• Home
  • News
  • સ્ટેડિયમમાં પ્રવેશ માટે રાતોરાત નવો રોડ બનાવી લાઈટના થાંભલા નાખી દેવાયા
post

સ્ટેડિયમમાં જવા માટે આશારામ આશ્રમ પાસે સોસાયટીના અંદરના રોડમાં થઈને જશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-20 10:03:45

અમદાવાદ: વિશ્વના સૌથી મોટા મોટેરા ક્રિકેટ સ્ટેડિયમમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ યોજાવાનો છે. મોટેરા સ્ટેડિયમથી મોટેરા ગામ સુધીના મુખ્ય રોડ પર હાલમાં મેટ્રો રેલની કામગીરી ચાલી રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પને મેટ્રોના પિલલરો ન દેખાય અને અધૂરી કામગીરી ન દેખાય તે માટે સંગાથ પાસે આવેલા ગેટ નંબર 2ની જગ્યાએ ડોનાલ્ડ ટ્રમ્પ અને મોદીનો કાફલો મોટેરા સ્ટેડિયમમાં જવા માટે આશારામ આશ્રમ પાસે સોસાયટીના અંદરના રોડમાં થઈને જશે.

સ્ટેડિયમમાં પ્રવેશ માટે રાતોરાત નવો રોડ બનાવી લાઈટના થાંભલા નાખી દેવાયા છે. ટ્રમ્પ અને મોદીનો કાફલો ભાટ- કોટેશ્વર થઈ મોટેરા ગામમાં આવેલી ભગીરથ ટેનામેન્ટ નામની સોસાયટી પાસે વળી જશે અને શાંતિ એન્કલેવ સોસાયટી પાસેથી આશારામ આશ્રમના શોર્ટ કટ રસ્તા પરથી સીધો સ્ટેડિયમના કલબ હાઉસ પાસેના નવા ઉભા કરાયેલા ગેટમાંથી અંદર પ્રવેશ કરશે.

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post