• Home
  • News
  • રાજ્યસભાની 4 બેઠકો પર કુલ 5 ઉમેદવાર, એક વોટ પર નિર્ભર છે ચોથી બેઠકની ચૂંટણી
post

ક્રોસવોટિંગ માટે બન્ને પક્ષોના પ્રયાસો, NCP, BTPના વોટ નિર્ણાયક

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-19 09:04:21

અમદાવાદ. ગુજરાતની ચાર સહિત રાજ્યસભાની કુલ 19 બેઠકો માટે આજે મતદાન યોજાશે. ગુજરાતમાં ભાજપના ત્રણ અને કોંગ્રેસના બે ઉમેદવારો મેદાનમાં છે. પરંતુ આ ચૂંટણીમાં જંગ તો ભાજપના ત્રીજા અને અંતિમ ઉમેદવાર નરહરિ અમીન તથા કોંગ્રેસના બે ઉમેદવારો તથા વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકી વચ્ચે છે. આ રીતે જોઇએ તો આ જંગમાં પ્રતિષ્ઠાનો દાવ મૂળે કોંગ્રેસી નેતાઓ વચ્ચે જ ખેલાશે. આજે ગાંધીનગરમાં સવારથી યોજાનારી ચૂંટણીમાં રાજ્યના 172 ધારાસભ્યો મતદાન કરશે અને સાંજે પરિણામ આવશે.

હાલ રાજ્યસભામાં વિજય માટે મતની ફોર્મ્યુલા જોતા દરેક ઉમેદવારને જીતવા 35 મત જરૂરી છે. ભાજપના 103 મત છે અને સાથે એનસીપીના ધારાસભ્ય કાંધલ જાડેજાને પક્ષનો મેન્ડેટ કોંગ્રેસ તરફી મતદાન કરવાનો હોવા છતાં તે ભાજપના ઉમેદવારને મત આપશે તે લગભગ નક્કી છે. આમ ભાજપના ત્રીજા ઉમેદવાર નરહરિ અમીનને જીતવા માટે માત્ર એક મત ખૂટે છે. આ તરફ કોંગ્રેસના 65 ધારાસભ્યો છે અને અપક્ષ જિજ્ઞેશ મેવાણીનો એક મત ગણીએ તો કુલ 66 મત થાય છે. જીતવા માટે બીજા ઉમેદવારને ચાર મત ખૂટે અને તે જોતાં જો બીટીપીના બન્ને મત પણ કોંગ્રેસને મળે તો ય જીતનો જામ થોડો દૂર આવીને ઢોળાઇ જાય.

કોંગ્રેસના 65માંથી બેથી ત્રણ ધારાસભ્યો ક્રોસવોટિંગ કરશે એવો ભાજપને વિશ્વાસ 
ભાજપના સૂત્રો જણાવે છે કે કોંગ્રેસના 65માંથી બેથી ત્રણ ધારાસભ્યો ક્રોસવોટિંગ કરશે. આમ કરવા પાછળનું ગણિત છે કે જો પહેલેથી તે ધારાસભ્યો રાજીનામાં આપી દે તો જીતવા જરૂરી મતનું ભારણ પણ ઘટે અને ક્યાંક કોંગ્રેસને ફાયદો થાય, તેના બદલે ચાલું ધારાસભ્યો ક્રોસ વોટ કરે  તો તેમનો સીધો એક મત જ ભાજપના નરહરિ અમીનને મળી જાય.

ભાજપની જીતની ફોર્મ્યુલા, પ્રથમ એવા બે ઉમેદવારોને 1-1 વધુ મતનો મેન્ડેટ અપાશે 
ભાજપના સૂત્રો કહે છે કે બે ઉમેદવારો અભય ભારદ્વાર અને રમીલા બારાને જીતવા જરૂરી એવાં 35 જ મતને બદલે 1-1 મત વધુ મળે તે રીતે MLAને મેન્ડેટ અપાશે. જો એકાદ MLAનો મત રદ થાય તો અમીનને 32 મતો મળે. તેથી જ નરહરિ અમીન કોંગ્રેસના ધારાસભ્યોના ક્રોસ વોટિંગને લઇને ઉત્સાહિત છે.

કોંગ્રેસની જીતની ફોેર્મ્યુલા, સવારે જ બંધ પરબીડિયામાં ધારાસભ્યોને વ્હીપ અપાશે 
કોંગ્રેસના સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ પક્ષ પોતાના ધારાસભ્યોને મત માટેનો વ્હીપ શુક્રવારે સવારે જ બંધ પરબિડીયામાં આપશે. આથી ધારાસભ્યોને સીધી રીતે ખ્યાલ ન આવે કે કયાં ઉમેદવારને કેટલાં મત મળશે. હાલના સંજોગોમાં પ્રથમ ઉમેદવાર શક્તિસિંહને જ પ્રાથમિકતાના મત મળે અને રાજ્યસભામાં લઇ જવાય તેવાં પ્રયત્નો થઇ રહ્યાં છે. 

કોણ જીતશે? આ છે ગણિત: કોંગ્રેસ શક્તિસિંહ માટે મેન્ડેટ આપે એવી ચર્ચા, નરહરિ માટે કપરાં ચઢાણ 
ભાજપની પાસે 103 વોટ, 3 બેઠકો જીતવા માટે 105 વોટની જરૂર
સ્થિતિ: ભાજપે અભય ભારદ્વાજ, નરહરિ અમીન અને રમીલાબેન બારાને મેદાનમાં ઉતાર્યા છે. રાજ્યમાં એક બેઠક જીતવા માટે 35 વોટની જરૂરિયાત છે. ભાજપ પાસે 103 વોટ છે. એટલે કે બે વોટ વધુ જોઈએ છે.
રણનીતિ: ભાજપની બે બેઠકો નક્કી છે. પણ ત્રીજી સીટ માટે તેને વધુ બે ધારાસભ્યોની જરૂર છે. ભાજપની નજર બીટીપી અને એનસીપીના ધારાસભ્યો પર છે. જો તેઓ એમની પાસે આવી જશે તો ભાજપ 3 બેઠકો મેળવી લેશે.

કોંગ્રેસ પાસે 5 વોટ ઓછા, શક્તિની જીત નક્કી, ભરતસિંહ હારી શકે છે
સ્થિતિ: કોંગ્રેસે શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીને મેદાનમાં ઉતાર્યા છે. કોંગ્રેસ પાસે 73 ધારાસભ્યો છે. પણ 8 ધારાસભ્ય બળવો કરીને પાર્ટી છોડી ચૂક્યાં છે. આ સ્થિતિમાં 66 વોટ ઓછા છે. તેમને 5 વોટની જરૂર છે.


રણનીતિ: કોંગ્રેસને અપક્ષ જિજ્ઞેશ મેવાણીનો વોટ મળવાનો નક્કી છે. પણ બીટીપી અને એનસીપીએ પત્તા ખોલ્યા નથી. શક્તિસિંહ પ્રથમ કેન્ડીડેટ છે. તેથી ભરતસિંહ ચૂંટણી હારી શકે છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post