• Home
  • News
  • પોરબંદરમાં 7, રાણાવાવમાં 6 અને કુતિયાણામાં 4 ઇંચ, દ્વારકામાં 3 ઇંચ પાણી વરસ્યું
post

કચ્છમાં ધોધમાર, માંડવીમાં 8 કલાકમાં 7 ઇંચ વરસાદ પડ્યો

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-22 10:51:18

રાજકોટ: ચાર દિવસનાં વિરામ બાદ રવિવારે જૂનાગઢ, પોરબંદર, અમરેલી જિલ્લામાં મેઘસ્વારી આવી પહોંચી હતી. શનિવારે મોડી રાત્રીથી વરસાદ ધીમીધારે શરૂ થયો હતો. વચ્ચે-વચ્ચે તોફાની બેટિંગ પણ કરી હતી. જેમાં પોરબંદર જિલ્લામાં અનરાધાર વરસાદ પડ્યો હતો. પોરબંદર શહેર અને ગ્રામ્ય પંથકમાં એક જ દિવસમાં 7 ઇંચ વરસાદ પડતા જમીન તરબોળ થઇ ગઇ હતી. રસ્તાઓ પર પાણી દોડવા લાગ્યા હતા. શહેરનાં અનેક વિસ્તારમાં ગોઠણસમા પાણી ભરાઇ ગયા હતા.

આ ઉપરાંત પોરબંદર જિલ્લાનાં રાણાવાવ પંથકમાં પણ 6 ઇંચ વરસાદ પડ્યો હતો. જેને લઇ નદી-નાળામાં પાણી વહેવા લાગ્યા હતા. જ્યારે કુતિયાણામાં સાડા ચાર ઇંચ વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત જૂનાગઢ જિલ્લામાં પણ મોડી રાતથી વરસાદ શરૂ થયો હતો. રવિવારે સવાર સુધી અવિરત વરસાદ વરસ્યો હતો.

જૂનાગઢ જિલ્લાનાં માણાવદરમાં 3 ઇંચ, જૂનાગઢ અને માળિયામાં 2 ઇંચ કેશોદ, માંગરોળમાં દોઢ ઇંચ, ભેંસાણમાં અડધો ઇંચ, વંથલીમાં એક ઇંચ અને વિસાવદરમાં ઝાપટાં પડ્યા હતા. જયારે ગીર-સોમનાથ જિલ્લાનાં ઊનાનાં સાણાવાંકીયામાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જયારે અમરેલી જિલ્લાનાં ધારી, ખાંભા, વડિયા અને અમરેલીમાં દિવસભર ઝાપટાં પડ્યા હતા.

રાજકોટ-જામનગર: કલ્યાણપુરમાં 8, ખંભાળિયામાં 4, ભાણવડમાં 3.5 ઇંચ
હાલારમાં મેઘરાજાએ હેત વરસાવતા કલ્યાણપુર તાલુકામાં 7.5, ખંભાળિયામાં 3.5, દ્વારકા અને ભાણવડ તાલુકામાં 3 ઇંચ નોંધાયો છે. જયારે લાલપુરમાં 1.75, જામજોઘપુરમાં 1 ઇંચ મેઘ મહેર થઇ છે. અન્ય તાલુકામાં હળવાથી ભારે ઝાપટાં વરસ્યા છે. કુટી નદીમાં પૂર  આવતા કલ્યાણપુર તાલુકાનું ટીટોડી ગામ સંપર્ક વિહોણું બન્યું હતું. રાજકોટ જિલ્લાના ધોરાજી, ઉપલેટા અને મોટી પાનેલીમાં અડધાથી બે ઇંચ સુધી વરસાદ વરસી ગયો હતો.

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શનિવારે રાત્રીના મેઘરાજાએ વિધિવત્ પધરામણી કરી હતી. મેઘરાજાએ ખાસ કરીને દ્વારકા જિલ્લામાં વિશેષ હેત વરસાવતા રવિવારે સાંજ સુધીમાં કલ્યાણપુર તાલુકામાં 7.5, ખંભાળિયામાં 3.5, દ્વારકા અને ભાણવડ તાલુકામાં 3 ઇંચ પાણી વરસી ગયું હતું. જયારે લાલપુરમાં 1.75, જામજોઘપુરમાં 1 ઇંચ વરસાદ પડયો હતો. વરસાદનું સમયસર આગમન થતાં ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઇ હતી. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં રવિવારે અડધો, ઉપલેટામાં એક ઇંચ અને મોટી પાનેલીમાં બે ઇંચ સુધી પાણી વરસી ગયું હતું.

કચ્છમાં ધોધમાર, માંડવીમાં 8 કલાકમાં 7 ઇંચ વરસાદ પડ્યો
કચ્છમાં સત્તાવાર ચોમાસું કચ્છી નવા વર્ષ અષાઢી બીજથી શરૂ થાય છે તેવામાં વિશ્વ યોગ દિવસના મેઘરાજાએ જાણે વર્ષાસન કર્યું હોય તેમ જિલ્લાના છ તાલુકા મેઘ મહેરથી તરબતર થયા હતા. માંડવીમાં આઠ કલાકમાં ધોધમાર 7 ઇંચ, મુન્દ્રામાં અડધો તો તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં 2, નખત્રાણા સહિત આસપાસના ગામોમાં 2 ઇંચ, અબડાસાના કોઠારામાં એક ઇંચ વરસાદ નોંધાયો હતો.

તો વળી ભુજ, અબડાસા, લખપત તાલુકામાં પણ મેઘરાજાએ હાજરી નોંધાવી હતી. માંડવીમાં ધોધમાર સાત ઇંચ ઉપરાંત જિલ્લાના અન્ય 5 તાલુકાઓમાં વાવણી લાયક વરસાદના પગલે જગતનો તાત ખુશીથી ઝૂમી ઊઠ્યો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post