• Home
  • News
  • રેલવે કારખાનામાં ખેલાયો ખૂની ખેલ:59 વર્ષીય આધેડને પ્રેમનગરમાં રહેતી 30 વર્ષની યુવતી સાથે આંખ મળી, પતિએ આક્રોશમાં પ્રેમીને રહેંસી નાખ્યો
post

80 રૂપિયામાં નવું ખરીદેલું ચાકુ લઇને નોકરીએ જઇ હત્યાને અંજામ આપ્યો

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-06 10:05:49

દાહોદ શહેરના રેલવે કારખાનામાં ફરજાધીન અને ત્રણ રસ્તે રહેતા 59 વર્ષિય સરબજીત યાદવ અને પ્રેમનગરમાં રહેતો 35 વર્ષિય પપ્પુ ડાંગી ઘનિષ્ઠ મિત્રો હતાં. તેમની એકબીજાના ઘરે અવર-જવર પણ હતી. એક સમયે પપ્પુ ખેંચની બીમારીથી પીડાતો હોવાને કારણે સરબજીત જ તેને સારવાર માટે મુંબઇ લઇને જતા હતાં.

આડા સંબંધની શંકામાં ત્રાસ આપતો હોવાની પપ્પુ સામે પત્નીએ અરજી કરી હતી
ઘરે અવર-જવર હોવાથી 30 વર્ષિય પત્ની રેણુકાના તેનાથી બમણી ઉમરના સરબજીત યાદવ સાથે આડા સંબંધ હોવાના વહેમમાં પપ્પુ પીડાતો હતો. જેના કારણે બંને વચ્ચે છેલ્લા એકાદ વર્ષથી અબોલા થઇ ગયા હતાં. એટલું જ નહીં આ જ વહેમમાં છેલ્લા સાત મહિનાથી તો પપ્પુએ તેની પત્ની રેણુકા અને બે બાળકોને પણ કાઢી મુક્યા હતાં. દરમિયાન પત્ની રેણુકાએ આડા સંબંધના વહેમે પતિ તેને શારીરિક માનસિક ત્રાસ આપતો હોવાની અરજી દાહોદ મહિલા પોલીસ મથકમાં આપી હતી. ચોથી તારીખ રવિવારના રોજ પપ્પુને પોલીસે જવાબ લેવા માટે બોલાવ્યો હતો.

જોકે, તે એકલો જતાં માતાને પણ સાથે લઇને આવવાનું કહીને પોલીસે પાછો કાઢ્યો હતો. આ ઘટના પાછળ સરબજીત યાદવને જવાબદાર ગણી આક્રોશમાં આવીને પપ્પુએ હત્યાનું પ્રિપ્લાન કર્યુ હતું. કથિયારીયા બજારમાંથી તેણે 80 રૂપિયાનું ચાકુ ખરીદ્યું અને દિવસની ડ્યૂટીમાં આવેલા સરબજીત યાદવને ચાકુના ઘા મારીને ઘાતકી હત્યા કરી નાખી હોવાનું જાણવા મળ્યું છે.

રૂપિયા ન આપવા મારા પિતાની હત્યા કરાઇ
પપ્પુ અને મારા પિતા સારા મિત્ર હતાં. અમારે ઘર જેવા સંબંધો હતાં. પપ્પુને જરૂરિયાત પડતાં મારા પિતા તેને આર્થિક મદદરૂપ થતાં હતાં. તેની બે બહેનોના લગ્નમાં જેસી બેંકમાંથી લીધેલી લોન પણ તેને આર્થિક જરૂરિયાત પડતાં આપી દીધી હતી. મારા પિતાના ખાતામાંથી લોનના રૂપિયા કપાતા હતાં. જેની માગણી કરતાં તેમની સાથે સંબંધ તોડી નાખ્યો હતો અને રૂપિયા પાછા ન આપવા પડે માટે હત્યા કરી નાખી. ઘટના વખતે હું ત્યાં જ હતો. મેં તેને ભાગતાં જોયો પણ તે પિતાને જ મારીને જતો હતો તેની ખબર નહીં. પપ્પુએ આડા સંબંધની વાતો ઉપજાવી કાઢી છે. - સંદીપ યાદવ, મૃતકના પુત્ર

પિતાની હત્યા થતાં પપ્પુને નોકરી મળી હતી
પપ્પુ ડાંગીના પિતા રમણભાઇ પણ રેલવેમાં ફરજ બજાવતા હતાં. 27 ઓક્ટોબર 2002માં રમણભાઇની કોઇકે પાંચ રસ્તા વિસ્તારમાં હત્યા કરી નાખી હતી. રમણભાઇના મોત બાદ પપ્પુને વારસદાર તરીકે રેલવેમાં નોકરી મળી હતી. જ્યારે વર્ષ 2020માં હત્યાના ગુનામાં તેને પોતે જ જેલ ભેગું થવું પડ્યું હતું.

મેં બૂમાબૂમ કરતાં ચાકુ ફેંકી નાસ્યો, પેટમાંથી આતરડું બહાર કાઢી નાખ્યું
ઘટનાને નજરે જોનાર સહકર્મી હિમસિંગભાઈ પરમારે જણાવ્યું કે, હું રેલવે વર્કશોપના વેગન શોપમાં ડ્રીલિંગ ઓપરેટર તરીકે નોકરી કરું છું. આજે સવારે આઠ વાગ્યે હું વર્કશોપમાં મારી ફરજ ઉપર આવ્યો હતો. હું અને મારા જોડીદાર MCF મશીન ઓપરેટર સરબજીત યાદવ રેલવે વેગનના દરવાજાના ડ્રીલિંગનું કામ કરતા હતાં. તે વખતે નવેક વાગ્યે પપ્પુ ડાંગી ત્યાં આવ્યો હતો. તેણે મને મારી પાસે રિમર માંગ્યું હતું. જેથી મેં તેને, મારી પાસે છે, પણ તે તૂટેલું છે, તુ સાહેબથી ચિઠ્ઠી બનાવીને લઇ આવ તેમ કહ્યું હતું. આ વખતે કંઇ કહ્યા વગર પપ્પુ તેના હાથમાં ચાકુ લઇને સરબજીત તરફ દોડી ગયો હતો. પપ્પુએ સરબજીતના પેટની ડાબી બાજુ ચાકુ મારી દેતાં તે નીચે પડી ગયો હતો. આ સાથે તેના જમણા હાથની કોણી, જમણા પગની સાથળમાં ચાકુ માર્યા હતાં. મે બૂમાબૂમ કરતાં પપ્પુ તેના હાથમાં ચાકુ લઇને ભાગ્યો હતો અને પચાસેક ફૂટ દૂર ફેંકીને નાસી છૂટ્યો હતો. આ વખતે તુષાર, નાસીર તથા બીજા લોકો દોડી આવ્યા હતા. સરબજીત લોહી લુહાણ હાલતમાં હોઇ અને તેના પેટમાંથી આંતરડું બહાર નીકળી ગયું હોવાથી મેં અમારા ડેપ્યુટી પાટીદાર સાહેબને બોલાવ્યા બાદ એમ્બ્યુલન્સમાં રેલવે ટેકરી દવાખાને લઇ જતાં રસ્તામાં જ તેનું મોત થઇ ગયું હતું. પપ્પુની પત્ની સાથે સરબજીતને આડો સંબંધ હોવાનો વહેમ રાખીને તેને મારી નાખ્યો છે.

adv

Related News

post
post
post
post
post
post
post