• Home
  • News
  • જીવનમાં એકલતા દૂર કરવા અંકલેશ્વરના 68 વર્ષિય વર અને મુંબઈનાં 65 વર્ષિય વધૂએ લગ્ન કરી વડોદરામાં સ્થાયી થયા
post

અનુબંધ ફાઉન્ડેશન થકી સંપર્ક થયો, માતાના લગ્નના વિચારને સંતાનોએ વધાવ્યો

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-15 10:54:59

જીવનના પાછલા સમયમાં એકલતા દૂર કરવા અંકલેશ્વરના 68 વર્ષિય વર અને મુંબઈનાં 65 વર્ષિય વધૂએ રવિવારે લગ્ન કરી રહેવા માટે વડોદરાને પસંદ કર્યું છે. મુંબઈનાં વૃદ્ધાએ એકલતા દૂર કરવા ફરીથી લગ્ન કરવાનો વિચાર બાળકો સામે મૂક્યો તો તેમણે વિચારને રાજી-ખુશીથી અપનાવ્યો હતો. નવી ઈનિંગ તેઓ દુનિયા ફરી મોજથી જીવવા માગે છે.અંકલેશ્વરમાં રહેતા હરીશભાઈ પટેલ (68)એ જણાવ્યું કે, તેઓ ટીંમ્બરનો વ્યવસાય કરે છે. જ્યારે તેઓની પત્ની 7 મહિના પહેલાં બીમારીના કારણે ગુજરી જતાં તેઓ એકલતા અનુભવતા હતા.

ગત મહિને તેઓ અનુબંધ ફાઉન્ડેશનના સંપર્કમાં આવ્યા હતા અને તેમને પાછલી જિંદગીમાં એકલતા દૂર કરવા ફરીથી લગ્ન કરવા જીવનસાથી શોધી આપવા જણાવ્યું હતું. બીજી તરફ મુંબઈમાં રહેતાં જ્યોત્સ્નાબેન જૈન (65)ની બે દીકરી અને એક દીકરાના લગ્ન થઈ ગયા છે, જ્યારે જ્યોત્સ્નાબેનના પતિ ગુજરી ગયા હોવાથી તે એકલતા અનુભવતાં હતાં. ગત વર્ષે મુંબઈમાં અનુબંધ ફાઉન્ડેશનનો કાર્યક્રમ જોયો હતો અને ત્યાંથી ફરીથી લગ્નનો વિચાર આવ્યો.

અનુબંધ ફાઉન્ડેશનના નટુભાઈ પટેલે જણાવ્યું કે, ગત મહિને સુરતમાં જ્યોત્સ્નાબેન અને હરીશભાઈ વચ્ચે મિટિંગ કરાવાઈ હતી. જેમાં બંને લગ્ન કરવા રાજી થયાં હતાં. જ્યારે જ્યોત્સ્નાબેનના બાળકોએ હરીશભાઈ સાથે મિટિંગ કરી હતી. લગ્ન 13 ડિસેમ્બરે સાદાઈથી કર્યા હતાં.જ્યોત્સ્નાબેન અને હરીશભાઈએ રહેવા વડોદરાનો ગોત્રી વિસ્તાર પસંદ કર્યો હતો. જ્યાં હરીશભાઈએ જ્યોત્સ્નાબેનના પસંદનો એક ફ્લેટ બુક કરાવ્યો છે. હાલ બંને સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે ફરવા ગયાં છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post