• Home
  • News
  • 8.5 લાખ યુવાનોની બેરોજગારી STને ફળી:ખોટ કરતી STને તલાટીના પરીક્ષાર્થીઓએ ટિકિટ ભાડાંના 10 કરોડ રૂપિયા ચૂકવ્યા, રાજ્યમાં 1 કરોડની આવક સાથે મહેસાણા ટોપ પર
post

કડી ડેપોએ ઇતિહાસમાં પ્રથમવાર 10 લાખ આવક કરી

Written By newsonline | Ahmedabad | Published: 2023-05-08 19:53:23

મહેસાણા: ગુજરાતમાં રવિવારે તલાટી-કમ-મંત્રીની પરીક્ષા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી. એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં પરીક્ષાર્થીઓને પહોંચાડવા માટે એસટી વિભાગનો પણ મહત્ત્વનો ફાળો રહ્યો. એનો ફાયદો એસટી વિભાગને પણ થયો. ગુજરાત એસટી વિભાગે એક જ દિવસમાં એક કરોડ કરતાં વધુની આવક મેળવી હતી. એમાં મહેસાણા ડિવિઝન એક કરોડ કરતાં વધુ આવક સાથે રાજ્યમાં ટોપ પર રહ્યું છે.

ગુજરાત એસટીને એક જ દિવસમાં 10 કરોડની બમ્પર આવક
ગુજરાતમાં 7 તારીખે રવિવારે તલાટી-કમ-મંત્રીની પરીક્ષાનું આયોજન કરાયું હતું. પરીક્ષામાં પરીક્ષાર્થીઓના નંબર અન્ય જિલ્લાઓમાં ફાળવવામાં આવ્યા હતા, જેથી તેમને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવા માટે ગુજરાત એસટી દ્વારા એકસ્ટ્રા બસો દોડાવવાનું ખાસ આયોજન કરાયું હતું. એસટી વિભાગ દ્વારા પરીક્ષાને લઈ માઈક્રો પ્લાન્ગિં કરાયું હતું અને દરેક જિલ્લામાં કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરાયો હતો. એક જ દિવસમાં ગુજરાત એસટીએ 3650 એકસ્ટ્રા ટ્રિપનું આયોજન કરતાં રાજ્યમાં કુલ 2 લાખ 18 હજાર 902 પરીક્ષાર્થીએ એસટી બસમાં મુસાફરી કરી હતી. એના થકી એસટી વિભાગને કુલ 10 કરોડ રૂપિયા કરતાં વધુની આવક થઈ હતી.

મહેસાણા ડિવિઝને 500 એકસ્ટ્રા બસ દોડાવી
મહેસાણા એસટી ડિવિઝન અંતર્ગત આવતાં 12 એસટી ડેપો પરથી તલાટીની પરીક્ષા માટે કુલ 500 એકસ્ટ્રા ટ્રિપોનું આયોજન કરવામાં આવ્યું હતું. રવિવારે પરીક્ષાના દિવસે વહેલી સવારથી લઈ મોડી રાત્રિ સુધી બસો દોડાવવામાં આવી હતી. મહેસાણા ડિવિઝનમાં જ 30 હજાર કરતાં વધુ પરીક્ષાર્થીઓએ એસટી બસમાં મુસાફરી કરી હતી. એને કારણે મહેસાણા ડિવિઝનને એક જ દિવસમાં 1 કરોડ 3 લાખ રૂપિયાની બમ્પર આવક થઈ છે, જે રાજ્યમાં એસટી વિભાગના 16 ડિવિઝનમાં સૌથી વધુ છે.

કડી ડેપોએ ઇતિહાસમાં પ્રથમવાર 10 લાખ આવક કરી
મહેસાણા ડિવિઝનમાં આવતા 12 ડેપોની એક દિવસમાં 1 કરોડ થી વધુ આવક મેળવી છે. જેમાં બેચરાજી એસટી ડેપોએ 7.20 લાખ,ચાણસ્મા ડેપોએ 6.58 લાખ,હારીજ ડેપોએ 6.96 લાખ, કડી ડેપોએ 10.19 લાખ, કલોલ ડેપોએ 9 લાખ,ખેરાલુ ડેપોએ 8.70 લાખ,મહેસાણા ડેપોએ 11.62 લાખ,પાટણ ડેપોએ 10.95 લાખથી વધુ, ઊંઝા ડેપોએ 7.64 લાખ,વડનગર ડેપોએ 7.11 લાખ, વિજાપુર ડેપોએ 8.27 લાખ, વિસનગર ડેપોએ 9 લાખની આવક મેળવી હતી. આમ કુલ 12 ડેપોએ 1,03.31.432 આવક મેળવી હતી.

ડિવિઝનવાઇઝ ST વિભાગને 7 તારીખે થયેલી આવક

ડિવિઝન

આવક (રૂપિયા)

મહેસાણા

10331232

પાલનપુર

9548864

અમદાવાદ

9201655

ગોધરા

8009503

હિંમતનગર

7323142

નડિયાદ

7227256

જૂનાગઢ

7193120

રાજકોટ

6754662

સુરત

5921947

ભુજ

5142408

વલસાડ

4998993

ભાવનગર

4881354

વડોદરા

4499316

અમરેલી

4496031

જામનગર

3649014

ભરૂચ

2761819

કુલ

101940516

 

પરીક્ષા પૂર્ણ થયા બાદ ડેપો પર ભારે ભીડ જોવા મળી હતી
ગઈકાલે રવિવારે બપોરના સમયે તલાટીની પરીક્ષા પૂર્ણ થયા બાદ એકસાથે પરીક્ષાર્થીઓ પોતાના વતનમા જવા માટે જે-તે જિલ્લાના એસટી બસ ડેપો પર પહોંચ્યા હતા. એને કારણે અમદાવાદ, રાજકોટ, સુરત જેવા બસપોર્ટ પર પરીક્ષાર્થીઓની ભારે ભીડ જોવા મળી હતી. એસટી બસ પોર્ટની અંદર અને બહાર ટ્રાફિકજામનાં દૃશ્યો જોવા મળ્યાં હતાં. આ ટ્રાફિક હળવો કરવામાં એસટી વિભાગને કલાકો લાગી ગયા હતા. મોડી રાત્રિ સુધી બસોનું સંચાલન કરી પરીક્ષાર્થીઓને પોતાના વતનમાં પહોંચાડવામાં આવ્યા હતા.

adv

Related News

post
post
post
post
post
post
post