• Home
  • News
  • રાજ્યમાં કોરોનાથી કુલ 1592 મોતમાંથી 80 % અને 25658 કેસમાંથી 70% માત્ર અમદાવાદમાં
post

શહેરમાં નવા 317 કેસ નોંધાવા સાથે આંકડો 18 હજાર નજીક, વધુ 22 લોકોનાં મોત

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-19 10:52:52

અમદાવાદ: રાજ્યમાં કોરોનાથી થયેલા કુલ 1592 મોતમાંથી 1275 એટલે કે 80 ટકા મોત અને 25658 કેસમાંથી 17946 કેસ એટલે કે 70 ટકા કેસ માત્ર અમદાવાદમાં નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં શહેરમાં નવા 317 કેસ સાથે કુલ આંક 18 હજાર નજીક પહોંચી ગયો છે. જ્યારે વધુ 22 દર્દીના મોત નીપજ્યા છે. 

શહેરમાં હાલમાં 3572 એક્ટિવ કેસ પૈકી માત્ર ઉત્તર ઝોન અને પશ્ચિમ ઝોનમાં જ 1540 કેસ છે, પશ્ચિમ ઝોનમાં 753, તો ઉત્તર ઝોનમાં 788 આ ઉપરાંત પૂર્વ ઝોનમાં 620, દક્ષિણ ઝોનમાં 448, મધ્ય ઝોનમાં 394 અને ઉત્તર પશ્ચિમ ઝોનમાં 287,  દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 282 એક્ટિવ કેસ છે. પશ્ચિમ અને ઉત્તર ઝોનમાં મધ્ય ઝોન કરતા બમણાં એક્ટિવ કેસ છે. 

પશ્ચિમ ઝોન અને ઉત્તર ઝોનમાં 62-62 કેસ નોંધાયા છે. જ્યારે હોટસ્પોટ ગણાતા મધ્ય ઝોનમાં 28 કેસ નોંધાયા છે. 

ઝોનવાર કેસ

·         મધ્ય- 28

·         પશ્ચિમ- 62

·         ઉ.પશ્ચિમ- 28

·         દ.પશ્ચિમ- 36

·         ઉત્તર- 62

·         પૂર્વ- 52

·         દક્ષિણ- 37

સાણંદમાં 6 સહિત જિલ્લામાં  કોરોના પોઝિટિવના 9 કેસ
અમદાવાદ જિલ્લામાં ગુરુવારે કોરોના પોઝિટિવના 9 કેસ નોંધાયા હતા.  જિલ્લાના  દસ્ક્રોઈ 2, ધોળકા 1, અને સાણંદમાં 6 પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે કુલ કેસની સંખ્યા 659 અને મોતનો આંકડો 44 પર પહોંચ્યો છે. તાલુકા પ્રમાણે જોઈએ તો  દસ્ક્રોઇ 155, સાણંદ 118, ધોળકા 198 પોઝિટિવ કેસ છે. 

કોરોનાના સંક્રમણને પગલે આજથી  રેલવે DRM ઓફિસ 3 દિવસ બંધ
અમદાવાદ ડિવિઝનની મુખ્ય ઓફિસ ડીઆરએમ ઓફિસ પણ શરૂ કરવામાં આવી છે. જ્યાં સતત બીજા સપ્તાહે કોરોનાના કેસો નોંધાયા છે. જેમાં એડીઆરએમ જેવા ઉચ્ચ અધિકારી સહિત અન્ય કર્મચારીઓમાં કોરોના સંક્રમણ ફેલાતા શુક્રવારથી ડીઆરએમ  ઓફિસ ત્રણ દિવસ માટે બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. જેના પગલે ફક્ત કંટ્રોલ રૂમ ચાલુ રહેશે, એ સિવાય સંપૂર્ણ ઓફિસ 19 જૂનથી ત્રણ દિવસ માટે બંધ રાખી સેનિટાઈઝેશન કરાશે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post