• Home
  • News
  • અમદાવાદમાં આરોપીએ લોકઅપમાં ‘નાયક નહિ ખલનાયક હું મેં’ ગીત પર ટિકટોક વીડિયો બનાવ્યો
post

PSOની સ્પષ્ટ બેદરકારી સામે આવી હોવાનું જણાય રહ્યું છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-11 08:35:39

અમદાવાદ: શહેરના મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં દારૂ સાથે ઝડપાયેલા આરોપી કરણ શેખાવતનો લોકઅપમાં બનાવેલો ટિકટોક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. લોકઅપની અંદરથી આરોપી કરણે બહાર રહેલા ચાર શખ્સ સાથે નાયક નહિ ખલનાયક હું મેં ગીતપર વીડિયો બનાવ્યો હતો.


CCTV
ફુટેજની તપાસ કરવામાં આવશે: મેઘાણીનગર પીઆઈ
મેઘાણીનગર પોલીસ સ્ટેશનના પીઆઈ ડી.જે ચુડાસમાએ divyabhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આરોપીએ લોકઅપમાં બનાવેલા વીડિયો અંગે તપાસ કરવામાં આવી રહી છે. CCTV ફુટેજની તપાસ કરવામાં આવશે. આરોપીએ વીડિયો ક્યારે બનાવ્યો છે તેની તપાસ કરવામાં આવી રહી છે.

આરોપીને ચાર યુવક મળવા આવ્યા હતાં

આરોપી કરણ શેખાવતની મેઘાણીનગર પોલીસે 132 દારૂની બોટલ સાથે 7 માર્ચના રોજ ધરપકડ કરી હતી. આરોપીની ધરપકડ બાદ તેને લોકઅપમાં રાખવામા આવ્યો હતો. આરોપીએ તે દરમ્યાનમાં તેના ચાર મિત્રો મળવા આવ્યા ત્યારે જ આ વીડિયો બનાવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આરોપી કરણને પોલીસ સ્ટેશનમાં લોકઅપમાં મોબાઈલ કોને આપ્યો તેના પર સવાલ ઉભા થઇ રહ્યા છે. આરોપીને જ્યારે ચાર યુવક મળવા આવ્યા ત્યારે શું હાજર પોલીસકર્મીઓનું ધ્યાન નહોતું ? પોલીસ લોકઅપમાં જ સીસીટીવી કેમેરા હોય છે જે 24 કલાક કાર્યરત હોય છે તો પછી કેમ PSOનું કે અન્ય પોલીસકર્મીઓએ સીસીટીવીમાં ન જોયું. PSOની સ્પષ્ટ બેદરકારી સામે આવી હોવાનું જણાય રહ્યું છે.

adv

Related News

post
post
post
post
post
post
post