• Home
  • News
  • ગુજરાતના 70 સહિત દેશના 820 પ્રાચીન પૂજાસ્થળ ખોલવા મંજૂરી, રાણકીવાવ અને સૂર્યમંદિર બંધ રહેશે
post

રાજ્યમાં પુરાતત્વ હસ્તકનાં 77 પ્રાચીન પૂજાસ્થળ ખોલવા કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલયની મંજૂરી

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-10 09:12:28

મહેસાણા: કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલયે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ હેઠળ આવેલા ગુજરાતના 77 સહિત દેશભરના 820 પ્રાચીન સ્મારકોને 8મી જૂનથી ખોલવાની મંજૂરી આપી દીધી છે. આ એવા સ્મારકો છે જે ધાર્મિક સ્થળ છે કે પૂજા સ્થળ. જોકે, વર્લ્ડ હેરિટેજ સાઇટ પાટણની રાણકીવાવ, મોઢેરાનું સૂર્યમંદિર સહિતના ઐતિહાસિક સ્મારકો હજુ બંધ જ રહેશે. જે ખોલવા માટે હજુ સુધી કોઈ સૂચના મળી નથી તેમ પુરાતત્વ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.

પુરાતત્વ વિભાગના વડોદરા સર્કલ નીચે ગુજરાતમાં આવેલા આવા 77 પ્રાચીન સ્મારકોમાં સૌથી વધુ અમદાવાદમાં 40 છે, જેમાં અધિકાંશ મસ્જિદોનો સમાવેશ થાય છે. આ સિવાય ઉત્તર ગુજરાતમાં 10, દેવભૂમિ દ્વારકામાં 6 તેમજ જૂનાગઢમાં 3 સ્થળોનો સમાવેશ થાય છે. આ સ્થળોએ પૂજા કે દર્શન માટે જતાં પહેલાં કેન્દ્રીય ગૃહ મંત્રાલય તેમજ આરોગ્ય મંત્રાલયની ગાઈડલાઈન મુજબ સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક, હેન્ડ સેનેટાઇઝીંગ સહિતની શરતોનું પાલન કરવા જણાવાયું છે. 

ઉ.ગુ.માં આવેલા પ્રાચીન પૂજાસ્થળ 

·         પાટણ : શેખ ફરીદનો રોજો, સંડેરી માતા, નીલકંઠેશ્વર મહાદેવ, લીંબોજ માતાજી 

·         મહેસાણા: શિવાઇ માતા, નિલકંઠેશ્વર મહાદેવ, શીતળા માતા, મલાઈ માતા, જસમલનાથજી મહાદેવ 

·         સાબરકાંઠા : સિકંદર શાહનો રોજો પ્રાંતિજ

પુરાતત્ત્વ હસ્તકના પૂજાસ્થળો 

·         અમદાવાદ- 40

·         દેવભૂમિ દ્વારકા- 6

·         મહેસાણા- 5

·         પાટણ- 4

·         ખેડા- 3

·         સુરેન્દ્રનગર- 3

·         જુનાગઢ- 3

·         મોટી દમણ- 3

·         ભાવનગર- 2

·         સુરત- 2

·         દીવ- 2

·         ગીર સોમનાથ- 1

·         દાહોદ- 1

·         સાબરકાંઠા- 1

·         ભરૂચ- 1

·         કુલ- 77

 

adv

Related News

post
post
post
post
post
post
post