• Home
  • News
  • રાજકોટના યુવકે 4 મીટર વાયર ઇંદ્રિયમાં 10 સેન્ટિમિટર ઊંડો નાખી દીધો, બે કલાક સર્જરી બાદ વાયર બહાર કઢાયો
post

યુવકની ઇંદ્રિયમાં ઇલેક્ટ્રિક વાયર હોવાનું અને તે વાયર ગૂંચળું વળીને ઇંદ્રિયમાં 10 સેન્ટિમીટર ઊંડું પડ્યું હોવાનું સ્પષ્ટ થયું હતું

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-17 10:53:01

શહેરમાં રહેતા 35 વર્ષના યુવકે જાતીય આવેગ સંતોષવા માટે ઇંદ્રિયમાં વાયર નાખી જાતીય સંતોષ મેળવવા ઇલેક્ટ્રિક વાયર ઇંદ્રિયમાં નાખ્યો હતો, જોકે તે વાયર ઇંદ્રિયમાં ગૂંચવાળો બનીને રહી ગયા બાદ યુવકની હાલત કફોડી બની હતી. લઘુશંકા ઉતરવાનું બંધ થઇ જતા અસહ્ય પીડા ઉપડતાં યુવકને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને તબીબે બે કલાક સર્જરી કરી 4 મીટર વાયર ઇંદ્રિયમાંથી બહાર કાઢી તેને પીડા મુક્ત કર્યો હતો.

યુરો સર્જન ડો.પ્રતિક અમલાણીએ જણાવ્યું હતું કે, તેમની હોસ્પિટલે 35 વર્ષનો યુવક તેના પરિવાજનો સાથે આવ્યો હતો અને તેને લઘુશંકા નહીં ઉતરતું હોવાનું કહ્યું હતું, યુવકની સ્થિતિ ગંભીર થતી જતી હતી, તબીબી તપાસ અને જરૂરી રિપોર્ટ કરાવાતા યુવકની ઇંદ્રિયમાં ઇલેક્ટ્રિક વાયર હોવાનું અને તે વાયર ગૂંચળું વળીને ઇંદ્રિયમાં 10 સેન્ટિમીટર ઊંડું પડ્યું હોવાનું સ્પષ્ટ થયું હતું, લઘુશંકા નહીં ઉતરવાની સાથે ઇંદ્રિયમાં લોહીના ગઠ્ઠા જામી ગયા હતા, એટલું જ નહી જો મોડું કરવામાં આવે તો ઇન્ફેક્શન થવાની, નળી બ્લોક થવાની, ઇંદ્રિયની નળી સંકોચાઇ જવાની અને ગેંગરીન થવાની ભીતિ હતી. ગુદામાં બોટલ કે લાકડી જેવી વસ્તુ નાખવાની અગાઉ અનેક ઘટના બની હતી.

પરંતુ ઇંદ્રિયમાં કોઇ વસ્તુ નાખી જાતીય આવેગ સંતોષવાની ઘટના અગાઉ તબીબના ધ્યાને પણ નહીં હોવાથી તેમણે દેશના ખ્યાતનામ યુરોસર્જન સાથે વાતચીત કરતાં ઓપરેશન અને તે પણ ઝડપથી કરવું તેવો તમામનો અભિપ્રાય મળતા ડો.પ્રતિક અમલાણીએ દર્દીને ઓપરેશન થિયેટરમાં લઇ તાકીદે સર્જરી કરી હતી. બે કલાકની સર્જરી બાદ તબીબે દર્દીની ઇંદ્રિયમાંથી 4 મીટર ઇલેક્ટ્રિક વાયર બહાર કાઢ્યો હતો. ડો.અમલાણીએ કહ્યું હતું કે, આવા કૃત્યથી લોકોએ દૂર રહેવું જોઇએ, આવું કૃત્ય જીવલેણ બની શકે છે, અને જો આવી ભૂલ થઇ જાય તો કોઇપણ શરમ વગર તાકીદે ડોક્ટરનો સંપર્ક કરવો હિતાવહ છે.

adv

Related News

post
post
post
post
post
post
post