• Home
  • News
  • 42 ડિગ્રી તાપમાં ટબુકડી બાળકી સાથે ચેકપોસ્ટ પર નર્સ બજાવે છે ફરજ
post

થર્મલ ગનથી સ્ક્રિનિંગની ફરજ નિભાવતા ભાવિશાબેન રાબડિયા તેમની પુત્રી આરાધ્યાને પણ સાથે રાખે છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-15 10:47:47

આટકોટ: કોવિડ-19નો પગપેસારો વધતો જાય છે. બીજી તરફ તાપમાનનો પારો પણ  ઉંચોને ઉંચો જઇ રહ્યો છે, ત્યારે 42 કે 43 ડિગ્રી તાપમાનમાં ચેકપોસ્ટ પર મહત્વની ફરજ બજાવવાની હોય અને તેમાં પણ નાનકડી દીકરીને પણ સાથે રાખવાની જવાબદારી નિભાવવાની હોય ત્યારે એ નર્સને સલામ કરવી જ પડે. આટકોટ  ભાવનગર હાઇવે પર ટી ચેકપોસ્ટ પર આવતા જતા લોકોના થર્મલ ગનથી સ્ક્રિનિંગની ફરજ નિભાવતા ભાવિશાબેન રાબડિયા તેમની પુત્રી આરાધ્યાને પણ સાથે રાખે છે. તેઓ કહે છે કે જેમને ઘરે રહેવા મળે છે, તે નસીબદાર છે, ઘરમાં જ રહો, તો જ સુરક્ષિત રહેશો. અત્યારે તો સમજદારી એ જ તકેદારી પણ છે.