• Home
  • News
  • ખાનગી લેબ સરકારની મંજૂરી વિના કોરોનાનો ટેસ્ટ નહીં કરી શકે
post

સંબંધિત જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી, કે મ્યુનિસિપલ કોર્પોરેશનના મુખ્ય આરોગ્ય અધિકારીની પૂર્વમંજૂરી સિવાય ટેસ્ટ કરી શકાશે નહીં

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-06 11:22:53

અમદાવાદ: ગુજરાત સરકારે હાલ કોરોના પોઝિટીવ દર્દીઓના આંકડા ઊંચા જઇ રહ્યાં છે તેવાં સંજોગોમાં આ લેબોરેટરીઓ પર ટેસ્ટ કરવા સામે નિયંત્રણ મૂકી દીધું છે. જ્યાં સુધી સરકારી અધિકારી પરવાનગી ન આપે ત્યાં સુધી આ લેબોરેટરી કોઇપણ વ્યક્તિનો કોરોના ટેસ્ટ કરી શકશે નહીં અને જો ટેસ્ટ કરાયો હોય તો તેનું પરિણામ જાહેર કરી શકશે નહીં.


આરોગ્ય વિભાગે આ લેબોરેટરીઓને જણાવ્યું છે કે આપે સંબંધિત જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી, કે મ્યુનિસિપલ કોર્પોરેશનના મુખ્ય આરોગ્ય અધિકારીની પૂર્વમંજૂરી સિવાય ટેસ્ટ કરી શકાશે નહીં. 


આ ઉપરાંત ટેસ્ટ કરાવવા આવેલાં તમામ લોકોના નામ, સરનામું અને આધાર કાર્ડની ડિટેઇલ્સ સરકારને મોકલી આપવાની રહેશે. 


આ તમામ સૂચનાઓનું લેબોરેટરીઓએ કડકપણે પાલન કરવાનું રહેશે તેવી તાકીદ પણ આ હુકમમાં કરવામાં આવી છે.

adv

Related News

post
post
post
post
post
post
post