• Home
  • News
  • માઉન્ટ આબુમાં પારો માઇનસ 1 ડિગ્રી, ગાડી પર બરફની ચાદર છવાઈ, પર્યટકો મોડે સુધી હોટલોમાં જ પુરાઇ રહ્યા
post

પોલો ગ્રાઉન્ડ મેદાનમાં ચોતરફ બરફ જોવા મળ્યો

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-18 10:08:53

રાજસ્થાન રાજ્યના એકમાત્ર હિલ સ્ટેશન ગણાતા માઉન્ટ આબુમાં ઠંડીનો જોરદાર પ્રકોપ જોવા મળી રહ્યો છે. પારોમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. બુધવારે રાત્રિનું લઘુત્તમ તાપમાન માઇનસ 1 ડિગ્રી નોંધાયું હતું. તેમજ મહત્તમ તાપમાન 17 ડિગ્રી નોંધાયું હતું. માઉન્ટવાસીઓએ પોતાની ગાડીઓ પથરાયેલી બરફની ચાદરને ઉખાડીને આનંદ માણ્યો હતો.

માઉન્ટ આબુમાં ઠંડીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. માઉન્ટ આબુમાં બુધવારે રાત્રે લઘુત્તમ તાપમાન માઇનસ 1 ડીગ્રી નોંધાયું હતું. જ્યારે તાપમાનનો પારો ઠંડકથી નીચે સ્થિર થયો ત્યારે પોલો ગ્રાઉન્ડ મેદાનમાં બરફની ચાદરો છવાયેલી જોવા મળી હતી. જેમાં હોટલ અને મકાનોની બહાર પાર્ક કરેલી કાર પર પણ બરફ જામ્યો હતો. પર્યટકો મોડે સુધી હોટલોમાં જ પુરાઇ રહ્યા હતા. તો બીજી બાજુ માઉન્ટવાસીઓએ ગરમ વસ્ત્રો તેમજ તાપણાનો સહારો લઇ ઠંડીથી બચવાના પ્રયાસો કર્યા હતા. માઉન્ટમાં ભારે ઠંડીના કારણે રાત્રે તેમજ વહેલી સવારે પ્રવાસીઓથી ભરચક રહેતા રસ્તાઓ સુમસામ જોવા મળ્યા હતા અને માઉન્ટવાસીઓએ પોતાની ગાડીઓ પથરાયેલી બરફની ચાદરને ઉખાડીને આનંદ માણ્યો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post