• Home
  • News
  • રાજ્યમાં કોરોનાના નવા 371 દર્દી સાથે કુલ 12910 કેસ 24 મોત સાથે કુલ મૃત્યુઆંક 773 પહોંચ્યો
post

નવા 24 મૃત્યુમાં 6ના કોરોનાથી તો 18 દર્દીના અન્ય બીમારી, હાઈરિસ્ક અને કોરોનાથી મોત

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-22 08:49:10

અમદાવાદ: ગુજરાતમાં કોરોનાના કેસો ઘટવાનું નામ લઇ રહ્યાં નથી. છેલ્લા 24 કલાકમાં નવા 371 કેસ નોંધાયા છે આ સાથે જ રાજ્યમાં કુલ પોઝિટિવ કેસોની સંખ્યા 12910 પહોંચી છે. જ્યારે વધુ 24 દર્દીના મૃત્યુ થતાં કુલ મૃત્યુઆંક 773 પહોંચ્યો છે. કોરોનાની અપડેટ વિગતો આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છેકે, આજે વધુ 269 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 5488 દર્દીઓ સાજા થઇ ઘરે પરત ફર્યા છે. નવા 24 મૃત્યુમાં 6ના કોરોનાથી જ્યારે 18 દર્દીના મોત અન્ય બીમારી, હાઈરિસ્ક અને કોરોનાથી થયા છે.

રાજ્યમાં ક્યાં કટેલા કેસ વધ્યા
અમદાવાદમાં 233, સુરતમાં 34, વડોદરામાં 24, મહેસાણામાં 13, બનાસકાંઠામાં 11, મહીસાગરમાં 9, અરવલ્લીમાં 7, ગીર-સોમનાથમાં 6, ગાંધીનગરમાં 5, કચ્છમાં 4, જામનગર, સાબરકાંઠા અને દાહોદમાં 3-3, નર્મદા અને જૂનાગઢમાં 2-2, પંચમહાલ, ખેડા, પાટણમાં 1-1 જ્યારે અન્ય રાજ્યમાં 3 કેસ નોંધાયા છે.  રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 166152 ટેસ્ટ કરાયા. જેમાંથી 153242 નેગેટિવ જ્યારે 12910 ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. આ 12910 પોઝિટિવ ટેસ્ટમાંથી 52 વેન્ટિલેટર પર અને 6597ની હાલત સ્થિર છે.

21
મેની સવારથી અત્યારસુધીની મહત્વપૂર્ણ ઘટનાઓ
રાજ્યભરમાં 146 માર્કેટયાર્ડમાં 56.26 લાખ ક્વિન્ટલ અનાજ વેચાણ માટે આવ્યું 
કોરોના સંક્રમણની સ્થિતીમાં સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના તમામ જરૂરી નિયમોના ચુસ્ત પાલન સાથે રાજ્યના તમામ માર્કેટયાર્ડ 15મી એપ્રિલથી શરૂ કરવા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખેડૂતો અને વેપારીઓના હિતમાં નિર્ણય લીધો હતો. તદ્અનુસાર 15 એપ્રિલથી 20મી મે સુધીમાં વિવિધ 146 માર્કેટ યાર્ડમાં કુલ 56.26 લાખ ક્વિન્ટલ અનાજની આવક વેચાણ માટે થઇ હોવાનું મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું હતું. 


આજે મધરાત સુધીમાં કુલ 697 ટ્રેનોમાં 10 લાખથી વધુ શ્રમિકો વતન મોકલાશે
મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું છેકે,  હુ પણ કોરોના વોરિયર્સ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન 21થી 17 મે સુધી ચાલશે, જેને રાજ્યની તમામ જનતા સહકાર આપે તેવી અપીલ છે. 20 મેની રાત સુધીમાં કુલ 633 ટ્રેનો રવાના કરવામાં આવી છે. જેમાંથી 9 લાખ 18 હજાર જેટલા પરપ્રાંતિય શ્રમિકોને તેમના વતન મોકલવામાં આવ્યા છે. આજે નવી 63 ટ્રેનો થકી 1 લાખ 1 હજાર શ્રમિકો રવાના થશે. આજે રાત સુધીમાં કુલ 697 ટ્રેનોથી 10 લાખ 20 હજાર જેટલા શ્રમિકો પોતાના વતન મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી છે. 

વિવાદ વકરતા પુડ્ડચેરીએ ધમણ-1 વેન્ટિલેટરનો ઓર્ડર કેન્સલ કર્યો
ધમણ-1 વેન્ટિલેટરનો વિવાદ વકરતા પુડ્ડચેરીએ ધમણ-1 વેન્ટિલેટરનો ઓર્ડર કેન્સલ કર્યો છે. મુખ્યમંત્રી નારાયણસામીએ ટ્વિટ કરીને આ અંગે માહિતી આપી છે. તેમણે કહ્યું કે ધમણ-1ના પર્ફોર્મન્સને લઈને ઘણો વિવાદ સર્જાયો છે અને સ્વાસ્થ્યમંત્રી સાથે ચર્ચા કરી છે. જેથી અમે ઑર્ડર કેન્સલ કરીશું અને આ બાબતે પત્ર મોકલી દેવાયો છે.

રાજ્યમાં સતત 23માં દિવસેથી 300થી અને અમદાવાદમાં 250થી વધુ  કેસ(અમદાવાદમાં આજે 250થી ઓછા કેસ નોંધાયા)

તારીખ

કેસ(કૌંસમાં અમદાવાદના કેસ)

29 એપ્રિલ

308 (250) 

30 એપ્રિલ

313(249)

1 મે

326 (267)

2 મે

333 (250)

3 મે

374 (274)

મે

376 (259)

મે

441(349) 

મે

380 (291) 

મે

388 (275) 

મે

390 (269) 

મે

394(280)

10 મે

398 (278) 

11 મે

347 (268)

12 મે

362 (267) 

13 મે

364 (292) 

14 મે

324 (265)

15 મે

340(261)

16 મે

348(264)

17 મે

391(276)

18 મે

366(263)

19 મે

395(262)

20 મે

398(271)

21 મે

371

 

 

adv

Related News

post
post
post
post
post
post
post