• Home
  • News
  • 14 દિવસથી સતત ઘટી રહ્યાં છે કોરોનાના એક્ટિવ કેસ; નવા કેસની ગતિ પણ ઘટી, શું ભારતમાં મહામારી પીક પર પહોંચી છે?
post

6 સપ્ટેમ્બરે નવા કેસ 7 દિવસની સરેરાશ 93,119 હતી, જે 1 ઓક્ટોબરે ઘટીને 82,214 થઈ ગઈ છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-05 10:28:35

લગભગ બે સપ્તાહથી લગભગ રોજ કોરોના વાયરસના નવા કેસ સામે આવવાની સંખ્યા ઘટી રહી છે. જેનાથી વિશેષજ્ઞોમાં આ ચર્ચા શરૂ થઈ છે કે શું મહામારી પીક પર પહોંચી ગઈ છે? આંકડા ભલે જ એવા સંકેત આપતા હોય કે, વિશેષજ્ઞ કંઈ પણ કહેવા માટે તૈયાર નથી. તેઓ સતર્ક રહેવાનું આગ્રહ જરૂરથી રાખી રહ્યાં છે. ભારતમાં કોરોનાને કારણે મૃત્યુઆંક શુક્રવારે એક લાખને પાર પહોંચી ગયો છે. પરંતુ, રોજ સામે આવતા નવા કેસની સાત દિવસની સરેરાશ 16 સપ્ટેમ્બરે 93,119 હતી, જે 1 ઓક્ટોબરે ઘટીને 82,214 થઈ ગઈ છે. નવા કેસમાં આ પ્રકારનો ઘટાડો પહેલી વખત સામે આવ્યો છે. આ રીતે રિકવરી રેટ પણ વધીને 83.84%એ પહોંચ્યો છે. હાલના સમયમાં 54.28 લાખ લોકો કોરોનાથી ઠીક થઈ ગયા છે. તો, એક્ટિવ કેસની સંખ્યા પણ સપ્ટેમ્બરના 10 લાખથી વધુ કેસથી ઘટીને 9.45 લાખની આસપાસ પહોંચી ગઈ છે.

સૌથી પહેલાં, આ પીક શું હોય છે?

·         મહામારીના સમયમાં અધિકારી અને વૈજ્ઞાનિક વારંવાર પીકની વાત કરે છે. તેનો અર્થ એ છે કે નવા કેસમાં સ્થિરતા આવી છે અને ઘટાડો નોંધાય રહ્યો છે. ન્યૂયોર્ક ટાઈમ્સ મુજબ, જ્યારે કોઈ સંક્રમણ અનિયંત્રિત રીતે વધે છે તો દરરોજ પાછલા દિવસોથી વધુ કેસ આવે છે. મોતની સંખ્યા પણ વધતી જાય છે.

·         આ સ્થિતિ હંમેશા નથી રહેતી. ક્યાંયને ક્યાંક આ સિલસલો તૂટે જ છે. નવા કેસની સંખ્યા પાછલા દિવસની તુલના સરખી કે તેનાથી ઘટતી જાય છે. જેને મહામારી સાથે જોડાયેલાં શબ્દાવલીમાં પીક કહે છે, પરંતુ તે કાયમી હોવું જરૂરી છે. એવું નથી કે એકાદ દિવસ નવા મામલા ઓછા આવ્યા તો તેને પીક માનવામાં આવે.

ભારતમાં આ પીકને લઈને શું કહે છે એનાલિસ્ટ?

·         હાલ કોઈ દાવાની સાથે કંઈ જ નથી કહેતા. એસબીઆઈ રિસર્ચના રિપોર્ટે રિકવરી રેટને આધાર બનાવ્યો છે. અને કહ્યું કે, ભારતમાં રિકવરી રેટ 75%ને પાર કરેશે, ત્યારે આપણે લગભગ પીક તરફ આગળ વધતા નજરે પડીએ. જો કે આ દાવો ખોટો નીકળ્યો. રિકવરી રેટ 75% ક્રોસ કર્યો છતા સપ્ટેમ્બરમાં કેસમાં વધારો નોંધાયો હતો.

·         આ રીતે જ પ્રિટિવિટી અને ટાઈમ્સ નેટવર્કના અભ્યાસમાં પ્રતિશત બેસ્ડ મોડલ્સ, ટાઈમ સીરીઝ મોડલ્સ અને એસઇઆરઆર મોડલ્સને બેઝ બનાવવામાં આવ્યા. તેમના મતે જ્યારે એક્ટિવ કેસ ઓછામાં ઓછા 7.80 લાખ અને વધુમાં વધુ 9.38 લાખ થશે, ત્યારે ભારતમાં પીક આવશે. જો કે સપ્ટેમ્બરમાં એક્ટિવ કેસની સંખ્યા 10 લાખને પણ પાર કરી ગઈ છે.

·         વિશેષજ્ઞોના દાવા છે કે 16 સપ્ટેમબરનો પીક, રાષ્ટ્રીય સ્તરનો આંકડો હતો. જેનાથી તમને તે સમજવામાં મદદ નહીં મળે કે કયા રાજ્યમાં કે કયા વિસ્તારમાં આ સ્થિતિ જોવા મળી રહી છે. થોડીક બેદરકારી બીજા પીક તરફ લઈ જઈ શકે છે. દિલ્હી જેવા શહેરોમાં આવું જોવા મળ્યું પણ છે.

·         આઇસીએમઆરના કોવિડ-19 એક્સપર્ટ પેનલમાં સામેલ કોમ્યુનિટી મેડિસિન સ્પેશિયલ જયપ્રકાશ મુલીયિલે એક અખબારને જણાવ્યું કે, ઓલ ઈન્ડિયાન લેવલ પર પીકનો નંબર ગેરમાર્ગે દોરી શકે છે. એક હાથ ફ્રીઝમાં અને બીજો ઓવનમાં રાખીને ટેમ્પરેચરને બેલેન્સ ન કરી શકાય.

શું પીક માત્ર એક વખતમાં આવી જશે?

·         ના, તમામ એનાલિસ્ટના મતે સમગ્ર ભારતમાં પીક એક સાથે નહીં આવે. કેટલાંક રાજ્યોમાં આ પીક આવી ગયો છે અને કેટલાંક રાજ્યોમાં તેના માટે રાહ જોવી પડશે. મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક અને ઉત્તરપ્રદેશમાં હવે નવા કેસની સંખ્યામાં ઉત્તરોતર ઘટાડો નોંધાય રહ્યો છે. હાલ ઉપલબ્ધ આંકડાઓના આધાર પર એમ પણ કહેવામાં આવે છે કે આ રાજ્યોમાં પીક પસાર થઈ ગયું છે.

·         મોટા રાજ્યોમાં જેવા કે બિહારમાં ઓગસ્ટમાં જ નવા કેસ સામે આવવાની ગતિમાં ઘટાડો નોંધાયો હતો. સૌથી ખરાબ સ્થિતિવાળા 20 રાજ્યોમાંથી છ હજુ પણ પીકથી દૂર જોવા મળી રહ્યાં છે. કેરળ, પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા જેવા છ રાજ્યોમાં કોરોના પીક હજુ પણ નથી જોવા મળી રહ્યું. કેસ વધતા જ જોવા મળી રહ્યાં છે.

·         આવી જ રીતે આસામ, તેલંગાણા અને દિલ્હી જેવા રાજ્યોમાં ડેલી કોવિડ-19 કેસના મલ્ટીપલ પીક જોવા મળી રહ્યાં છે. તેનો અર્થ એ છે કે આ વાતને લઈને સંપૂર્ણ દાવાની સાથે એમ ન કહી શકાય કે એક અવધિ સુધી મામલામાં ઘટાડો આવ્યાં બાદ તેમાં ફરી વધારો ન થઈ શકે.

શું સેમ્પલ ઓછા થવાથી કેસ ઘટી રહ્યાં છે?

·         આ સાચું નથી. નવા ઈન્ફેક્શનની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે, જ્યારે કે તપાસના સેમ્પલ વધ્યાં છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, સપ્ટેમ્બરના છેલ્લાં ત્રણ સપ્તાહમાં 10.60 લાખ ટેસ્ટ રોજ થયા. તો, ઓગસ્ટના છેલ્લાં ત્રણ અઠવાડિયામાં ટેસ્ટ માટે માત્ર 8.6 લાખ સેમ્પલ રોજ લેવામાં આવ્યા.

·         તે વાત પર પણ ધ્યાન આપવું જોઈએ કે 17 સપ્ટેમ્બરે સાત દિવસના ટેસ્ટની ડેઈલ એવરેજ 10.7 લાખ હતી, જે 25 સપ્ટેમ્બરે વધીને 11.2 લાખ થઈ ગઈ હતી. 25 સપ્ટેમ્બર સુધી આંતરરાષ્ટ્રીય સ્તરે તુલના કરવા યોગ્ય ડેટા છે. ટેસ્ટ પોઝિટિવિટી રેટ પણ 8.7%થી ઘટીને 7.7% રહી ગઈ છે.

શું એન્ટિજન ટેસ્ટના કારણે કેસ ઘટ્યા છે?

·         કોરોનાવાયરસની પુષ્ટિ માટે પીસીઆર (જેનેટિક ટેસ્ટ) ગોલ્ડ સ્ટાન્ડર્ડ છે. વિશ્વાસપત્ર પણ. પીસીઆરના વિકલ્પ તરીકે અનેક રાજ્યોમાં એન્ટિજન ટેસ્ટ (રેપિડ પ્રોટીન ટેસ્ટ) તેજીથી વધી રહ્યાં છે. જેના પર અમદાવાદમાં ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થના ડાયરેક્ટર દિલીપ માવલંકરે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, એન્ટીજન ટેસ્ટથી ફોલ્સ નેગેટિવ આવી શકે છે. ઘટાડાનું આ કારણ હોય શકે છે.

·         જો કે, ધ્યાન આપવાની વાત એ છે કે કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને કહ્યું છે કે સિમ્પ્ટોમેટિક દર્દી જો એન્ટિજન ટેસ્ટમાં નેગેટિવ આવે છે તો તેનું પીસીઆર ટેસ્ટ જરૂરથી કરવામાં આવે. પરંતુ, અનેક રાજ્યોમાં દરેક દર્દીની સાથે આ નિયમનું પાલન નથી થતું.

શું કહે છે સીરો સર્વેના પરિણામ?

·         એક્સપર્ટ કહે છે કે ટેસ્ટિંગ સ્ટ્રેટેજીમાં ફેરફારથી વધુ અસર નહીં પડે. દેશમાં 80 ટકા ઈન્ફેક્ટેડ લોકો અસિમ્પ્ટોમેટિક છે કે ઘણાં જ સામાન્ય લક્ષણો દેખાય છે. આઇસીએમઆરના સર્વેથી ખ્યાલ આવ્યો કે ઓગસ્ટમાં દરેક રિપોર્ટેડ કેસની પાછળ 32 ઈન્ફેક્શન હતા, પરંતુ તેની જાણ જ ન થઈ.

·         સીરો ટેસ્ટના પરિણામથી આશા કરી શકીએ છીએ કે ઓગસ્ટમાં ઈન્ફેક્શન 9.2 કરોડથી વધુ રહ્યાં હશે. શહેરી વિસ્તારોમાં 15%, અન્ય શહેરી વિસ્તારોમાં 8% અને ગ્રામીણ વિસ્તારોમાં 4.4% વસ્તી ઈન્ફેક્ટેડ છે એટલે કે દેશની મોટા ભાગની વસ્તી મહામારીનો શિકાર બની ચુકી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post