• Home
  • News
  • ઉદ્યોગો, વેપાર-ધંધા ફરી શરૂ થતાં રોજ 7થી 8 હજાર શ્રમિક ગુજરાત પરત ફરી રહ્યા છે
post

અનલૉક-1 પછી વેપાર-ધંધા ફરીથી શરૂ થતાં ભારે ધસારાને પગલે વિશેષ ટ્રેનો દોડાવવાની રેલવેની યોજના

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-30 10:31:46

અમદાવાદ: અનલૉક-1 પછી વેપાર-ધંધા ફરીથી શરૂ થતાં અને પરિસ્થિતિ સુધરતાં વતન ગયેલા શ્રમિકો હવે પરત ફરી રહ્યા છે. એક અંદાજ મુજબ ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળથી રોજ 7થી 8 હજાર શ્રમિક અમદાવાદ સહિત ગુજરાતમાં  પાછા આવી રહ્યા છે. શ્રમિકોના ધસારાને કારણે જૂનના અંતિમ સપ્તાહ અને જુલાઈના બીજા સપ્તાહ સુધીની ટ્રેનો હાઉસફુલ થઈ ગઈ છે તેમજ લાબું વેઈટિંગ પણ ચાલી રહ્યું છે. શ્રમિકોના ભારે ધસારાને પગલે રેલવે પણ જુલાઈમાં વિશેષ ટ્રેનો દોડાવવાની યોજના બનાવી રહ્યું છે. 

કોરોના મહામારીને પગલે લૉકડાઉન જાહેર થતાં પરપ્રાંતીય શ્રમિકો સાગમટે વતન જતા રહ્યા હતા. સરકારે શ્રમિકોને મોકલવા વિશેષ ટ્રેનો પણ દોડાવવી પડી હતી. 

એક રેલવે અધિકારીના જણાવ્યા મુજબ અમદાવાદ સહિત ગુજરાતમાં વેપાર-ધંધા ફરીથી ધમધમતા થતાં શ્રમિકોની ડિમાન્ડ વધી છે અને મોટી સંખ્યામાં આ શ્રમિકો પાછા ફરી રહ્યા હોવાથી વેઈટિંગ લિસ્ટ પણ વધતું જાય છે. 

ગુજરાત ચેમ્બર ઓફ કોર્મસ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ દુર્ગેશ બુચે જણાવ્યું કે, ઉદ્યોગો અને વેપાર-ધંધા ફરી શરૂ થતાં શ્રમિકોને ભાડુ આપી પરત બોલાવવામાં આવી રહ્યા છે. આને કારણે અમદાવાદ આવતી ટ્રેનો હાઉસફુલ થઈ ગઈ છે. 

ફેક્ટરી શરૂ થતાં પરત ફરવાનો આનંદ છે
શ્રમિક મોહન શાહુએ જણાવ્યું હતું કે, લૉકડાઉન દરમિયાન રોજીરોટી ન રહેતા સાથી શ્રમિકો સાથે મજબૂરીમાં વતન જતો રહ્યો હતો. પરંતુ હવે ફેક્ટરીઓ શરૂ થતાં ખુશીથી ફરી એકવાર ગુજરાત પાછો આવ્યો છું. વતનમાં રોજગારીની કોઈ ખાસ તક નથી. લાંબા સમયથી ગુજરાતમાં જ રોજગારી મેળવીએ છીએ. હવે કર્મભૂમિ પર પરત આવવાનો આનંદ છે.  

અમદાવાદની ટ્રેનોમાં વેઈટિંગ

ટ્રેન

સીટ

સ્લીપર

થર્ડએસી

સેકન્ડ એસી

ગોરખપુર-અમદાવાદ એક્સપ્રેસ

79

374

42

19

મુઝફ્ફરપુર-અમદાવાદ એક્સપ્રેસ

100

359

48

26

સાબરમતી એક્સપ્રેસ

78

256

28

8

હાવડા એક્સપ્રેસ

37

213

34

14

આશ્રમ એક્સપ્રેસ

87

211

40

14

 

adv

Related News

post
post
post
post
post
post
post