• Home
  • News
  • અમદાવાદી યુવતી પહેલા 71% દાઝી, પછી કોરોના થયો, SVP હોસ્પિ.માં બે સર્જરી-35 વાર ડ્રેસિંગ ચેન્જ કર્યું, 75 દિવસે ડિસ્ચાર્જ
post

બેલગામની હોસ્પિ.માંથી 36 કલાકમાં ચામડી મેળવી

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-22 11:48:13

અમદાવાદ: કોરોનાના કારણે થયેલા લોકડાઉન દરમ્યાન ઘરે રસોઈ બનાવતાં શરીરના અડધાથી ઉપરના ભાગે અમદાવાદની 23 વર્ષની યુવતી દાઝી ગઈ હતી. જેને પગલે તેણીને એલ.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા SVP હોસ્પિટલમાં દાખલ કરવામાં હતી. જ્યાં ડોક્ટરોએ 71 ટકા જેટલી દાઝી ગયેલી આ યુવતી પર બેબે સર્જરી અને 35 વાર ડ્રેસિંગ કરી અને 14 બોટલ લોહી ચડાવી સવા બે મહિનામાં સંપૂર્ણ સ્વસ્થ કરી તેણીને નવું જીવન આપ્યું છે. યુવતી હાલ સ્વસ્થ થઈ ઘરે પોતાના પરિવાર સાથે છે.

21 દિવસની સારવાર બાદ કોરોનામુક્ત બની
આ યુવતી 71 ટકા દાઝેલી અને કોરોના પોઝિટિવ હોવાથી જીવ બચાવવો મુશ્કેલ હોવા છતાં પ્લાસ્ટિક સર્જરીના વડા ડો. વિજય ભાટિયા અને જનરલ મેડિસીનના વડા ડો. અમીબેન પરીખ સારવાર શરૂ કરી હતી. કોરોના અને બર્ન હોવાથી તેની વધુ કાળજી લઇ 21 દિવસ સઘન સારવાર કરતા તે કોરોનામુક્ત બની હતી. 

બેલગામની હોસ્પિ.માંથી 36 કલાકમાં ચામડી મેળવી
આ યુવતીની સારવાર માટે ચામડીની જરૂરિયાત ઉભી થઇ હતી. જેના માટે દેશની અલગ અલગ સ્કિન બેંકોનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને બેલગામ ખાતે આવેલી ડો. પ્રભાકર કોરે હોસ્પિટલમાંથી 36 કલાકમાં ચામડી મેળવવામાં આવી હતી. એક કલાકમાં હોમોગ્રાફટ અને ઓટોગ્રાફટ સાથે સર્જરી કરી અને બાકીની 30 ટકાની બે અઠવાડિયા બાદ સર્જરી કરવામાં આવી હતી.

14 બોટલ લોહી અને 40 આલ્બયુમીન ટ્રાન્સફર કરી
71
ટકા બર્ન કેસમાં દર્દીના જીવવાની શક્યતા માત્ર 20 ટકા હોય છે ત્યારે SVP હોસ્પિટલના ડોકટરોએ 2 મહિના અને 15 દિવસમાં કોરોનાગ્રસ્ત યુવતી પર બે સર્જરી, 35 વખત ડ્રેસિંગ ચેન્જ, 14 બોટલ લોહી અને 40 આલ્બયુમીન ટ્રાન્સફર કરી હતી. યુવતીને સંપૂર્ણ સ્વસ્થ થઈ ઘરે પરત ફરતા પરિવારમાં ખુશી ફેલાઈ હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post