરાતમાં લૉકડાઉન-2 દરમિયાન કેસની સંખ્યામાં 500 ટકાનો વધારો નોંધાયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 226 નવા દર્દી નોંધાયા છે અને 40 દર્દી ડિસ્ચાર્જ થયા છે. જ્યારે 19ના દર્દીના મોત થયા છે. આ તમામ મોત અમદાવાદમાં થયા છે. આમ અત્યાર સુધીમાં કુલ 3774 દર્દી નોંધાયા છે અને  434 દર્દી ડિસ્ચાર્જ થયા છે.જ્યારે મૃત્યુઆંક 181એ પહોંચ્યો છે. 

અત્યાર સુધીમાં 56101ના ટેસ્ટ કર્યાં, 34 દર્દી વેન્ટીલેટર પર 
રાજ્યમાં કોરોના અંગેની અપડેટ આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 226 નવા દર્દી નોંધાયા છે. જેમાં અમદાવાદમાં 164, વડોદરામાં 15, સુરતમાં 14, આણંદમાં 9, રાજકોટમાં 9,  બોટાદમાં 6, ગાંધીનગરમાં 6  ભરૂચમાં 2, ભાવનગરમાં 1 દર્દીનો સમાવેશ થાય છે. જ્યારે 19 દર્દીના મોત થયા છે, આ તમામ મોત અમદાવાદમાં જ થયા છે. 19 મોતમાંથી 4 દર્દીના પ્રાથમિક રીતે કોરોનાથી જ્યારે 15 દર્દીના અન્ય બીમારી, હાઈરિસ્ક અને કોરોનાને કારણે મોત થયા છે. તેમજ આજે વધુ 40 દર્દી સાજા થયા છે. કુલ 3774 દર્દીમાંથી 181ના મોત થયા છે, જ્યારે 34 વેન્ટીલેટર પર અને 3125ની હાલત સ્થિર છે. રાજ્યમાં અત્યાર સુધીમા 434 દર્દી સાજા થયા છે. જ્યારે કોરોનાની દર્દી બે મહિલાએ સ્વસ્થ બાળકને જન્મ આપ્યો છે.રાજ્યમાં અત્યાર સુધીમાં 56101ના ટેસ્ટ કર્યાં, 3774 પોઝિટિવ અને 52327ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

રાજ્ય સરકારે સુરત-અમદાવાદમાં કોરોના નિવારણના લીધેલા પગલાંની કેન્દ્રીય ટીમે પ્રશંસા કરી

કોરોનાની સ્થિતિ, તેના નિવારણ પગલાં અને લોકડાઉન નિયમોના પાલનની સ્થિતિની સમીક્ષા માટે ગુજરાત આવેલી કેન્દ્રીય ટીમે તેનો અહેવાલ રજૂ કર્યો છે. આ અહેવાલમાં રાજ્ય સરકાર દ્વારા સુરત અને અમદાવાદમાં લીધેલા ત્વરિત પગલાં અને આધુનિક ટેકનલોજીના ઉપયોગથી સંક્રમિતોને શોધવાની પહેલની પ્રશંસા કરી છે.

4 શહેરોમાં લોકડાઉન વધુ કડક,તબલીઘ જમાતના વધુ બે લોકો સામે ગુનો દાખલઃ DGP 

અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા વઘારે છે અને હોટસ્પોટ વિસ્તાર આ શહેરોમાં વધુ આવેલા છે. રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું છેકે, આ ચાર શહેરોમાં લોકડાઉન વધુ કડક બનાવવામાં આવશે. દુકાનદાર અને ગ્રાહકોએ માસ્ક પહેરવુ જરૂરી છે અને દુકાનદારોએ ભીડ ન થાય તેની તકેદારી રાખવાની છે. તેવામાં જ્યાં ભીડ થતી દેખાશે અને સાવચેતી નહીં રખાય તેવા વિસ્તારમાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. તબલીઘ જમાતના વધુ બે લોકો સામે ગુના નોંધવામાં આવ્યા છે. બોરવેલ કે પાણી અને સિંચાઈ માટે વપરતા સાધનો લઇને જતા વાહનો અને રિપેરિંગ કાર્ય કરતા લોકોને અટકાવાતા હોવાનું ધ્યાને આવ્યું છે. આ વાહનોને અટકાવવા નહીં અને છૂટ આપવાની પણ સૂચના આપવામાં આવી છે. 

બોરવેલના વાહનોને અવરજવર માટે છૂટ
મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું છેકે ખેડૂતોને સિંચાઇની સુવિધા મળી રહે એ માટે સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. જે નિર્ણય અનુસાર ખેડૂતને ખેતરમાં બોરવેલની મંજૂરી આપવામાં આવી છે. સાથે જ બોરવેલ માટેના વાહનને આ માટે પાસની પણ જરૂર નહીં રહે. 35 લાખ પરિવારને અનાજનું વિતરણ કરવામાં આવ્યું છે. તેમજ 50 લાખ કરતા વધુ પરિવારના એકાઉન્ટમાં 1 હજાર રૂપિયા જમા કરાવવામાં આવ્યા છે.


હોટસ્પોટ, કન્ટેઇનમેન્ટ અને રેડ ઝોનમાંથી આવતા કર્મચારીઓને ગાંધીનગર ન આવવા સૂચના
ગાંધીનગર નર્મદા નિગમના કર્મચારીના મૃત્યુ બાદ સામાન્ય વહીવટી વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. હોટસ્પોટ, કન્ટેઇનમેન્ટ, રેડ ઝોનમાંથી આવતા કર્મચારીઓને ગાંધીનગર ન આવવા સૂચના આપવામાં આવી છે. અમદાવાદના સંક્રમિત વિસ્તારમાંથી આવતા કર્મચારીઓને રાહત આપવામાં આવી છે. 

કોરોના સંબંધિત માહિતી આપવાના સમયમાં ફેરફાર
મીડિયાકર્મીઓ કોરોનાની ઝપેટમાં આવતા 28 એપ્રિલથી કોરોના, લોકડાઉન અને સરકારના મહત્વના નિર્ણયો અંગેની બ્રિફિંગના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. બપોરે 2 કલાકે મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમાર રાજ્ય સરકારના મહત્વના નિર્ણયો અને જીવન જરૂરી ચીજવસ્તુઓના પૂરવઠાની સ્થિતિ અંગે બ્રિફિંગ કરશે. ત્યારબાદ બપોરે 4 કલાકે રાજ્યના પોલીસવડા શિવાનંદ ઝા રાજ્યની કાયદો વ્યવસ્થાની સ્થિતિના સંદર્ભમાં બ્રિફિંગ કરશે અને ત્યારબાદ સાંજે 7.30 કલાકે કોરોનાની અપડેટ વિગતો અંગે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ માહિતી આપશે. 

કુલ દર્દી 3774 , 181ના મોત અને 434 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરતા આંકડા મુજબ)

શહેર

પોઝિટિવ કેસ

મોત

ડિસ્ચાર્જ

અમદાવાદ

2543

128

241

વડોદરા

255

13

58

સુરત 

570

19

20

રાજકોટ

55

00

15

ભાવનગર 

41

05

20

આણંદ

60

03 

18

ભરૂચ

31

02

14

ગાંધીનગર

36

02

12

પાટણ

17

01

11

નર્મદા 

12 

00

01

પંચમહાલ  

20

02

00

બનાસકાંઠા

28

01

01

છોટાઉદેપુર

13 

00

05

કચ્છ 

06 

01

04

મહેસાણા

07 

00

02

બોટાદ

19

01

2

પોરબંદર

03

00

03

દાહોદ 

04

00 

01

ખેડા

06

00

01

ગીર-સોમનાથ

03     

00

02

જામનગર 

01

01

00

મોરબી 

01 

00

01

સાબરકાંઠા

03

00

02

મહીસાગર

10

00

00

અરવલ્લી

18 

01

00

તાપી 

01 

00

00

વલસાડ 

05 

01 

00

નવસારી 

03

00

00

ડાંગ 

02

00

00

સુરેન્દ્રનગર

01 

00 

00 

કુલ 

3774

181

43