• Home
  • News
  • કોરોના માટે RTPCR સિવાયના ટેસ્ટ સૂચવતાં ડોક્ટરો સામે પગલાં લેવાશે
post

કેટલાક ડોક્ટર સિટી સ્કેન સહિતના ટેસ્ટની ભલામણ કરે છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-13 11:47:57

કોરોનાના દર્દીને સ્ટાર્ન્ડર્ડ આરટીપીસીઆર ટેસ્ટને બદલે ખાનગી ડોક્ટરો સિટી સ્કેન સહિતના ટેસ્ટની ભલામણ કરતાં હોવાથી આવા ડોક્ટર સામે પગલાં લેવા મ્યુનિ.એ આહનાને રજૂઆત કરી છે અને ચેતવણી આપી છે કે, જો ખાનગી ડોક્ટર આ રીતે પકડાશે તો કડક પગલાં લેવામાં આવશે.

આઈસીએમઆરની ગાઈડલાઈન મુજબ કોરોના માટે એન્ટિજન અને આરટીપીસીઆર ટેસ્ટ સ્ટાર્ન્ડર્ડ છે પણ કેટલાક ખાનગી ડોક્ટર આ સિવાયના ટેસ્ટની ભલામણ કરે છે. આવા કિસ્સા ધ્યાને આવતાં મ્યુનિ.ના હેલ્થ વિભાગે એએમએને લેખિતમાં રજૂઆત કરી છે કે, આવી ભલામણ કરતાં ડોક્ટરો સામે પગલાં લેવાશે.

નવા 181 કેસ, વધુ ત્રણ દર્દીના મૃત્યુ શહેરમાં આજે નવા 181 જેટલા કોરોના પોઝીટીવ કેસ સામે આવ્યા છે. તે સાથે શહેરમાં કુલ કેસની સંખ્યા 42301 પર પહોંચી છે. જ્યારે આજે વધુ 3 દર્દીઓના મૃત્યુ થતાં શહેરમાં કુલ મૃત્યુઆંક પણ 1913 પર પહોંચ્યો છે. નોંધનીય છેકે, 147 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

ડોક્ટરો આ ટેસ્ટની ભલામણ કરે છે

·         ફેફસાંમાં સંક્રમણ છે કે નહીં તે જાણવા માટે સિટી સ્કેન કરાવવાનું કહે છે.

·         બોડીમાં પ્રોટીનની હાજરી છે કે નહીં તે જાણવા માટે બ્લડ ટેસ્ટની સલાહ આપવામાં આવે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post