• Home
  • News
  • Women IPL ના મીડિયા અધિકારો માટે 951 કરોડની ઐતિહાસિક ડીલ, BCCIને બખ્ખાં
post

સૌથી મોટા સમાચાર એ છે કે મહિલા IPLના મીડિયા રાઈટ્સ Viacom18 ને મળી ગયા છે. BCCIના સેક્રેટરી જય શાહે ટ્વીટ કરીને જાણકારી આપી 5 વર્ષ માટે આ ડીલ 951 કરોડમાં ફાયનલ થઈ છે.

Written By newsonline | Ahmedabad | Published: 2023-01-16 18:43:16

મહિલા IPLના મીડિયા રાઈટ્સ Viacom18ને મળ્યા છે.  951 કરોડમાં ડીલ ફાઈનલ થઈ ગઈ છે. બીસીસીઆઈ સેક્રેટરી જય શાહે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. આપને જણાવી દઈએ કે, આ ડીલ 5 વર્ષ માટે કરવામાં આવી છે. આ વર્ષે મહિલા IPL યોજાવાની છે. આવી સ્થિતિમાં, Disney+ Star, Sony-Zee અને Viacom18 મીડિયા અધિકારોની હરાજીની પ્રક્રિયામાં સામેલ હતા. આખરે Viacom18 એ મહિલા IPL (WIPL 2023) ના મીડિયા અધિકારો જીત્યા છે. આ ડીલ 951 કરોડમાં થઈ છે, એટલે કે તે પ્રતિ મેચ અંદાજે 7.10 કરોડ રૂપિયા ચૂકવાશે. મતલબ કે BCCI મહિલા IPL મીડિયા અધિકારો હેઠળ  કરોડો રૂપિયાની કમાણી કરશે. 

જય શાહે પોતાના Tweetમાં લખ્યું, 'વિમેન્સ IPL મીડિયા અધિકારો જીતવા બદલ Viacom18ને અભિનંદન. WIPL media Right રૂ. 951 કરોડમાં ખરીદવામાં આવ્યા છે, જેનો અર્થ એ છે કે, આગામી 5 વર્ષ (2023-27) માટે પ્રતિ મેચ રૂ. 7.09 કરોડ રૂપિયા ચૂકવાશે. જે મહિલા ક્રિકેટ માટે મોટી વાત છે.

તમને જણાવી દઈએ કે આ વખતે મહિલા IPLમાં ઘણું બધું થવાનું છે. અગાઉ મહિલા મહિલા ટી20 ચેલેન્જ ટૂર્નામેન્ટ રમાઈ હતી, જેમાં કુલ 3 ટીમો રમી હતી અને મેચોની સંખ્યા માત્ર 5 હતી.

મહિલા  (Women IPL) અંગે BCCIએ કહ્યું છે કે, "WIPL 2023માં ઘરઆંગણે અને વિરોધી મેદાન પર મેચોનું આયોજન કરવું પડકારજનક રહેશે." તેથી, એવું સૂચન કરવામાં આવ્યું છે કે પ્રથમ 10 મેચ એક સ્થળે અને બાકીની 10 મેચ અન્ય સ્થળે યોજવામાં આવે.

પગારની સમાનતા પછી મહિલા IPL માટે મીડિયા અધિકારો માટેની આજની બિડ ઐતિહાસિક છે. ભારતમાં મહિલા ક્રિકેટના સશક્તિકરણ માટે આ એક મોટું અને નિર્ણાયક પગલું છે, જે તમામ ઉંમરની મહિલાઓની ભાગીદારી સુનિશ્ચિત કરશે. ભારતમાં મહિલા ક્રિકેટ માટે આ ખરેખર એક નવી સવાર છે!'