• Home
  • News
  • વેક્સિનના 77000 ડોઝનું સંગીત, તાળીઓ અને ફૂલહારથી ભવ્ય સ્વાગત, સરકારની સૂચના બાદ અન્ય જિલ્લામાં ફાળવણી થશે
post

હાલમાં રિજિયોનલ વેક્સિન સ્ટોર ખાતે વેક્સિનને સ્ટોરેજ કરવામાં આવશે

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-13 09:35:12

કોરોના વેક્સિનનો 77000નો ડોઝ રાજકોટ આવી પહોંચ્યો છે. કૃષિમંત્રી ફળદુની હાજરીમાં ગીત-સંગીત તાળીઓ અને ફૂલહારથી વેક્સિનનું સ્વાગત કરવામાં આવ્યું છે. સંભવત શનિવારથી રાજકોટમાં પ્રથમ રસી આપવામાં આવશે. હાલમાં રિજિયોનલ વેક્સિન સ્ટોર ખાતે વેક્સિનને સ્ટોરેજ કરવામાં આવશે. અહીં 20 લાખ વેક્સિન સ્ટોરેજની કેપેસિટી છે. સાથે જ જ્યાં વેક્સિન સ્ટોરેજ છે તે વિસ્તારને પ્રતિબંધીત વિસ્તાર જાહેર કરાયો છે.

વેક્સિનનો જથ્થો રાજકોટ પહોંચ્યા બાદ હવે તેને અલગ અલગ જિલ્લાને ફાળવી દેવાની કામગીરી હાથ ધરવામાં આવશે. જે માટે જે તે જિલ્લા અને મનપાની ટીમ હાજર રહેશે અને રાજ્ય સરકારની સૂચના બાદ વેક્સિનની ફાળવણી કરવામાં આવશે. રાજકોટ ઉપરાંત જામનગર, મોરબી, દ્વારકા, જૂનાગઢ, પોરબંદર ખાતે વેક્સિન મોકલવામાં આવશે.

ભરૂચમાં 14-15 જાન્યુઆરીએ આવશે કોરોના વેક્સિનનો પ્રથમ લોટજ્યારે ભરૂચમાં 14-15 જાન્યુઆરીએ આવશે કોરોના વેક્સિનનો પ્રથમ લોટ આવશે, જેને આરોગ્ય શાખાના વેક્સિનેશન સ્ટોરેજ રૂમમાં રાખવામાં આવશે. ત્યાર બાદ 16 જાન્યુઆરીએ જિલ્લામાં 7 કેન્દ્રો પર 700 આરોગ્યકર્મચારીને કોરોના વેક્સિન આપવામાં આવશે.

9 હજાર રસી બફર સ્ટોક તરીકે રખાઈ
સિવિલ હોસ્પિટલ કેમ્પસના રિજીયોનલ વેક્સિન સ્ટોરના વિભાગીય નાયબ નિયામક ડો. સતીષ મકવાણાએ કહ્યું કે, કોવીશીલ્ડ વેકિસિનનાં આવેલાં કુલ 1 લાખ 20 હજારનાં જથ્થામાંથી અમદાવાદ કોર્પોરેશન સહિત સુરેન્દ્રનગર, આણંદ, ખેડા અને અમદાવાદ ગ્રામ્યમાં મળીને 1 લાખ 11 હજાર વેક્સિનનો જથ્થો મોકલી અપાયો છે. જયારે બાકીનો 9 હજાર વેક્સિનનો જથ્થો વેક્સિન સ્ટોર્સમાં બફર સ્ટોક તરીક રખાયો છે, જે જરૂર પડે ઉપયોગમાં લેવામાં આવશે.

રાજ્યના 20 હજાર કેન્દ્ર પર રસીકરણ થશે
વેક્સિનને લઈને જતી કારને પોલીસ સુરક્ષા પણ અપાઈ હતી. ગાંધીનગર મોકલેલા 13માંથી 5 બોક્સ એટલે કે 60 હજાર વેક્સિનના ડૉઝ બુધવારે ભાવનગર મોકલાશે, જ્યારે 96 હજાર ડૉઝ ગાંધીનગર શહેર અને જિલ્લા માટે ફાળવાયા છે. એજ રીતે પ્રથમ તબક્કામાં બુધવારે પૂણેથી કોલ્ડ ચેન દ્વારા વિશેષ વાહનમાં વેક્સિનના 93500 ડૉઝ સુરત, 94500 ડોઝ વડોદરા અને 77000 ડૉઝ રાજકોટ રીજનલ કોલ્ડ સ્ટોરેજ પહોંચાડાશે. આ તમામ રીજનલ કોલ્ડ સ્ટોરેજમાંથી 16મીએ રાજ્યભરમાં તૈયાર કરાયેલા 20 હજાર વેક્સિનેશન કેન્દ્રો પરથી કોરોના વૉરિયર્સ અને ત્યારબાદ ફ્રન્ટલાઈન વર્કર્સને અપાશે. આરોગ્ય કામગીરી સાથે જોડાયેલા તમામ કર્મચારીઓ અને સુરક્ષા કર્મચારીઓ બાદ 50 વર્ષથી ઓછી ઉંમરના પરંતુ અન્ય ગંભીર બીમારી ધરાવતા લોકો અને ત્યારબાદ 50 વર્ષ કે તેથી વધુ ઉમરના વૃદ્ધોને વેક્સિન અપાશે.

16મીએ વડાપ્રધાન વીડિયો કોન્ફરન્સથી વેક્સિનેશનની કામગીરીનું નિરીક્ષણ કરશે
16મીએ વેક્સિનેશનની કામગીરી શરૂ થતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યના 287 વેક્સિનેશન કેન્દ્રો પર વીડિયો કોન્ફરન્સથી નિરીક્ષણ કરવાની સાથે ત્યાંના આરોગ્યકર્મીઓ સાથે સંવાદ પણ કરશે. આ ઉપરાંત તેઓ અમદાવાદ અને રાજકોટ સિવિલ હોસ્પિટલના ડોક્ટરો સાથે સીધો સંવાદ કરી તેમને પ્રોત્સાહન આપશે તેમ નીતિન પટેલે જણાવ્યું હતું.

 

adv

Related News

post
post
post
post
post
post
post