• Home
  • News
  • શહેરમાં કોરોનાના કુલ 83 દર્દી, ક્લસ્ટર ઝોન- સ્લમ વિસ્તારમાં સઘન સર્વે, કુલ 14 વિસ્તાર ક્લસ્ટર ક્વોરન્ટીન
post

રોજના 600 સેમ્પલ લેવામાં આવી રહ્યા છે, 139 સેમ્પલનો રિપોર્ટ પેન્ડિંગ

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-09 08:40:11

અમદાવાદ: કોરોનાના હોટસ્પોટ બનેલા અમદાવાદમાં કોરોનાના 83 દર્દીઓ થયા છે. જેમાંથી પાંચના મોત થઈ ચૂક્યા છે. શહેરમાં ક્લસ્ટર ઝોન અને સ્લમ વિસ્તારમાં સઘન સર્વે કરવામાં આવી રહ્યો છે. જેમાં રોજના 600 સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. હજી 139 સેમ્પલનો રિપોર્ટ પેન્ડિગ છે.

એક વ્યક્તિને કોરોના પોઝિટિવ આવતા જીવરાજ મહેતા હોસ્પિટલના સ્ટાફને કોરન્ટીન કરવામાં આવ્યાના અહેવાલો વહેતા થયા હતા. ગઈકાલે 60 વર્ષીય દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી દર્દીના સંપર્કમાં આવેલા જીવરાજ મહેતા હોસ્પિટલના નર્સ, ડોક્ટર સહિતના 100થી વધુના સ્ટાફને હોમ કોરન્ટીન હેઠળ રાખવામાં આવ્યા હતા. જ્યારે દર્દીની હાલમાં SVP હોસ્પિટલમાં સારવાર થઈ રહી છે. આ અંગે હોસ્પિટલ તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે કે, જીવરાજ મહેતા હોસ્પિટલ 24 કલાક ચાલુ જ છે. તેમજ એક દર્દીમાં ડિસ્ચાર્જ થયાના છ દિવસ બાદ એટલે કે 6 એપ્રિલ 2020ના રોજ કોરોનાના લક્ષણો જણાયા હતા અને 7 એપ્રિલના રોજ તેમનો કેસ પોઝિટિવ આવ્યો હતો. જેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને હોસ્પિટલના જે જે સ્ટાફ મેમ્બર આ દર્દીના સંપર્કમાં આવ્યા હોય તેને હોમ ક્વોરન્ટીન કરવાની સલાહ આપી છે. ત્યારબાદ અમે દરેક સ્ટાફ સાથે સંપર્ક કર્યો હતો અને તે તમામ સુરક્ષિત છે.


નેહરુબ્રિજ, એલિસબ્રિજ સહિત જમાલપુર બ્રિજને મધરાતથી બંધ કરવામાં આવ્યા

પૂર્વ વિસ્તારમાં કેસોની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. જેના પગલે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ કાલુપુર ફ્રુટમાર્કેટ અને શાકમાર્કેટને અનિશ્ચિત સમય સુધી બંધ રાખવા આદેશ કર્યો છે. ઉપરાંત નેહરુબ્રિજને પણ બંધ કરવા સૂચના આપી છે. નહેરુબ્રિજ પર હવે કોઈપણ ખાનગી વાહન અવરજવર નહીં કરી શકે. આ ઉપરાંત જમાલપુર બ્રિજ અને એલિસબ્રિજને પણ બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. આ આદેશ અનિશ્ચિત સમય સુધી લાગુ કરવામાં આવ્યો છે. સૌથી સંક્રમિત અને કલસ્ટર ઝોન કાલુપુર ટાવર પાસે જ આવેલા છે અને ફ્રુટ અને શાકમાર્કેટ પણ આ જ વિસ્તારમાં આવેલા હોવાથી લોકડાઉનનો સંપૂર્ણ અમલ થાય તે માટે લોકો અવરજવર ન કરી શકે તે માટે નિર્ણય લેવાયો છે. 

ડ્રોનથી સેનિટાઈઝેશન
ક્લસ્ટર ક્વોરન્ટાઈન કરાયેલા વિસ્તારમાં મ્યુનિ.એે ડ્રોનથી સેનિટાઈઝેશન શરૂ કર્યું છે.  જ્યાં પ્રવેશ શક્ય નથી ત્યાં ડ્રોનથી સેનિટાઈઝેશન કરાશે. 2 કિલોમીટરની રેન્જ ધરાવતું ડ્રોન 10 લિટર સુધી સેનિટાઈઝેશન લિક્વિડ લઈ ઊડી શકે છે .

શહેરના 14 વિસ્તારો ક્લસ્ટર ક્વોરન્ટીન કર્યાં

અમદાવાદ શહેરમાં વધુ વિસ્તારને ક્લસ્ટર ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. જેમાં બોડકદેવના બે ફ્લેટ, જશોદાનગર ટેકરાની નવી વસાહત અને મકતમપુરા વિસ્તારમાં ક્લસ્ટર ક્વોરન્ટીન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત શહેરમાં અગાઉ 8 વિસ્તારો ક્લસ્ટર ક્વોરન્ટીન છે. ત્યારે હાલ શહેરમાં કુલ 14 વિસ્તાર ક્લસ્ટર ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. જ્યારે આજે નોંધાયેલા વધુ 6 કેસના નામ-સરનામા જાહેર કરવામાં આવ્યાં છે.

નેહરુબ્રિજને બંધ કરવાનો આદેશ

પૂર્વ વિસ્તારમાં કેસોની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. જેના પગલે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ કાલુપુર ફ્રુટમાર્કેટ અને શાકમાર્કેટને અનિશ્ચિત સમય સુધી બંધ રાખવા આદેશ કર્યો છે. ઉપરાંત નેહરુબ્રિજને પણ બંધ કરવા સૂચના આપી છે. નહેરુબ્રિજ પર હવે કોઈપણ ખાનગી વાહન અવરજવર નહીં કરી શકે. આવતીકાલથી આ આદેશ અનિશ્ચિત સમય સુધી લાગુ કરવામાં આવ્યો છે. સૌથી સંક્રમિત અને કલસ્ટર ઝોન કાલુપુર ટાવર પાસે જ આવેલા છે અને ફ્રુટ અને શાકમાર્કેટ પણ આ જ વિસ્તારમાં આવેલા હોવાથી લોકડાઉનનો સંપૂર્ણ અમલ થાય તે માટે લોકો અવરજવર ન કરી શકે તે માટે નિર્ણય લેવાયો છે.

ડ્રોનથી દવાના છંટકાવનો ટેસ્ટ

શહેરમાં કોરોના વાઇરસના પોઝિટિવ કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. પોઝિટિવ કેસના વિસ્તારમાં કોર્પોરેશનના ફાયર વિભાગ દ્વારા સેનિટાઈઝ કરવાની કામગીરી હાથ ધરવામાં આવે છે. હવે આવા વિસ્તારમાં ડ્રોન દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવશે. આજે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર ઓફિસ પાસે કમિશનર વિજય નહેરાની હાજરીમાં ફાયરબ્રિગેડની ટીમે ડ્રોનથી દવાના છંટકાવનો ટેસ્ટ કર્યો હતો. ત્રણ જેટલા ડ્રોન ફાયરબ્રિગેડ દ્વારા લાવવામાં આવ્યા છે.

આંબાવાડી, બાપુનગર, દરિયાપુર, દાણીલીમડા સહિત 8 વિસ્તારને ક્લસ્ટર ક્વોરન્ટીન કરાયા
લોકલ કમ્યુનિટિ ટ્રાન્સમિશનને પગલે શહેરના 8 વિસ્તારોને ક્વોરન્ટીન કરાયા છે. દરમિયાન કાલુપુરના બલોચાવાડને ક્લસ્ટર ક્વોરન્ટીન કરાતા મહિલાઓએ હોબાળો કર્યો હતો. જેને પગલે એએમસી અને પોલીસની ટીમ ત્યાં દોડી ગઈ હતી અને મહિલાઓને સમજાવી હતી.  આંબાવાડી, બાપુનગર, દરિયાપુર, દાણીલીમડા સહિત 8 વિસ્તારને ક્લસ્ટર કન્ટેન્મેન્ટ કરી દેવાયા છે.


ક્લસ્ટર કન્ટેન્મેન્ટ શું છે?
અમદાવાદમાં જોવા મળેલા પોઝિટિવ કેસોના ક્લસ્ટરને પગલે રાજ્ય સરકારે તેવા વિસ્તારોને ક્લસ્ટર કેન્ટેમેન્ટ કામગીરી હાથ ધરી છે. ત્યાં સંપૂર્ણ રીતે લોકડાઉન કરવામાં આવે છે. તેમજ સઘન સર્વે હાથ  ધરીને હાઈ રિસ્ક અને રોગના લક્ષણો ધરાવતા દર્દીઓને શોધી કાઢીને તેમનું નિદાન અને સારવાર કામગીરી હાથ ધરાય છે.


કયા વિસ્તારને ક્લસ્ટર કેન્ટેમેન્ટ કરાયા?
ધૃવનગર, દાણીલીમડા - વસ્તી 2755
રસુલાબાદ રોડનો પટ્ટો, દાણીલીમડા -વસ્તી 2600
બાપુનગર, રખિયાલ -વસ્તી 2324
હિરાબાગ, આંબાવાડી -વસ્તી- 743
ચામડીયાવાસ, જમાલપુર -વસ્તી 1367
માતાવાડી પોળ, દરિયાપુર -વસ્તી 720
મલેકશાહ મસ્જિદ દરિયાપુર -વસ્તી 750
ક્રસ્ટલ ફ્લેટ જમાલપુર વસ્તી -2816
કુલ વસ્તી 14075


મ્યુનિ.ના ત્રણ હજાર કેમેરાથી લૉકડાઉનના અમલ પર નજર
મ્યુનિ.એ લગાવેલા 3000 કેમેરાથી શહેરના તમામ વિસ્તારોમાં સતત વોચ રાખવામાં આવી રહી છે. જ્યાં પણ ટોળા ભાગે થાય કે, તત્કાલ મ્યુનિ. કંટ્રોલ રૂમ પોલીસને જાણ કરે છે. રોજના 20 થી વધુ કિસ્સામાં મ્યુનિ. પોલીસને તેની જાણ કરે છે. શહેરના એવા વિસ્તારો જ્યાં લૉકડાઉનનો ભંગ થઇ રહ્યો હોય તેના પર બાજ નજર રખાઈ રહી છે. પાલડી કંટ્રોલ રૂમથી સતત નજર રખાય છે. તેમજ જ્યાં પણ લોકોના ટોળા એકઠા થયેલા જોવા મળે કે તરત જ મ્યુનિ. પોલીસને જાણ કરે છે અને પોલીસ ઘટના સ્થળે જઇને લોકોને વિખેરી નાંખે છે. તેમજ આ જગ્યાએ ફરીથી ટોળા ભેગા ન થાય તે સુનિશ્ચિત કરે છે. પોલીસને રોજ લોકડાઉન ભંગના ફોટો સાથેની વિગતો પણ મોકલાય છે. રથયાત્રાના રૂટ પર મ્યુનિ. દ્વારા સર્વેલન્સ માટે કેમેરા લગાવવામાં આવ્યા છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post