• Home
  • News
  • શાહીબાગ રિવરફ્રન્ટ પર સોશિયલ ડિસ્ટન્સનો ભંગ, સોમવતી અમાસે પૂજા કરવા મોટી સંખ્યામાં લોકો ભેગા થયા
post

મહિલાઓ સહિત મોટી સંખ્યામાં લોકો સોમવતી અમાસને લઇ પૂજા કરવા નદી કિનારે ભેગા થયા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-20 11:57:04

અમદાવાદ: આજથી અનેક ધાર્મિક તહેવાર અને ઉત્સવોના મહિનાની શરૂઆત થઈ રહી છે. આજે સોમવતી અમાસને લઇ અમદાવાદના શાહીબાગ રેલવે બ્રિજ તરફના રીવરફ્રન્ટ પર મોટી સંખ્યામાં મહિલાઓ પૂજા કરવા ભેગી થઇ હતી. કોરોનાની મહામારીમાં લોકોએ ભીડ ન કરવી અને એકઠા થવા પર પ્રતિબંધ છતાં મોટી સંખ્યામાં મહિલાઓ સાબરમતી નદી કિનારે રિવરફ્રન્ટ પર ભેગી થઈ હતી. પૂજા કરવા માટે મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા અને નદીમાં પણ લોકો નાહવા માટે ઉતર્યા હતા. રિવરફ્રન્ટ પર સિક્યુરિટી ગાર્ડ મુકવામાં આવ્યા છે અને પોલીસ પેટ્રોલિંગ પણ હોય છે છતાં મોટી સંખ્યામાં લોકો કઈ રીતે પૂજા કરવા પહોંચ્યા તેના પર સવાલ ઉભા થઇ રહ્યાં છે.

રવિવારે રિવરફ્રન્ટ પર મોટી સંખ્યામાં યુવાનો ક્રિકેટ રમવા આવે છે
બીજીતરફ દર રવિવારે કોટ વિસ્તારના હજારો યુવાનો ક્રિકેટ રમવા તેમજ ભીડ કરીને બેઠા હોય છે પણ રિવરફ્રન્ટ પર ભેગા થાય છે અને મ્યુનિ. તથા પોલીસ ચૂપચાપ સોશિયલ ડિસ્ટનસિંગના અભાવ અને માસ્ક ન પહેરવાની વૃત્તિને અવગણે છે. 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post