• Home
  • News
  • 6 મનપામાં ભાજપની થશે જીત, જે મતદાન થયું છે તેનો સીધો ફાયદો ભાજપને છે: સીઆર પાટીલ
post

તાપી જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીને લઈને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ઉચ્છલ ખાતે ચૂંટણી પ્રચારમાં આવી પહોંચ્યા હતા. આ વેળાએ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

Written By newsonline | Ahmedabad | Published: 2021-02-22 09:29:53

નર્મદા: તાપી જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીને લઈને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ઉચ્છલ ખાતે ચૂંટણી પ્રચારમાં આવી પહોંચ્યા હતા. આ વેળાએ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

તાપીના ઉચ્છલ ખાતે વિજય વિશ્વાસ સંમેલન અને પેજ સમિતિ કાર્ડ વિતરણ સમારોહ યોજાયો હતો, જેમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ હાજર રહ્યા હતા, તેમણે કાર્યકરોને કાર્ડ વિતરણની સાથોસાથ લોકોને સરકારની યોજનાકીય માહિતીની સીધી સમજ આપવાની અપીલ કરી હતી. આ વેળાએ આજરોજ યોજાયેલ મહાનગર પાલિકાની ચૂંટણીમાં બીજેપી તમામ સીટો પર વિજય થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત આવનાર તાલુકા,જિલ્લા તેમજ નગર પાલિકાની ચૂંટણીમાં પણ ભવ્ય વિજય મેળવશે તેવું કાર્યકરોને હાકલ કરી હતી.

અત્રે નોંધનીય છેકે તાપી જિલ્લા પંચાયત પર કોંગ્રેસનો કબજો છે. તો વ્યારા નગર પાલિકામાં ભાજપનો કબજો રહ્યો છે, પ્રદેશ પ્રમુખની ઉચ્છલની સભા તાપી જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વખતે ભાજપ પક્ષે કેટલી સફળ રહશે તે તો આગામી સમય જ બતાવશે. 

અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ આવ્યા હતા ત્યારે તેમને આજે રાજ્યની 6 મહાનગરપાલિકામાં રાજ્યભરમાં મતદાન અંગે કહ્યું હતું કે ગત ટર્મ વખતે ૩૫ ટકા જેટલું મતદાન હતું ત્યારે આ વખતે ૫૦ ટકા જેટલું મતદાન થયું છે. તમામ 6 મહાનગર પાલિકા ભારતીય જનતા પાર્ટી 100 ટકા લઇ જશે એમ જણાવ્યું હતું. કોરોના કાળમાં આ વખતે સારું મતદાન થયું છે અને તેમને મતદારોનો આભાર માન્યો હતો અને જે મતદાન થયું છે તેનો સીધો ફાયદો ભાજપને થશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post