• Home
  • News
  • એકસાથે જોવા મળશે 70,000 કોહલી? જન્મદિવસ પર બંગાળ ક્રિકેટ એસોસિએશન આપશે સ્પેશિયલ ગિફ્ટ
post

આ દિવસે સ્પેશિયલ કેક પણ કાપવામાં આવશે

Written By newsonline | Ahmedabad | Published: 2023-10-31 17:47:42

નવી દિલ્હી: 5 નવેમ્બરના રોજ ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીનો જન્મદિવસ છે. આ જ દિવસે ટીમ ઈન્ડિયા કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં દક્ષિણ આફ્રિકા સાથે મુકાબલો કરશે. ત્યારે બંગાળ ક્રિકેટ એસોસિએશન વિરાટ કોહલીને સ્પેશિયલ ગિફ્ટ આપશે. બંગાળ ક્રિકેટ એસોસિએશને આ અવસરને યાદગાર બનાવવા માટે પૂરી તૈયારી કરી લીધી છે. 

5 નવેમ્બરના રોજ લગભગ 70,000 ચાહકો સ્ટેડિયમમાં વિરાટ કોહલીના માસ્કમાં નજર આવશે. આ ઉપરાંત સ્પેશિયલ કેક પણ કાપવામાં આવશે. બંગાળ ક્રિકેટ એસોસિએશન વિરાટ કોહલીના જન્મદિવસને ખાસ બનાવવામાં કોઈ કસર છોડવા નથી માંગતી. 

બંગાળ ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષે કહ્યું કે, અમે ઈચ્છીએ છીએ કે, ઈડન ગાર્ડન્સમાં દરેક ચાહકો વિરાટ કોહલીનું માસ્ક પહેરીને આવે. અમે 5 નવેમ્બરના રોજ તેમના જન્મદિવસ પર લગભગ 70,000 કોહલી માસ્ક વિતરણ કરવાની યોજના બનાવી રહ્યા છીએ. 

જાણો કોહલીના જન્મદિવસ પર શું શું થશે?

વિરાટ કોહલીના જન્મદિવસના અવસર પર કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં કેક કાપવામાં આવશે. આ ઉપરાંત 70 હજાર દર્શકો વિરાટનું માસ્ક પહેરશે. ઈડન ગાર્ડન્સમાં લેઝર શોનું પણ આયોજન કરવામાં આવશે અને મોટી સંખ્યામાં ફટાકડા ફોડવામાં આવશે.

ટીમ ઈન્ડિયા કોહલીને વિશેષ ગિફ્ટ આપવા માંગશે

કોહલીના જન્મદિવસ પર ટીમ ઈન્ડિયાનો દક્ષિણ આફ્રિકા સામે મુકાબલો છે. આવી સ્થિતિમાં ભારતીય ટીમ પોતાના પૂર્વ કેપ્ટનને જીતની ભેટ આપવા માંગશે. પોઈન્ટ ટેબલમાં ટીમ ઈન્ડિયા ટોપ પર છે. ભારતીય ટીમે અત્યાર સુધી 6 મેચ રમી છે. રોહિત શર્માની ટીમે તમામ મેચોમાં વિપક્ષી ટીમોને હરાવી છે.

વિરાટ કોહલી આ ટૂર્નામેન્ટમાં શાનદાર ફોર્મમાં નજર આવી રહ્યો છે. સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોની યાદીમાં વિરાટ કોહલી છઠ્ઠા સ્થાને છે. વિરાટ કોહલીએ અત્યાર સુધી 6 મેચમાં 88.50ની એવરેજથી 354 રન બનાવ્યા છે. જોકે, ભારતીય ચાહકોને આશા છે કે વિરાટ કોહલી તેના જન્મદિવસ પર દક્ષિણ આફ્રિકા સામે ચોક્કસપણે મોટી ઈનિંગ રમશે.


adv

Related News

post
post
post
post
post
post
post