• Home
  • News
  • ગુજરાતમાં યુવાનોને વધુ ઝપટમાં લઈ રહ્યો છે કોરોના, 59% દર્દીઓ 20થી 50 વર્ષના, 61 વર્ષની ઉપરની ઉંમરના માત્ર 14% દર્દીઓ
post

કોરોના મૃતકોના વૈશ્વિક ટ્રેન્ડ મુજબ ગુજરાતમાં પણ મૃતકોમાં વૃદ્ધો વધારે

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-21 10:27:03

અમદાવાદ: વિશ્વભરમાં એવો ટ્રેન્ડ છે કે કોરોના વૃદ્ધોને વધુ ટાર્ગેટ કરી રહ્યો છે, પણ ગુજરાતમાં તેનાથી ઉંધો ટ્રેન્ડ છે. ગુજરાતમાં કોરોના વૃદ્ધોને નહીં પણ યુવાનો અને આધેડનો વધુ ઝપટમાં લઈ રહ્યો છે.  ગુજરાતમાં કોરોનાના કુલ દર્દીઓમાંથી 59 ટકા દર્દીની ઉંમર 20થી 50 વર્ષ સુધી ઉંમરના લોકો છે. જ્યારે 61 વર્ષની ઉપરની ઉંમરના ફક્ત 14 ટકા દર્દી જ  છે. કોરોના મૃતકોના વૈશ્વિક ટ્રેન્ડ મુજબ ગુજરાતમાં પણ મૃતકોમાં વૃદ્ધો વધારે છે. 

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે 19 એપ્રિલે સાંજ સુધીમાં જાહેર કરેલા આંકડાઓના આધારે  એક એનાલિલિસ કર્યું છે. જેમાં રાજ્યના ચાર મુખ્ય શહેરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધારે છે.  રાજ્યના પોઝિટિવ દર્દીઓમાં પુરુષોની સંખ્યા મહિલાઓની સરખામણીએ વધારે છે. કુલ પોઝિટિવ દર્દીમાંથી 1083 એટલે કે 62 ટકા કેસ પુરુષોના અને 656 કેસ એટલે કે 38 ટકા કેસ મહિલાઓના છે. એટલે કે દર 10 દર્દીમાંથી 6 દર્દી પુરુષ છે.

દેશમાં કોરોના દર્દીઓની સંખ્યામાં ગુજરાત ત્રીજા ક્રમે આવે છે.  રાજ્યના 19 એપ્રિલની સાંજ સુધીમાં સરકારે જાહેરા કરેલા 1743 આંકડામાંથી  1739 પોઝિટિવ દર્દીઓમાં 1083 એટલે કે 62 ટકા કેસ પુરુષોના અને 656 કેસ એટલે કે 38 ટકા કેસ મહિલાઓના છે. ટકાવારીની દ્રષ્ટિએ જોઇએ તો દર 10દર્દીમાંથી 6 દર્દી રાજ્યમાં પુરુષ છે.નોંધ ચારેક દર્દી એવા છે જેમની માહિતી સરકારે બહાર પાડેલા આંકડામાં નથી.

અમદાવાદ શહેરમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. શહેરમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી શહેરમાં દરરોજ 100થી વધુ પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે. અમદાવાદમાં1101થી વધુ પોઝિટિવ કેસ છે, જેમાં 690 એટલે કે 63 ટકા પુરુષો અને 411 એટલે કે 37 ટકા મહિલા દર્દીઓ છે.

વડોદરા શહેરમાં નાગરવાડા વિસ્તારમાં પોઝિટિવ કેસોનો રાફડો ફાટ્યો છે. જેના કારણે શહેરના કુલ પોઝિટિવ કેસ 177એ પહોંચ્યા છે.  177 કેસમાંથી 107 એટલે કે 60 ટકા પુરુષો અને 70 એટલે કે 40 ટકા મહિલા દર્દીઓ છે.

સુરત શહેરમાં એક સમયે પોઝિટિવ કેસ ઓછા બહાર આવી રહ્યાં હતા, પરંતુ છેલ્લા ચારેક દિવસથી શહેરમાં પોઝિટિવ કેસોમાં વધારો થયો છે.  સુરતમાં 242 કેસમાંથી 142 એટલે કે 59 ટકા પુરુષો અને 100 એટલે કે 40 ટકા મહિલા દર્દીઓ છે.

રાજ્યના કુલ પોઝિટિવ દર્દીમા રાજકોટમાં જંગ્લેશ્વર વિસ્તારમાં પોઝિટિવ કેસો વધુ બહાર આવી રહ્યાં છે. શહેરના કુલ 33 કેસમાંથી 23 એટલે કે 70 ટકા પુરુષો અને 10 એટલે કે 30 ટકા મહિલા દર્દીઓ છે.

રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ કોરોના પોઝિટિવના કેસો નોંધાયા છે. જેમાં ભરૂચ, આણંદ, નર્મદા, ભાવનગર જેવા શહેરોમાં વધુ પોઝિટિવ કેસ જોવા મળ્યા છે. આમ આ અન્ય જિલ્લાઓના 182 દર્દીઓમાંથી 117 એટલે કે 64 ટકા દર્દીઓ પુરુષ અને 65 એટલે કે 36 ટકા મહિલા દર્દીઓ છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post