• Home
  • News
  • 6207 સ્કૂલમાં ગણિત, વિજ્ઞાનના શિક્ષકોની 1466 જગ્યાઓ ખાલી
post

રાજ્યની માધ્યમિક સ્કૂલોમાં અંદાજે 19 લાખ વિદ્યાર્થીઓ ભણે છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-11 08:56:34

અમદાવાદ: ધો. 10માં 2017થી 2020 સુધી ગણિત-વિજ્ઞાનનું પરિણામ સતત ઘટી રહ્યું હોવા છતાં પણ સ્કૂલોમાં ગણિત-વિજ્ઞાનના શિક્ષકોની જગ્યા ખાલી છે. રાજ્યની 6207 સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોમાં ગણિત-વિજ્ઞાનના શિક્ષકોની 1466 જગ્યા ખાલી છે.  રાજ્યમાં માધ્યમિક વિભાગમાં અંદાજે 19 લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં છે.

શિક્ષકો ગ્રામીણ વિસ્તારોમાં ન જતા હોવાથી સૌથી વધુ અસર
માધ્યમિક સ્કૂલોમાં શિક્ષકોની ખાલી જગ્યાઓની અસર સૌથી વધુ ગ્રામીણ વિસ્તારોમાં થઈ રહી છે, કારણ કે મોટા ભાગે ગણિત-વિજ્ઞાનના શિક્ષકો ગ્રામીણ વિસ્તારોમાં નોકરી કરવાનું પસંદ કરતા નથી, જેના કારણે આ વિસ્તારોના વિદ્યાર્થીઓ ગણિતવિજ્ઞાનમાં શહેરી વિસ્તારોની સરખામણીમાં વધુ નબળા રહી જાય છે. 2021માં ધો. 10માં 11 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે તેવું અનુમાન છે.
શિક્ષણવિદ્દ કિરીટ જોષી જણાવે છે કે, શિક્ષણ વિભાગે ભરતી માટેની વહીવટી પ્રક્રિયાની ગતિ વધારવી પડશે. ભરતી દરમિયાન કાનૂની પ્રક્રિયાનો પણ રસ્તો કાઢવો પડશે. ઉપરાંત જ્યારે પણ કોઈ ભરતી શરૂ થાય ત્યાં કોઈ ઇલેક્શન આવે અને આચારસંહિતા લાગુ થઈ જાય તો આ સ્થિતિમાં સમગ્ર ભરતી પ્રક્રિયા ન અટકાવતા ઇલેક્શન કમિશનની મંજૂરી લઈને પ્રક્રિયા શરૂ રાખવી જોઈએ. જો શિક્ષકોની યોગ્ય સમયે ભરતી થશે તો પરિણામમાં પણ સુધારો થશે.

5209 ગ્રાન્ટેડ સ્કૂલમાં 1039 શિક્ષકોની ઘટ
રાજ્યની 5209 ગ્રાન્ટેડ સ્કૂલોમાં ગણિત-વિજ્ઞાનના મંજૂર થયેલા શિક્ષકોની સંખ્યા 7433 છે, જેમાં 6394 શિક્ષકો કામ કરી રહ્યા છે અને 1039 શિક્ષકોની જગ્યા ખાલી છે. જ્યારે રાજ્યની 998 સરકારી માધ્યમિક સ્કૂલોમાં તમામ વિષયના 1256 શિક્ષકોની જગ્યા ખાલી છે, જેમાંની 427 ખાલી જગ્યા માત્ર ગણિત-વિજ્ઞાનના શિક્ષકોની છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post