• Home
  • News
  • કોરોનાના નવા હોટસ્પોટ:દેશના 54% નવા કેસ ગામડામાં નોંધાયા; એપ્રિલમાં 415 જિલ્લામાં કોરોનાના 10થી ઓછા કેસ હતા, હવે આવા માત્ર 4 જિલ્લાઓ
post

જુલાઈ મહિનામાં 51% કોરોનાના નવા કેસ ગામડામાં નોંધાયા, સાથે જ ઓગસ્ટ મહિનામાં 13 તારીખ સુધી 54% નવા કેસ નોંધાયા છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-19 10:53:41

દુનિયામાં કોરોનાનો કહેર યથાવત છે. સંક્રમિત દર્દીઓની સંખ્યા 2.18 કરોડને પાર થઈ ગઈ છે, લગભગ 7.74 લાખ લોકોના મોત પણ થયા છે. ભારતની વાત કરવામાં આવે તો સંક્રમિત દર્દીઓની સંખ્યા 27 લાખના આંકડાને પાર કરી ગઈ છે. 51,797 લોકોના મોત પણ થયા છે.

SBIના એક રિસર્ચ રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં એપ્રિલથી માંડી 13 ઓગસ્ટના આંકડા છે. જેના પ્રમાણે રૂરલ એરિયાના જિલ્લામાં કોરોનાના કેસ વધ્યા છે. જુલાઈ મહિનામાં 51% કોરોનાના નવા કેસ ગ્રામીણ જિલ્લામાં નોંધાયા છે, સાથે જ ઓગસ્ટમાં મહિનામાં 13 તારીખ સુધી 54% નવા કેસ નોંધાયા છે.

આ મહિનામાં 50 એવા જિલ્લા છે જ્યાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા છે, જેમાં આંધ્રપ્રદેશના 13 જિલ્લા છે, જેમાંથી 11 જિલ્લા રૂરલ એરિયાના છે. ત્યારપછી મહારાષ્ટ્ર છે, જ્યાંના 12 જિલ્લામાંથી 6 રૂરલ એરિયાના છે.

જે જિલ્લામાં સૌથી વધુ કેસ નોંધાયા, તેમાં આંધ્રપ્રદેશનું ઈસ્ટ ગોદાવરી, મહારાષ્ટ્રનું જલગાંમ, ઓરિસ્સાનું ગંજામ અને કર્ણાટકનું બાલારી સામેલ છે. ઈસ્ટ ગોદાવરી રાજ્યની ઈકોનોમીમાં 11 ટકા કોન્ટ્રીબ્યુટ કરે છે.

લોકડાઉન લાગ્યા પછી દેશભરમાં મોટી સંખ્યામાં શ્રમિક હિજરત કરવા માટે મજબૂર બન્યા છે. જેમાંથી મોટાભાગના શહેરોમાંથી ગામડામાં પાછા ફર્યા છે. ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશનના રિપોર્ટ પ્રમાણે, ભારતમાં ઓછામાં ઓછા 40 કરોડ લોકો ગરીબીમાં જીવન જીવવા માટે મજબૂર છે.

આ વિસ્તારમાં કોરોનાના કેસ વધવાથી સૌથી વધુ મુશ્કેલી ગરીબોને થઈ રહી છે. યુપી અને બિહારની મોટાભાગની ગામડામાં રહે છે. બિહારની 90 ટકા વસ્તી ગામડામાં રહે છે. તાજેતરના ડેટા પ્રમાણે, બિહારમાં 10 હજાર લોકો પર એક બેડ અને 4 ડોક્ટર છે.

દેશમાં ક્યારે પીક પર હશે કોરોના
SBI
ના રિપોર્ટ પ્રમાણે જ્યારે ભારતમાં રિકવરી રેટ 75 ટકાથી વધુ થઈ જશે, ત્યારે કોરોના પીક પર હશે. અત્યારે ભારતનો રિકવરી રેટ 72 ટકા છે. જોકે રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, રિકવરી રેટ અને પીક રેટમાં એટલો કોઈ ખાસ સંબંધ નથી. બ્રાઝીલમાં જ્યારે રિકવરી રેટ 69 ટકા હતો ત્યારે ત્યાં કોરોના પીક પર હતો. જ્યારે અમેરિકામાં કોરોના બે બે વાર પીક પર પહોંચી ગયો છે.

પાંચ રાજ્યોમાં પીક પર પહોંચ્યો કોરોના
રાજ્યોની વાત કરીએ તો દેશના પાંચ રાજ્ય દિલ્હી, ત્રિપુરા, ગુજરાત, તમિલનાડુ અને જમ્મુ-કાશ્મીરમાં કોરોના પીક પર પહોંચી ગયો છે. જ્યારે મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળમાં હજી પીક આવવાની બાકી છે. રિપોર્ટ પ્રમાણે મહારાષ્ટ્ર, બિહાર, પશ્ચિમ બંગાળ અને તેલંગાણામાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે પરંતુ તેની સરખામણીએ ટેસ્ટ પર મિલિયન રેટ ઘટી રહ્યા છે.
ભારતમાં 22 દિવસમાં કોરોનાના કેસ ડબલ થઈ રહ્યા છે. જ્યારે દુનિયામાં 43 દિવસમાં કેસ બમણાં થઈ રહ્યા છે. ભારતમાં 100થી 1 લાખ કેસ થવામાં 65 દિવસ લાગ્યા હતા અને પછી 1 લાખથી 10 લાખ થવામાં માત્ર 59 દિવસ લાગ્યા છે.


ભારતનો જીડીપી 16.5 ટકા ઘટી શકે છે
રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે ચાલુ નાણાકિય વર્ષના પ્રથમ ત્રિમાસીક (માર્ચથી જૂન)માં ભારતનો જીડીપી 16.5 ટકા ઘટી શકે છે. જોકે આ પહેલાં મે મહિનામાં જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં ફર્સ્ટ ક્વાર્ટરમાં દેશનો જીડીપી 20 ટકા ઘટવાની આશંકા જાહેર કરવામાં આવી હતી.

સમગ્ર દેશમાં જીડીપીની વાત કરીએ તો કુલ 38 લાખ કરોડનું નુકસાન કોરોનાના કારણે થવાની શક્યતા છે. જે રાજ્યોની કુલ જીડીપીના 16.9 ટકા છે. જ્યારે કેપિટા ઈન્કમની વાત કરીએ તો ભારતમાં નાણાકિય વર્ષમાં 2021માં તમિલનાડુ, દિલ્હી, ગુજરાત, તેલંગાણા, હરિયાણા અને ગોવા જેવા રાજ્યોમાં વ્યક્તિ દીઠ રૂ. 40 હજારનું નુકસાન થવાનો અંદાજ છે.

adv

Related News

post
post
post
post
post
post
post