• Home
  • News
  • ખાનગી લેબમાં કોરોના ટેસ્ટ કરાવનારા દર્દીને સરકારી હોસ્પિટલ દાખલ કરતી નથી
post

બહાર ટેસ્ટ કરાવતાં દર્દીને સારવાર ન અપાતી હોવાની ફરિયાદો

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-09 10:14:09

અમદાવાદ: ખાનગી હોસ્પિટલના ડૉક્ટર કોરોનાના ટેસ્ટ માટે પ્રિસ્ક્રિપ્શન લખીને આપે અને તેના આધારે ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટ કરાવવામાં આવે તો તે દર્દીને સરકારી હોસ્પિટલમાં સારવાર અપાતી ન હોવાની ફરિયાદો ઊઠી રહી છે. ઘણા પેશન્ટના સગાંએ કહ્યું કે, કોઈ પેશન્ટ વિરોધ કરે તો બદનામીથી બચવા સરકારી હોસ્પિટલો પેશન્ટને દાખલ તો કરી દે છે, પરંતુ તેમાં પણ પેશન્ટનો કોરોનાનો ટેસ્ટ ફરી વખત સરકારી લેબોરેટરીમાં કરવામાં આવે છે.

હેલ્થ ટીમ તપાસ કરે છે, પણ દાખલ કરતી નથી
કોવિડ પેશન્ટના એક સગાએ કહ્યું કે, ખાનગી હોસ્પિટલમાં દર્દીને દાખલ થાય તો મ્યુનિ.ના હેલ્થ ખાતાની ટીમ સીધી જ ત્યાં પહોંચી જાય છે અને તપાસ કરે છે. જોકે તે તપાસ પેશન્ટને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવા માટે નથી હોતી પરંતુ પેશન્ટની વિગતો જાણવા પૂરતું જ હોય છે.

કોરોના ટેસ્ટ માટે સરકારી લેબોરેટરીઓમાં કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવું પડે છે 
સરકારી લેબોરેટરીઓમાં કોરોનાના ટેસ્ટ કરાવવા માટે પેશન્ટને કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવું પડે છે, જેના કારણે મોટા ભાગના લોકો ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટ કરાવવા માટે જતા રહે છે, પરંતુ તેમને તે વાતની જાણ હોતી નથી કે ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટ કરાવ્યા પછી તેમને સરકારી હોસ્પિટલમાં કોરોનાની સારવાર મળશે નહીં.

 

adv

Related News

post
post
post
post
post
post
post