• Home
  • News
  • સેક્સ ઓનલાઇન:વડોદરામાં આર્કિટેક્ટ ડિઝાઇનની આડમાં ચાલતું વર્ચ્યુઅલ સેક્સ કોલસેન્ટર પકડાયું
post

રેય ડિઝાઇન વર્લ્ડ કંપનીના ઓથા હેઠળ ગોરખધંધો કરતો એક ઝડપાયો

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-24 09:32:57

અકોટા વિસ્તારમાં પીએફ ઓફિસ પાસેની શ્રી રેસિડેન્સીના મકાનમાં તથા હાર્દિક ચેમ્બરના મકાનમાં ઇન્ટરનેટ દ્વારા ચતુરબાતે વેબસાઇટ પર ચાલી રહેલા વર્ચ્યુઅલ લાઇવ સેક્સ કોલસેન્ટરને જે.પી.રોડ પોલીસે ઝડપી લીધું હતું. પોલીસે લાઇવ સેકસ કોલસેન્ટર ચલાવી રહેલા એકને ઝડપી લઇ તેની સાથે મદદગારીમાં રહેલી કારેલીબાગની અમી પરમાર નામની મહિલાને વોન્ટેડ જાહેર કરી હતી.

બે યુવતી પણ મળી, એક મહિલા ફરાર : સેક્સ ટોયઝ સહિતનો સામાન જપ્ત
પોલીસે કોલસેન્ટરમાંથી બે યુવતી સાથે 11 લેપટોપ, મોબાઇલ ફોન, ટીવી રાઉટર તથા સેકસ ટોયઝ અને વેબકેમેરા મળીને 6.36 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અકોટામાં પીએફ ઓફિસ પાસેના શ્રી રેસિડેન્સી અને હાર્દિક ચેમ્બરનાં બે મકાનમાં બાતમીના આધાારે જેપી રોડ પોલીસ સ્ટેશનના પીઆઇ જે.પી. ગોંસાઇ અને પીએસઆઇ એસ.એસ.જસાણીએ દરોડો પાડયો ત્યારે પોલીસ પણ ચોંકી ઊઠી હતી.

પોલીસે જણાવ્યું હતું કે રેય ડિઝાઇ્ન વર્લ્ડ નામની આર્કિટેકટ ડિઝાઇનિંગની કંપનીના ઓથા હેઠળ નિલેશ ઇન્દ્રચંદ ગુપ્તા કારેલીબાગની અમી પરમાર નામની યુવતીની સાથે મળીને વર્ચ્યુઅલ સેકસ રેકેટ ચલાવતો હતો. બંને જણ પોતાના અને ભાડાના મકાનમાં યુવતીઓને બોલાવ્યા બાદ ઇન્ટરનેટ દ્વારા ચતુરબાતે નામની વેબસાઇટ દ્વારા લાઇવ અંગ પ્રદર્શન કરાવી લાઇવ સેકસ રેકેટ ચલાવતા હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું હતું. પોલીસે બંને મકાનમાં દરોડા પાડી 2 યુવતીની સાથે નિલેશ ઇન્દ્રચંદ ગુપ્તાને ઝડપી લીધો હતો અને લાઇવ સેક્સ કોલસેન્ટરમાં ઉપયોગમાં લેવાયેલાં 11 લેપટોપ, વેબ કેમેરા, એક મોબાઇલ, 2 ટીવી તથા 2 નંગ રાઉટર, 2 સેકસ ટોયઝ અને અર્ટીંગા કાર મળીને 6.36 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

બહારથી યુવતીઓને લાવી ટ્રેનિંગ અપાતી
નિલેશ ગુપ્તાની પૂછપરછમાં બહાર આવ્યું હતું કે તે વર્ચ્યુઅલ લાઇવ સેક્સ કોલસેન્ટર માટે બહારથી યુવતીઓને બોલાવતો હતો. અમી પરમાર આ યુવતીઓને ચતુરબાતે વેબસાઇટ પર સંપર્ક કરનારા ગ્રાહકો સાથે શરૂઆતમાં હાય હેલ્લો કરી વાતો કરાવી ગ્રાહકોને આકર્ષી લાઇવ ચેટિંગ કરવા અને જરૂર જણાય ત્યારે અંગ પ્રદર્શન કરવાની ટ્રેનિંગ પણ આપવામાં આવતી હતી. ગ્રાહક પોઇન્ટ (ટોકન ) આપે ત્યારે તે ટોકન થકી નિલેશને પૈસા મળતા હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post