• Home
  • News
  • ગુજરાતમાં દત્તક લેવામાં આવતાં દર 10 બાળકમાંથી 6 દીકરી
post

પુત્ર કરતાં પુત્રી વધુ કાળજી રાખતી હોય છે તેવો મત

Written By newsonline | Ahmedabad | Published: 2024-02-12 19:11:47

ગુજરાતમાં દત્તક લેવામાં આવતાં બાળકોમાંથી મોટાભાગના માતા-પિતાની પ્રથમ પસંદગી દીકરી જ હોય છે. છેલ્લા 3 વર્ષમાં માતા-પિતા દ્વારા લેવામાં આવેલા બાળકોનું પ્રમાણ જોવામાં આવે તો તેમાં પ્રતિ 1૦માંથી 6 દીકરી હોવાનું સામે આવ્યું છે. 

ગુજરાતમાં 3 વર્ષમાં લેવાયેલા 337 બાળકોમાંથી 189 દીકરી : 43 સંતાનોને વિદેશના માતા-પિતા દ્વારા દત્તક લેવાયા

એક અહેવાલ અનુસાર ગુજરાતમાંથી વર્ષ 2૦2૦-21થી 2૦22-23 દરમિયાન કુલ 337 બાળકો દત્તક લેવામાં આવ્યા છે. જેમાંથી 189 દીકરી અને 148 દીકરાનો સમાવેશ થાય છે. આ પૈકી 294 સંતાનોને દેશના જ્યારે 43 સંતાનોને વિદેશના માતા-પિતા દ્વારા દત્તક લેવામાં આવ્યા છે. દેશમાં દત્તક લેવામાં આવેલા આ 294માંથી 16૦ જ્યારે વિદેશમાં દત્તક લેવામાં આવેલા 43 બાળકોમાંથી 29 દીકરી છે.

વર્ષ 2૦22-23 દરમિયાન દેશના માતા-પિતા દ્વારા  સૌથી વધુ દીકરીઓને દત્તક લેવામાં મહારાષ્ટ્ર મોખરે છે. મહારાષ્ટ્રમાંથી દત્તક લેવામાં આવેલા 482 બાળકોમાંથી 25૦ દીકરી અને 232 દીકરા હતા. આ પછી તામિલનાડુ 197 સાથે બીજા, ઉત્તર પ્રદેશ 139 સાથે ત્રીજા, તેલંગાણા 129 સાથે ચોથા અને  કર્ણાટક 11૦ સાથે પાંચમાં સ્થાને છે. દીકરીઓના દત્તક લેવાના મામલે ગુજરાત ટોચના આઠ રાજ્યોમાં પણ સામેલ નથી. સમગ્ર દેશમાંથી વર્ષ 2૦22-23માં દેશના માતા-પિતા દ્વારા લેવામાં આવેલા દત્તક બાળકોમાંથી 1726 પુત્રી, 1286 પુત્રનો સમાવેશ થાય છે. દત્તક સંતાનમાં દીકરી પ્રથમ પસંદગી અંગે જાણકારોનું માનવું છે કે પતિ-પત્ની  આજે પણ દત્તક સંતાન માટે આવે ત્યારે તેમાંથી મોટાભાગના દીકરી ઉપર સૌપ્રથમ પસંદગી ઉતારે છે.  આ માટે મુખ્ય કારણ એ છે કે પતિ-પત્ની માનવું હોય છે કે પાછલી જીંદગીમાં પુત્ર કરતાં પુત્રી વધારે સાથ આપશે. પુત્ર કરતાં પુત્રી વધારે લાગણીશીલ હોય છે તેવું માનવું પણ હોય છે. 

અગાઉ દીકરીને ભાર સમાન ગણાતી. પરંતુ હવે દીકરી પ્રત્યેનું બદલાઇ રહેલું વલણ સમાજનું સકારાત્મક ચિત્ર દર્શાવે છે. ઘણા પતિ-પત્નીને પુત્રરૂપી સંતાન હોવા છતાં દીકરીના માતા-પિતા બનવાની ખ્વાહીશ પૂરી કરવા પણ અરજી કરતાં હોય છે.

ગુજરાતમાં દત્તક બાળકો

દેશમાં 

વર્ષ                   

પુત્ર

પુત્રી

કુલ

22૦-21                                               

48

59

17

221-22                                               

48

49

97

222-23                                               

38

52

9

કુલ                            

134

16

294


વિદેશમાં

વર્ષ                   

પુત્ર

પુત્રી

કુલ

22૦-21                                               

3

12

15

221-22                                               

2

8

1

222-23                                               

9

9

18

કુલ                                    

14

29

43


adv

Related News

post
post
post
post
post
post
post