• Home
  • News
  • AMTSનું 641 કરોડનું બજેટ, સાત ડબલ ડેકર AC બસ દોડશે, મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબ બનાવાશે
post

શહેરમાં હવે ઈ-બસ, CNG બસ પણ દોડશે જ્યારે હવે AMTSની ડીઝલ બસો દૂર થશે

Written By newsonline | Ahmedabad | Published: 2024-01-30 17:08:32

અમદાવાદ શહેરમાં મોટા ભાગના લોકો લાલ બસ એટલે કે AMTS બસમાં મુસાફરી કરતા હોય છે. ત્યારે આજે શહેરની લાઈફલાઈન ગણાતી AMTS બસનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસના ટ્રાન્સપોર્ટ મેનેજર આર્જવ શાહ દ્વારા વર્ષ 2024-25નું બજેટ જાહેર કરવામાં આવ્યું છે.

AMTSનું વર્ષ 2024-25નું ડ્રાફ્ટ બજેટ રજૂ 

અમદાવાદ વાહન વ્યવ્હારનો મહત્વનો ભાગ ગણાતી AMTS બસનું વર્ષ 2024-25નું રૂપિયા 641 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. શહેરના નાગરિકોને AMTS, બીઆરટીએસ અને મેટ્રોની કનેક્ટિવિટી મળી રહે તેના માટે મેમનગર, અખબારનગર અને આરટીઓ ડેપો ખાતે મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત જે રૂટ પર મુસાફરોનો ઘસારો વધુ હશે તે રૂટ પર સાત જેટલી ડબલ ડેકર AC બસ પ્રથમ તબક્કામાં શરુ કરવામાં આવશે. આ સિવાય દૈનિક AMCની કુલ 1052 પૈકી 1020 બસો ઓન રોડ દોડશે, જેમાં 895 બસ ખાનગી ઓપરેટરની દોડશે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીની 125 બસો છે પરંતુ આ બસોને ખાનગી ઓપરેટર દ્વારા ચલાવવામાં આવે છે. શહેરમાં હવે ઈ-બસ, CNG બસ પણ દોડશે જ્યારે હવે AMTSની ડીઝલ બસો દૂર થશે.

AMTSનું  ચાલુ વર્ષનું દેવું વધી ગયું

મુસાફરોને બસની જાણકારી મળી રહે તે માટે દરેક બસ ટર્મિનસ ઉપર પબ્લિક ઈન્ફર્મેશન સિસ્ટમ (PIS) મૂકવામાં આવશે. આ ઉપરાંત પ્રવાસીઓને બસના રૂટની માહિતી મળી રહે તે માટે દરેક ટર્મિનલ્સ પર ક્યુઆરકોડ મુકવામાં આવશે. આ સિવાય મુસાફરોની સુવિધાઓ માટે વિવિધ નાણાંકીય જોગવાઈ પણ કરાવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે એક સમયે નફો કરતી અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ હવે મ્યુનિ.ની લોનના બોજા હેઠળ અને ખાનગી ઓપરેટરોના હવાલે કરી દેવાઈ છે.  AMTSના ચાલુ વર્ષના દેવાની વાત કરીએ તો તે રૂપિયા 4223 કરોડ સુધી પહોંચી ગયું છે. ગત વર્ષે 3870 કરોડનું દેવું હતું, આ રીતે ચાલુ વર્ષે 353 કરોડનું દેવું વધી ગયું છે. 

adv

Related News

post
post
post
post
post
post
post