• Home
  • News
  • ઉપદ્રવીઓ પર એક્શન:ખેડૂત રેલી દરમિયાન હિંસા મુદ્દે અત્યાર સુધી 22 FIR, CCTVથી ઉપદ્રવીઓની ઓળખ કરવામાં આવી રહી છે
post

મંગળવારે 12 વાગ્યે ખેડૂતોની પરેડ શરૂ થવાની હતી, પણ ખેડૂત ગણતંત્ર દિવસની પરેડ પહેલા બળજબરી દિલ્હીમાં ઘુસી ગયા

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-27 10:28:58

કૃષિ કાયદાના વિરોધમાં 26 જાન્યુઆરીએ ખેડૂતોની ટ્રેક્ટર રેલીમાં થયેલા ઉપદ્રવ અંગે પોલીસ સતત એક્શનમાં છે. હિંસા અને તોડફોડની ઘટનાઓ માટે અત્યાર સુધી 22 FIR નોંધાઈ ચૂકી છે. ઉપદ્રવીઓની ઓળખ માટે પોલીસ CCTV ફુટેજની તપાસ કરી રહી છે. લાલ કિલ્લા અને સિંધુ બોર્ડર પર સુરક્ષા વધારી દેવાઈ છે. તો આ તરફ મેટ્રો મેનેજમેન્ટે આજે ફરી લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનને બંધ કરી દીધું છે, સાથે જ જામા મસ્જિદ મેટ્રો સ્ટેશનના એન્ટ્રી ગેટ બંધ કરવામાં આવ્યા છે.

ખેડૂતોએ મંગળવારે પોતાની ટ્રેક્ટર પરેડ નક્કી કરેલા સમય પહેલા જ શરૂ કરી દીધી હતી. પોલીસે પરેડ માટે મંગળવા બપોરે 12થી સાંજે 5 વાગ્યાનો સમય અને રૂટ નક્કી કર્યો હતો. દિલ્હીમાં દાખલ થવા માટે સિંધુ, ટિકરી અને ગાઝીપુર એન્ટ્રી પોઈન્ટ બનાવવામાં આવ્યા હતા. પરંતુ ખેડૂત સવારે 8.30 વાગ્યે જ આ એન્ટ્રી પોઈન્ટ પર બેરિકેડ્સ તોડીને દિલ્હીમાં બળજબરી ઘુસી ગયા અને પોતાની પરેડ શરૂ કરી દીધી. દિવસભર ચાલેલી હિંસામાં 86 પોલીસકર્મી ઘાયલ થઈ ગયા.

દિલ્હીમાં મંગળવારે થયેલી હિંસા પછી ગૃહ મંત્રી અમિત શાહે હાઈલેવલ મીટિંગ બોલાવી હતી.શાહે રાજધાનીમાં અર્ધસૈનિક દળોની વધુ કંપનીઓ મોકલવાના આદેશ આપ્યા છે.દિલ્હી પોલીસને ઉપદ્રવીઓ સામે સખતાઈથી એક્શન લેવાના આદેશ આપવામાં આવ્યા છે. આ મામલામાં દિલ્હી પોલીસે સાત એફઆરઆઈ નોંધી છે. સૌથી જ દિલ્હીની હિંસા પછી હરિયાણામાં કેબિનેટની ઈમર્જન્સી બેઠક બોલાવવામાં આવી. મુખ્યમંત્રી ખટ્ટરે પોલીસને હાઈ એલર્ટ પર રહેવાના આદેશ આપ્યા. સાથે જ દિલ્હી પાસે આવેલા ત્રણ જિલ્લા સોનીપત, પલવલ અને ઝજ્જરમાં ઈન્ટરનેટ અને SMS સર્વિસ બંધ કરી દેવાઈ છે.

ખેડૂતોની પરેડમાં ક્યારે શું થયું, વિગતવાર જાણો..
પરેડની દિલ્હીમાં એન્ટ્રી..ખેડૂતોએ પોતાની પરેડ નક્કી કરેલા સમયથી લગભગ સાડા ત્રણ કલાક પહેલા શરૂ કરી દીધી. ખેડૂતોએ શરૂઆતથી જ નક્કી રૂટ ફોલો નહોતા કર્યા. સૌથી પહેલા સિંધુ બોર્ડરથી ખેડૂત દિલ્હીમાં દાખલ થયા. અહીંયા બેરિકેડ્સ તોડી દેવાયા. ત્યારપછી ટિકરી અને ગાઝીપુરમાં પણ ખેડૂતોએ આ પ્રકારની દિલ્હીમાં એન્ટ્રી કરી. ટ્રેક્ટર્સ પર સવાર ખેડૂતોની સંખ્યા અને વલણ જોઈને પોલીસ પણ ત્યાંથી પાછળ ખસી ગઈ.

પાંડવ નગરમાં મહાભારતઃ અહીં ગાઝીપુર બોર્ડરથી નીકળેલા ખેડૂતોને પોલીસે બપોરે લગભગ 12.30 વાગ્યે નોઈડા વળાંક પર અટકાવ્યા અને ટીયર ગેસના સેલ છોડ્યા. ત્યારપછી ખેડૂતોએ પણ પોલીસ પર પથ્થરમારો કર્યો અને ગાડીઓમાં તોડફોડ કરી આ સ્થળો પર નિહંગોનું ગ્રુપ તલવાર લહેરાવતું પણ જોવા મળ્યું. પોલીસનો દાવો છે કે ખેડૂતોએ પાંડવ નગર પોલીસ પિકેટ પર ટ્રેક્ટર ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો.

ITOમાં ખેડૂતોના મોતઃ ખેડૂતોએ ટ્રેક્ટર પરેડ ઈન્ડિયા ગેટ તરફ વાળવાનો પ્રયાસ કર્યો. અહીં પોલીસે તેમને અટકાવ્યા. ખેડૂત ન માન્યા તો લાઠીચાર્જ અને ટીયર ગેસ પણ છોડવામાં આવ્યા. ઘણા પોલીસવાળા અને આંદોલનકારી પણ ઘાયલ થયા. અહીં બેરિકેડ્સ તોડવનો પ્રયાસ કરી રહેલા એક આંદોલનકારનું ટ્રેક્ટર પલટાવાથી મોત થઈ ગયું. આ ખેડૂત ઉત્તરાખંડના બાજપુરના રહેવાસી નવનીત હતો.તે હમણા જ લગ્ન માટે ઓસ્ટ્રેલિયાથી ભારત આવ્યો હતો. ખેડૂત અહીં નવનીતની લાશ રાખીને સાંજે 6 વાગ્યા સુધી ધરણા કરતા રહ્યાં.

લાલકિલ્લા પર હોબાળોઃ સિંધુથી નીકળેલા ખેડૂતોએ રસ્તો બદલ્યો અને તે લાલ કિલ્લા તરફ આગળ વધ્યા. બપોરે લગભગ બે વાગ્યે હજારો ખેડૂત બળજબરી લાલ કિલ્લાની અંદર દાખલ થયા અને બહાર પોતાના ટ્રેક્ટર ઊભા કરી દીધા. અહીં પોલીસ સાથે ઝપાઝપી કરી, તોડફોડ કરી હતી તેમણે પહેલા પોલ પર ચઢીને ખાલસા પંથનો ધ્વજ લહેરાવ્યો, જ્યાં દર વર્ષે 15 ઓગસ્ટે વડાપ્રધાન તિરંગો લહેરાવે છે. લગભગ દોઢ કલાક સુધી ખેડૂત અહીંયા ઉપદ્રવ કરતા રહ્યાં. પોલીસે તેમને બહાર કાઢવા માટે લાઠીચાર્જ પણ કરવો પડ્યો.

20 મેટ્રો સ્ટેશન અને ઈન્ટરનેટ બંધઃમંગળવાર સવારે સાડા આઠથી સાંજે સાડા પાંચ વાગ્યા સુધી ખેડૂત જ્યાં જ્યાં પહોંચ્યા, ત્યાં હોબાળો કર્યો. ITO અને સેન્ટ્રલ દિલ્હીમાં ખેડૂતોના દાખલ થયા પછી તિલક બ્રિજ રેલવે સ્ટેશન પર પણ ટ્રેન લગભગ 2 કલાક સુધી અટકાવાઈ દેવાઈ. ત્યારપછી જામા મસ્જિદ, દિલશાદ ગાર્ડન, ઝિલમિલ, માનસરોવર પાર્ક મેટ્રો સ્ટેશન બંધ કરી દેવાયા. ગ્રે લાઈન પર પણ 4 મેટ્રો સ્ટેશન પર એન્ટ્રી અને એક્ઝિટ ગેટ બંધ કરી દેવાયા. આ ઉપરાંત ઈન્દ્રપ્રસ્થ, સમયપુર બાદલી, રોહિણી સેક્ટર18/19, હૈદરપુર બાદલી મોર, જહાંગીરપુરી, આદર્શનગર, આઝાદપુર, મોડલ ટાઉન, જીટીબી નગર, વિશ્વ વિદ્યાલય, વિધાનસભા અને સિવિલ લાઈન મેટ્રો સ્ટેશન લગભગ બે કલાક સુધી બંધ રહ્યાં.હિંસાને ધ્યાનમાં રાખતા ઈન્ટરનેટ સર્વિસ પણ થોડાક સમય માટે અટકાવી દેવાઈ.

ખેડૂત નેતાઓએ કહ્યું- કાયદો નથી તોડ્યોઃ ટ્રેક્ટર પરેડ દરમિયાન હિંસક ઘટનાઓ પર સંયુક્ત ખેડૂત મોરચાના નેતાઓએ કહ્યું કે, કાયદો અમારી તરફથી નથી તોડવામાં આવ્યો. ભારતીય ખેડૂત યૂનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈતે કહ્યું કે, ‘32 ખેડૂત સંગઠન ટ્રેક્ટર પરેડ માટે પોલીસ તરફથી નક્કી કરાયેલા રૂટ પર જ ચાલી રહ્યાં હતા. અમે જાણીએ છીએ કે કોણ અડચણ ઊભી કરવાના પ્રયાસ કરી રહ્યું છે. આ એ રાજકીય પક્ષોના લોકો છે, જે આંદોલનને બદનામ કરવા માંગે છે

દિલ્હી પોલીસે કહ્યું-રૂટથી બહાર ટ્રેક્ટર લઈ ગયાઃ પરેડ દરમિયાન હિંસા અંગે દિલ્હી પોલીસ કમિશનર એસએન શ્રીવાસ્વે કહ્યું કે, ટ્રેક્ટર રેલીનો સમય અને રૂટ ઘણી વખતની વાતચીત પછી નક્કી કરવામાં આવ્યું હતું. પણ ખેડૂતોએ સમયથી પહેલા જ રેલી શરૂ કરી દીધી અને નક્કી રૂટથી બહાર ટ્રેક્ટર લઈ ગયા. જેના કારણે હિંસા ફેલાઈ, જેમાં ઘણા પોલીસકર્મી ઘાયલ થઈ ગયા.

શાહે મીટિંગ બોલાવી, રિપોર્ટ મંગાવ્યોઃ દિલ્હીમાં બગડી રહેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે સાંજે 5 વાગ્યે ઈમર્જન્સી મીટિંગ બોલાવી. મીટિંગમાં દિલ્હી પોલીસ,ઈન્ટેલિજેન્સ અને ગૃહ મંત્રાલયના ઉચ્ચ અધિકારી હાજર હતા. ગૃહ મંત્રાલયના સચિવ અજય ભલ્લાએ શાહને દિલ્હીની સ્થિતિની માહિતી આપી. ભલ્લાએ તેમને જણાવ્યું કે, કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોની ટ્રેક્ટર રેલી ક્યારે અને કેવી રીતે હિંસક થઈ.

હિંસા પછી ખેડૂત નેતાઓએ પરેડ ખતમ કરવા માટે કહ્યું- દિવસભર ITO, પાંડવ નગર, નાંગલોઈ, મુબારકા ચોક, સંજય ગાંધી ટ્રાન્સપોર્ટ નગર સહિત ઘણા વિસ્તારમાં હિંસક ઘટના બની. આ દરમિયાન એક ખેડૂતનું પણ મોત થઈ ગયું. ગાડીઓમાં તોડફોડ અને ઝપાઝપી પછી ઘણા પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા તો ઘણી જગ્યાએ લાઠીચાર્જ કર્યો. લગભગ 11 કલાક સુધી હિંસા અને હોબાળા પછી સાંજે સાડા સાત વાગ્યે ખેડૂત સંગઠનોએ તાત્કાલિક પરેડ ખતમ કરવા અને દેખાવકારીઓને બોર્ડર પોઈન્ટ્સ પર પરત ફરવાની અપીલ કરી.

 

adv

Related News

post
post
post
post
post
post
post