• Home
  • News
  • શ્રીનગરમાં જવાનોને નિશાન બનાવીને ગ્રેનેડ હુમલો કરાયો, 1નું મોત
post

જમ્મૂ કાશ્મીરના શ્રીનગરમાં ફરી આતંકીઓએ સુરક્ષાદળોના જવાનોને નિશાન બનાવીને હુમલો કર્યો છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-11-04 15:27:00

શ્રીનગર: જમ્મૂ કાશ્મીરના શ્રીનગરમાં ફરી આતંકીઓએ સુરક્ષાદળોના જવાનોને નિશાન બનાવીને હુમલો કર્યો છે. શ્રીનગરની હરિસિંહ સ્ટ્રીટ પર આતંકીઓએ ગ્રેનેડ ફેંક્યો જેમાં 1નું મોત થયં છે જ્યારે 20 લોકો ગંભીર છે. ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આંતકીઓએ છેલ્લા 15 દિવસોમાં બીજી વખત ગ્રેનેડ હુમલો કર્યો છે. 29 ઓક્ટોબરે પણ CRPFની પેટ્રોલ પાર્ટી પર આતંકીઓએ હુમલો કર્યો હતો. આ હુમલો એક પરીક્ષા કેન્દ્ર પાસે થયો હતો. જોકે આ હુમલમાં કોઇ ઘાયલ થયું ન હતું. એન્કાઉન્ટરની સાઇટ પર પાંચ વિદ્યાર્થી ફસાઇ ગયા હતા જેમને ભારે જહેમત બાદ રેસ્ક્યૂ કરાયા હતા.

ગત મહિને જમ્મૂ કાશ્મીરના અવંતીપોરા વિસ્તારમાં જવાનોએ જૈશના ત્રણ આતંકીને ઠાર કર્યા હતા. સેનાને આ વિસ્તારમાં આતંકી છૂપાયા હોવાની માહિતી મળી હતી જેના બાદ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. સુરક્ષાદળોએ વિસ્તારને કોર્ડન કરતા જોઇને આતંકવાદીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. પ્રત્યૂત્તરમાં ત્રણેયને ઠાર કરાયા હતા. પોલીસે આતંકીઓ પાસેથિ વિસ્ફોટક સામગ્રી જપ્ત કરી હતી

ત્રણેય આતંકવાદીઓની ઓળખ હામિદ લોન ઉર્ફ અબ્દુલ હમીદ લલ્હારી, નવીદ ટાક અને જુનૈદ ભટ તરીકે થઇ હતી. લલ્હારીને ઝાકિર મુસાનો ઉત્તરાધિકારી માનવામાં આવી રહ્યો હતો. મૂસા આ વર્ષે મે મહિનામાં ઠાર મરાયો હતો. મૂસા હિઝબુલ મુઝાહીદ્દીનનો આતંકવાદી હતો. ત્યારબાદ તેણે અંસાર ગજવાતુલ હિંદ આતંકવાદી સંગઠન બનાવ્યું જેના સંબંધ અલકાયદા સાથે હતા.