• Home
  • News
  • 15 મે સુધી અમદાવાદ સંપૂર્ણ લોકડાઉન; દૂધ-દવા સિવાય બધું બંધ,શાકભાજી-કરિયાણું ખરીદવા પડાપડી અને ટ્રાફિક જામ
post

આ અંગે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરોને કડક અમલ કરવા માટે આદેશ આપ્યો છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-07 09:04:17

અમદાવાદ: અમદાવાદ મહાનગરપાલિકાએ આજથી 15 તારીખ સુધી સમગ્ર શહેર સંપૂર્ણ રીતે બંધ રહેશે તેવી જાહેરાત કરી છે. શહેરમાં દૂધ અને દવા સિવાય એક પણ દુકાન ન ખોલવાનો નિર્ણય લીધો છે.અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરની જવાબદારી સંભાળી રહેલા મુકેશ કુમારે આજથી અમદાવાદમાં માત્ર દૂધ અને દવાની દુકાનો જ ખુલી રાખવાનો નિર્ણય કર્યો છે. જ્યારે રેડ ઝોનમાં તમામ બેન્ક બંધ રહેશે. આજથી 15 મે સુધી ફ્રુટ્સ, શાકભાજી, કરિયાણાની દુકાનો પણ બંધ રખાશે. આ અંગે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરોને કડક અમલ કરવા માટે આદેશ આપ્યો છે.

આ આદેશને પગલે શહેરમાં શાકભાજી અને અનાજ લેવા માટે લાંબી લાંબી લાઇનો લાગી છે. લોકો ખરીદી કરવા રસ્તા પર ઉતરી આવ્યાં છે. શહેરના અલગ અલગ વિસ્તારમાં લોકોના ટોળેટોળાં વળ્યાં છે. અમદાવાદના નારણપુરા, જોધપુર, સરખેજ વગેરે વિસ્તારોમાં લોકોની ભીડ ઉમટી પડી છે. શાકભાજી સહિતની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ખરીદવા માટે લાઇનો લાગી છે. લોકો ખરીદી કરવા માટે આંધળી દોટ મૂકી રહ્યાં છે. મહત્વનું છે કે, સરકારે આ નિર્ણય રાત્રે જાહેર કરવાની જરૂર હતી, તેની જગ્યાએ સાંજે જાહેર કરતા અંધાધૂંધીનો માહોલ સર્જાયો છે. લોકો ખરીદી કરવા માટે આંધળી દોટ મૂકી રહ્યાં છે.


ટ્રાફિકજામના દૃશ્યો પણ સર્જાયા

ઘાટલોડિયા, સેટેલાઇટ, સરદાર નગર, સાયન્સ સિટી રોડ, બાપુનગર, નારણપુરા, વેજલપુર, જોધપુર ગામ, સરખેજ વગેરે જેવા વિસ્તારોમાં લોકોએ રીતસર કરિયાણું લેવા માટે ટોળે વળ્યાં છે. લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગના જાહેરનામાનો ભંગ કરી પડાપડી કરી છે. આ ઉપરાંત સેટેલાઇટ વિસ્તારમાં ટ્રાફિક જામ જેવા દૃશ્યો સર્જાયા છે.

આજથી શહેર સંપૂર્ણ બંધ

શહેરમાં બેકાબૂ બનેલા કોરોનાને કાબૂમાં લેવા માટે નવી રણનીતિ ઘડવામાં આવી છે. વિજય નેહરાની જગ્યાએ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરની જવાબદારી સંભાળી રહેલા મુકેશ કુમારે આજથી અમદાવાદમાં માત્ર દૂધ અને દવાની દુકાનો જ ખુલ્લી રાખવાનો નિર્ણય કર્યો છે. જ્યારે રેડ ઝોનમાં તમામ બેન્ક બંધ રહેશે. આજથી 15 મે સુધી ફ્રુટ્સ, શાકભાજી, કરિયાણાની દુકાનો પણ બંધ રાખવામાં આવશે. આ અંગે ડેપ્યૂટી મ્યુનિસિપલ કમિશનરોને કડક અમલ કરવા માટે આદેશ આપ્યો છે. આ આદેશનો ભંગ કરનારાને કલમ 188 અને 270 અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ 1897 પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે. સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત થતાં જ શહેરીજનો કરિયાણું અને અન્ય ચીજ વસ્તુઓ લેવા દોડ્યા હતા.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post