• Home
  • News
  • પૂર્વ ધારાસભ્યના ફાર્મ હાઉસ પર કાર્યવાહી:ભાજપના પૂર્વ ધારાસભ્ય ઝંખના પટેલના ઇન્દ્રરાજ ફાર્મનું ડિમોલિશન, નડતરરૂપ કિચન સહિતનો ભાગ દૂર તોડી પડાયો
post

પૂર્વ ધારાસભ્યના ડુમસ સ્થિત ફાર્મ હાઉસનો કેટલોક ભાગ ડિમોલિશન કરાયો

Written By newsonline | Ahmedabad | Published: 2023-06-21 19:51:23

સુરત એરપોર્ટથી ડુમસ રોડ તરફ ટીપી રોડને નડતરરૂપ મિલકતોને દૂર કરવાની કાર્યવાહી કોર્પોરેશન દ્વારા શરૂ કરવામાં આવી છે. ત્યારે ટીપીને ધ્યાનમાં રાખીને રોડ ઉપર જે બાંધકામ હતા, તે પૈકીના કેટલાક બાંધકામને દૂર કરવામાં આવ્યા છે. જેમાં પૂર્વ ધારાસભ્ય ઝંખના પટેલના ફાર્મનો પણ કેટલોક ભાગ આવતા તેને પણ તોડી પાડીને દૂર કરાયો છે. પૂર્વ ધારાસભ્ય ઝંખના પટેલના ઇન્દ્રરાજ ફાર્મ હાઉસનો ભાગ ટીપીમાં એલાઈમેન્ટની કામગીરી દરમિયાન નડતરરૂપ જણાવતા ડિમોલિશન કરવાની SMCને ફરજ પડી હતી.

પૂર્વ ધારાસભ્યના ફાર્મ હાઉસ પર કાર્યવાહી
ભાજપના ચોર્યાસી વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્ય ઝંખના પટેલના ફાર્મહાઉસનું બાંધકામ નડતરરૂપ જણાઈ આવ્યું હતું. એરપોર્ટથી ડુમસ તરફના ટીપી રોડ ઉપર એસએમસી દ્વારા કાર્યવાહી શરૂ કરાઈ હતી. પૂર્વ ધારાસભ્યનું ઇન્દ્રરાજ ફાર્મ હાઉસનો કેટલોક ભાગ પણ એલાઈમેન્ટમાં આવતો હતો. જેની સામે પણ કોર્પોરેશન દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. ફાર્મ હાઉસનો કિચન સહિતનો ભાગ ટીપી રોડના એલાઈમેન્ટમાં આવતો હોવાનું જણાય આવ્યું હતું.

ટ્રાફિકનું ભારણ હળવું રોડ ખુલ્લા કરાયા
સુરત ડુમસ રોડ પર થતાં ટ્રાફિકનું ભારણ હળવું કરવા માટે ડુમસ ગામ સહિતના વિસ્તારોને જોડતા કનેક્ટિવ રસ્તાઓને ખુલ્લા કરવાની કામગીરી મનપા દ્વારા હાથ ધરવામાં આવી છે. ઝંખના પટેલના ફાર્મ હાઉસ પાસેથી પસાર થતો રસ્તો સીધો ડુમસ મેઇન રોડથી ડુમસ બજારને જઇને મળે છે. રસ્તો ખુલ્લો કરવા માટે અઠવા ઝોન ‌દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

ઝંખના પટેલ ધારાસભ્ય હતા ત્યારે ડિમોલિશન રોકાયું હતું
હાલ ઝંખના પટેલના ઇન્દ્રરાજ ફાર્મ હાઉસમાં આવેલી ખુલ્લી જગ્યા ઉપર પણ બાંધકામનું આયોજન હોવાનું જાણવા મળ્યું છે. ઝંખના પટેલ જયારે ધારાસભ્ય હતા ત્યારે મનપા દ્વારા રસ્તો ખુલ્લો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પરંતુ પૂર્વધારાસભ્યના દબાણને પગલે ફાર્મનું ડિમોલિશન થઇ શક્યુ નહોવાનું પણ કોર્પોરેશનમાં ચર્ચા ચાલી રહી છે. કોર્પોરેશન દ્વારા કોઈપણ જાતનો સંકોચ વગર એલાઈમેન્ટમાં આવતા ફાર્મ હાઉસનો ભાગ તોડી પાડ્યો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post