• Home
  • News
  • ચીન વિશે એર ચીફ માર્શલ ભદૌરિયાએ કહ્યું- અમે કોઈ પણ પડકારનો જવાબ આપવા તૈયાર, ગલવાનમાં શહીદોની શહાદત બેકાર નહીં જાય
post

ચીનના મુદ્દે શુક્રવારે સર્વપક્ષની બેઠકમાં મોદીએ કહ્યું હતું- સેનાને ફ્રી હેન્ડ આપવામાં આવ્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-20 12:48:00

હૈદરાબાદ: દુન્દિગલમાં આવેલા ઈન્ડિયન એરફોર્સ એકેડમીમાં આજે પાસિંગ આઉટ પરેડ રાખવામાં આવી છે. અહીં એર ચીફ માર્શલ આર.કે.એસ ભદૌરિયાએ કહ્યું, કોઈ પણ પડકારનો સામનો કરવા આપણે ખૂબ સારી રીતે સજ્જ છીએ. હું દેશને વિશ્વાસ અપાવું છું કે, આપણે જવાબ આપવા માટે સક્ષમ છીએ. ગલવાનમાં આપણાં શહીદોની શહાદત બેકાર નહીં જાય.

ભદૌરિયાએ કહ્યું કે, ચીની સૈનિકો સાથે ઝપાઝપી વખતે આપણાં સૈનિકોએ બહાદુરી દાખવી હતી. તે જોઈને આપણા સંકલ્પનો ખ્યાલ આવે છે કે, આપણે કોઈ પણ સંજોગોમાં દેશની સીમાનું રક્ષણ કરી શકીએ છીએ.

પહેલીવાર કેડેટ્સના પેરન્ટ્સ સામેલ ન થયા
એકેડમીમાં 123 ઓફિસરોની પાસિંગ આઉટ પરેડ કરવામાં આવી. તેમાં 19 મહિલા ઓફિસર સામેલ છે. પરેડમાં કેડેટ્સે માસ્ક પહેરેલા હતા. એકેડેમીના ઈતિહાસમાં પહેલીવાર આવું થયું છે જ્યારે કેડેટ્સના પેરેન્ટ્સ કાર્યક્રમમાં સામેલ નથી થઈ શક્યા. કારણકે કોરોનાના કારણે તેમને મંજૂરી મળી નથી. એરફોર્સની અલગ-અલગ બ્રાન્ચના કેડેટ્સની પ્રી-કમિશનિંગ ટ્રેનિંગ પૂરી થયા પછી સીજીપી થાય છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post