• Home
  • News
  • અમદાવાદના સૂર્યા શોભા વંદના ફાઉન્ડેશનની અનોખી પહેલ
post

વાડિયા ગામની 30થી વધુ દીકરીઓને ભણાવીને ગામની તસ્વીર બદલશે

Written By newsonline | Ahmedabad | Published: 2023-04-25 17:58:31
અમદાવાદ: શહેર અને રાજ્યમાં અનેક ફાઉન્ડેશન આવેલા છે. પરંતુ સૂર્યા શોભા વંદના ફાઉન્ડેશન જે કામ કરે છે તે કામ કોઈ પણ ફાઉન્ડેશન કરતું નથી. હાલમાં અમદાવાદમાં ફાઉન્ડેશન અને ટ્રોથ ઇન્શ્યોરન્સ અંતર્ગત એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય વાડિયાની દીકરીઓને સારું ભણતર મળી રહે તે માટે સુવિધા ઉભી કરવાનો હતો.

30થી વધુ દીકરીઓને આજીવન શિક્ષણ આપશે:
સૂર્યા શોભા વંદના ફાઉન્ડેશન બનાસકાંઠાના થરાદના વાડીયા ગામની 30થી વધુ દીકરીઓનો આજીવન ભણવા ઉપરાંત પાયાની દરેક જરૂરિયાતનો ખર્ચ ઉઠાવશે. જેમાંથી 15 દિકરીઓ પ્રાથમિક કક્ષાનુ શિક્ષણ મેળવી રહી છે. જ્યારે બાકીની દીકરીઓ ઉચ્ચતર માધ્યમિકમાં શિક્ષણ મેળવે છે. હાલમાં આ તમામ દીકરીઓની રહેવાની વ્યવસ્થા થરાદમાં કરવામાં આવી છે. જયાં શારદાબેન આ દીકરીઓને ભણાવવા માટે વર્ષોથી અથાગ પ્રયત્ન કરી રહ્યા છે. તેમના આ કામમાં સૂર્યા શોભા વંદના ફાઉન્ડેશન અને ટ્રોથ ઈન્શ્યોરન્સ સહભાગી બનીને 30 થી વધુ દીકરીઓની ભણવાની, રહેવાની અને બીજી તમામ જરૂરિયાત પૂરી કરશે.

ક્યાં કાર્યક્રમનું આયોજન કરાયું:
આ કાર્યક્રમનું આયોજન એસ.જી હાઇવેના બંધન પાર્ટી પ્લોટમાં કરવામાં આવ્યું હતું. જયાં તમામ દીકરીઓને બોલાવીને તમામની સાથે વિવિધ પ્રકારની એક્ટિવિટી કરવામાં આવી.

કેમ બીડું ઉપાડ્યું:
શિક્ષણ એક એવી વ્યવસ્થા જેનાથી સમાજને સક્ષમ બનાવી શકાય છે. કોઈપણ વર્ગનું સામાજીક અને આર્થિક પાસું મજબૂત બનાવવા માટે શિક્ષણ એક મૂળભૂત જરૂરિયાત છે. આ બીડું ઉપાડવાની કેમ જરૂર પડી તે જાણવા માટે બનાસકાંઠાના વાડિયા જવું પડશે. બનાસકાંઠા જિલ્લાના થરાદના વાડીયા ગામમાં જયાં બહેનોને આર્થિક અને સામાજિક શોષણ (દેહવેપાર)  જેવા દૂષણનો ભોગ બનવુ પડે છે. આ ગામની દીકરીઓને સારું શિક્ષણ મળે તો તે આ પ્રકારના દૂષણોનો તેમને ભોગ ન બનવુ પડે. અને તેઓ સન્માનની સાથે નોકરી કે બીજું કામ કરીને પોતાનું જીવન ગાળી શકે. આવો વિચાર સૂર્યા શોભા વંદના ફાઉન્ડેશનને આવ્યો. અને તેમને સાથ આપ્યો ટ્રોથ ઈન્શ્યોરન્સે. જેનું પરિણામ આપણે જોઈ શકીએ છીએ  સૂર્યા શોભા વંદના ફાઉન્ડેશને આ તમામ દીકરીઓની પ્રાથમિક શિક્ષણથી લઈને કોલેજ સુધી બધી જવાબદારી ઉપાડવાનો નિર્ધાર કર્યો છે.  સૂર્યા શોભા વંદના ફાઉન્ડેશન આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને ભણાવવાનું કામ કરે છે. તો બનાસકાંઠાના થરાદમાં રહેતા શારદાબેન ભાટી ઘણા સમયથી વાડીયા ગામની દીકરીઓને ભણાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. અને વાડિયા ગામના ઉત્થાન અને ગામમાં દેહવેપારની પ્રવૃતિ બંધ થાય તે માટે બાળકોને શિક્ષણ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે.

સૂર્યા શોભા વંદના ફાઉન્ડેશન શું કામ કરે છે:
સૂર્યા શોભા  વંદના ફાઉન્ડેશન પર્યાવરણ, શિક્ષણ અને સ્વાસ્થ્યના ક્ષેત્રે તો કામગીરી કરે જ છે. પરંતુ સાથે સાથે  બહેનોને રોજગાર આપવાના ક્ષેત્રમાં પણ કામ કરે છે. સૂર્યા શોભા વંદના ફાઉન્ડેશન  વૃક્ષા રોપણ દ્વારા પ્રકતિનું સંતુલન જળવાય અને વોટર હાર્વેસ્ટીંગ દ્વારા જળસ્તર વધારવા માટેનું કામ કરે છે. આર્થિક રીતે પછાત વર્ગના લોકોને સ્વાસ્થ્ય સેવાઓ પૂરી પાડવા અને તેમના બાળકોનો સર્વાગી વિકાસ થાય તે માટે એમને સારુ શિક્ષણ પૂરું પાડવા માટે કટિબદ્ધ છે. આ સાથે સંસ્થા વિવિધ ક્ષેત્રમાં લોકોને પ્રશિક્ષણ આપી વધુમાં વધુ લોકોને રોજગારી આપવાના ક્ષેત્રમાં પણ કામ કરી રહી છે. આશા રાખીએ કે સૂર્યા શોભા વંદના ફાઉન્ડેશન જે રીતે સમાજની ચિંતા કરે છે તેવી જ રીતે જો તમામ ફાઉન્ડેશન કે સંસ્થા કામ કરે તો અનેક પ્રશ્નોનો ઉકેલ આવી જાય.

 
adv

Related News

post
post
post
post
post
post
post