• Home
  • News
  • ગુજરાત કોંગ્રેસના 6થી 7 MLA ભાજપમાં જોડાય તેવી શક્યતા
post

સૌરાષ્ટ્રમાંથી મોટા ભાગના ધારાસભ્યો ભાજપમાં જોડાઇ જશે, કોંગ્રેસ પ્રભારી સાતવ ધૂંઆપૂંઆ

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-12 11:11:13

ગાંધીનગર: મધ્યપ્રદેશમાં જ્યોતિરાદિત્ય સિંધિયા અને 22 ધારાસભ્યોનાં રાજીનામાં અને ભાજપમાં જોડાણ બાદ હવે આ વાયરો ગુજરાત તરફ ફંટાશે. ગુજરાત કોંગ્રેસમાં રહેલા હજૂરિયા-ખજૂરિયા છૂટા પડશે અને હાલ 73 પૈકીના છ થી સાત ધારાસભ્યો પાર્ટીને અલવિદા કહી દેશે. ભાજપના સૂત્રો પાસેથી મળતી જાણકારી મુજબ તેમના ત્રણ ઉમેદવારો રાજ્યસભામાં ચૂંટાઇને જશે અને આ માટેનો તખ્તો તૈયાર છે. ગુરુવારે કોંગ્રેસ પોતાના બે ઉમેદવારોના નામ જાહેર કરશે તેવી સંભાવના વચ્ચે ભાજપ ત્રીજો ઉમેદવાર શુક્રવારે જાહેર કરશે. આ ત્રીજા ઉમેદવારને જીતાડવા માટે ભાજપને કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો પાસે ક્રોસ વોટિંગ કરાવવાનું રહેશે અને તે પાર્ટી માટે લગભગ આસાન છે. આ વાતની સાબિતી મળતી હોય તેમ ગુજરાત વિધાનસભાગૃહમાં હોળીની રજા બાદ મળેલી બેઠકમાં સાવ પાંખી હાજરી હતી. કોંગ્રેસના ધારાસભ્યો માટે ગૃહમાં શાસકપક્ષને ભીંસમાં લેવાની તક પણ વિપક્ષે જતી કરી હોય તેમ જૂજ સભ્યો જ અહીં દેખાયાં.
મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસસ્થાને એક મહત્ત્વની બેઠક મળી


ભાજપના એક ખૂબ વરિષ્ઠ નેતાએ જણાવ્યું કે ભાજપ તેની એક પણ સીટ ગુજરાતમાં ગુમાવશે નહીં. ત્રણેય બેઠક ભાજપ જાળવી રાખશે અને તેના માટે શું કરવું તે હાઇકમાન્ડ અમને જણાવશે. આ તરફ બુધવારે સાંજે જ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસસ્થાને એક મહત્ત્વની બેઠક મળી હતી જેમાં સંપૂર્ણ તખ્તો ઘડાયો હતો.


ભાજપનું નિશાન કોના પર તંકાયેલું છે?

·         ભગા બારડ, તલાળા

·         લલિત કગથરા, ટંકારા

·         પ્રદ્યુમ્નસિંહ જાડેજા, અબડાસા

·         પ્રવીણ મુસડીયા, ગઢડા

·         વિક્રમ માડમ, ખંભાળીયા

·         બાબુભાઇ વાજા, માંગરોળ

·         સોમાભાઇ પટેલ, લીંબડી

·         કાળાભાઇ ડાભી, કપડવંજ

·         જે વી કાકડીયા, ધારી

·         અમરિશ ડેર, રાજુલા

 

adv

Related News

post
post
post
post
post
post
post