• Home
  • News
  • અમદાવાદ મ્યુનિ.ના અધિકારી સુનીલ રાણા સામે ACBની કાર્યવાહી, અપ્રમાણસર મિલકતનો મામલો
post

છેલ્લા 10 વર્ષમાં પગારની આવક કરતા વધુ મિલકત મળી આવતા એસબીએ કાર્યવાહી કરી

Written By newsonline | Ahmedabad | Published: 2024-01-30 16:29:36

અમદાવાદ મ્યુનિશિપલ કોર્પોરેશન (AMC)ના ક્લાસ-2 અધિકારી સુનીલકુમાર રાણા (Sunil Rana) વિરુદ્ધ એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ અપ્રમાણસર મિલકત અંગે ગુનો નોંધ્યો છે. AMCના અધિકારી સુનીલકુમાર રાણા પાસે છેલ્લા 10 વર્ષમાં પગારી આવક કરતા વધુ મિલકત મળી આવતા એસબીએ કાર્યવાહી કરી છે.

સુનીલ રાણા પાસે આવક કરતા વધુ મિલકતો મળી આવી

સુનીલ રાણા AMCના શાહપુર વોર્ડના ઈન્સ્પેકટર તરીકે ફરજ બજાવતો હતો. તેમની પાસેથી વર્ષ 2010થી 2020 સુધીના 10 વર્ષમાં પગારની રૂપિયા 65.41 લાખની આવક કરતા 306 ટકા વધુની મિલકત મળી આવી છે. સુનીલ રાણાની પત્ની અને દિકરાના નામે ત્રણ મકાન અને 1.50 કરોડની ફિક્સ ડિપોઝિટ સહિત રૂપિયા 2.75 કરોડની અપ્રમાણસર મિલકતો મળી આવી હતી, જેના પગલે એસીબીએ કાર્યવાહી કરીને ગુનો નોંધ્યો છે. સુનીલ રાણા વિરુદ્ધ એસીબીએ કાયદેસરની કાર્યવાહી કરતા અન્ય લાંચિયા કર્મચારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.  આ મામલે સૂત્રો દ્વારા મળતી વધુ વિગતો મુજબ સુનીલ રાણા પાસે વૈષણોદેવી વિસ્તારમાં તેમજ જસમીન ગ્રીનમાં એક ફ્લેટ છે. જસમીન ગ્રીનમાં આવેલો ફ્લેટ લક્ઝુરીયસ હોવાની પણ માહિતી મળી છે. આ સિવાય અગોરા રેસીડેન્સીમાં પણ ફ્લેટ છે જે પત્નીના નામે છે. સુનીલ રાણાએ આ ફ્લેટ વર્ષ 2014માં ખરીદ્યો હોવાનું કહેવાય છે.

ઇમરાન ખેડાવાલેએ સુનીલ રાણા મામલે આપ્યું નિવેદન

આ મામલે અમાદાવાદના જમાલપુર ખાડીયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનું પણ નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું હતું કે રાજ્યમાં 50 જેટલા ક્લાસ વન અને ટું અધિકારીઓ સામે ભ્રષ્ટાચારની તપાસ અંગે સરકારમાં અરજી ગઈ છે. જો કે આઈપીએસ, આઈએએસ અને જીએએસ કક્ષાના અધિકારીઓ સામે તપાસ માટે સરકાર મંજૂરી આપતી નથી. આ ઉપરાંત ઈમરા ખેડાવાલાએ જણાવ્યું હતું કે સુનીલ રાણા તો નાની માછલી છે મોટા મગરમચ્છ તો હજુ પણ બહાર ફરે છે. વધુમાં કહ્યું કે 'હું આગામી વિધાનસભામાં આ અંગે બિલ લાવવા માંગણી કરવાનો છું.'

adv

Related News

post
post
post
post
post
post
post