• Home
  • News
  • ગુજરાતની વસતી મુજબ રોજ 54 હજાર કોરોના ટેસ્ટ થવા જોઈએ, પણ થાય છે 4500
post

કોરોના મુદ્દે હાઇકોર્ટમાં સુઓમોટોની સુનાવણી

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-20 11:24:36

અમદાવાદ: કોરોના વાયરસે મચાવેલા હાહાકાર મુદ્દે હાઇકોર્ટમાં સુઓમોટો અરજીની સુનાવણી દરમિયાન અમદાવાદ મેડિકલ એસોસિએશને રજૂઆત કરી હતી કે રાજ્યની વસતી મુજબ રોજના 54 હજાર ટેસ્ટ થવા જોઈએ પરંતુ થાય છે માત્ર 4500.

ICMRની મંજૂરી ધરાવતી 19માંથી 5 લેબને સરકારે હજુ કોવિડ ટેસ્ટની પરવાનગી આપી નથી
સુનાવણી દરમ્યાન અમદાવાદ મેડીકલ એસોસિએશને એવો ખુલાસો કર્યો હતો કે, ICMRએ મંજુરી આપી હોય તેવી 19 લેબોરેટરી પૈકી 5 લેબોરેટરીને કોવીડ 19ના ટેસ્ટ માટે સરકારે હજુ પણ મંજુરી આપી નથી. ઉપરાંત 2 સરકારી લેબોરેટરીને પણ ટેસ્ટ કરવાની મંજુરી આપી નથી. ગુજરાતની વસ્તી મુજબ રોજના 54 હજાર ટેસ્ટ થવા જોઇએ તેના બદલે માત્ર 4500 ટેસ્ટ થઇ રહ્યા છે. મેડીકલ એસોસિએશન દ્વારા એવી પણ રજુઆત કરવામાં આવી હતી કે, ગ્રામીણ વિસ્તારમાં કોરોનાના ટેસ્ટ અંગેની સુવિધા ઉભી કરવી જોઇએ. જેથી લોકોને શહેર સુધી આવવુ ન પડે.

દરમિયાન કોવિડ કેર સેન્ટરનો વેસ્ટ ઉઠાવતા સફાઈ કામદારો અને કચરાની ગાડી ચલાવતા ડ્રાઇવરોને પણ પીપીઈ કીટ આપવાની માગણી સાથે હાઇકોર્ટમાં અરજી થઈ છે. આ સંદર્ભમાં ચીફ જસ્ટિસની ખંડપીઠે સરકારને સોગંદનામુ કરવા આદેશ કર્યો છે. અરજીમાં સફાઈ કામદારોને ગ્લોવ્સ વગર કામ કરવું પડતું હોવાની રજૂઆત થઈ હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post