• Home
  • News
  • પ્રવાસી મજુરો માટે એફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગથી ગુજરાતમાં રિયલ એસ્ટેટને પ્રોત્સાહન મળશે
post

CLSS યોજનાને લંબાવવાથી હાઉસિંગ સેક્ટર સાથે જોડાયેલા તમામ ઉદ્યોગોને ફાયદો થશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-15 09:32:51

અમદાવાદ: ગુજરાત જેવા ઔદ્યોગિક રાજ્યમાં પ્રવાસી મજૂરોની સંખ્યા મોટી છે અને આવા કારીગરોને રહેવાની પુરતી સુવિધા પણ ઉપલબ્ધ નથી. આજે નાણામંત્રી નિર્મલા સીતારામને આર્થિક પેકેજની જાહેરાત કરી છે તેમાં એક જાહેરાત એવી પણ છે કે સરકાર હવે આવા પ્રવાસી મજુરો અને શહેરી ગરીબો માટે સસ્તા દરના ભાડાના મકાન ઉપલબ્ધ કરાવશે. આ અંગે રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા લોકો માને છે કે આનાથી ગુજરાતના રિયલ એસ્ટેટને ફાયદો થશે. આમ પણ આના માટે લાંબા સમયથી માગ થઇ રહી હતી. આનાથી રાજ્યમાં આવતા સમયમાં પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ હેઠળ એફોર્ડેબલ હાઉસિંગના નવા પ્રોજેક્ટ્સ આવી શકે છે.

બાંધકામ ક્ષેત્રને લગતા ઉદ્યોગોને ફાયદો થશે
ક્રેડાઇના નેશનલ પ્રેસીડેન્ટ જક્ષય શાહે જણાવ્યું કે, એફોર્ડેબલ હાઉસિંગ સેગમેન્ટના પુનરુત્થાન માટે ક્રિયાલક્ષી સુધારણા છે. બાંધકામ ક્ષેત્રને લગતા ઉદ્યોગોને આનો ફાયદો થશે કારણ કે તે સપ્લાય ચેઇનને વેગ આપશે. આ સિવાય પ્રવાસી મજુરો માટે સસ્તા દરે ભાડાના મકાનો ઉપલબ્ધ કરાવવાની જે જાહેરાત થઇ છે તે ગુજરાત માટે લાભકારી છે. ગુજરાત એક ઔદ્યોગિક રાજ્ય છે અને અહી પ્રવાસી માંજુરોની સંખ્યા પણ મોટી છે. તે હિસાબે અહી પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપમાં નવા પ્રોજેક્ટ્સ આવશે અને તેનાથી સમગ્ર ઉદ્યોગને ફાયદો થશે. 

CLSS લંબાવવાથી હાઉસિંગમાં ડીમાંડ ટકી રહેશે
સરકારે ક્રેડીટ લિન્ક્ડ સબસિડી સ્કિમ (CLSS)ને એક વર્ષ માટે લંબાવી છે. આનાથી ઘર ખરીદનારાઓને ખરીદી માટે પ્રોત્સાહન મળશે. આ યોજના હેઠળ હોમ બાયરને રૂ. 2.5 લાખ સુધીનો ફાયદો થાય છે. જો આ લાભ મળતો બંધ થઇ ગયો હોત તો સંભવતઃ ખરીદનાર વર્ગ પોતાનો વિચાર સાવ માંડી વાળે અથવા તો તેને પોસ્ટપોન્ડ કરે તેવું બને. જોકે હવે આ યોજના લંબાઈ છે તેનાથી ખાસ કરીને એફોર્ડેબલ હાઉસિંગ સેગ્મેન્ટમાં માગ તાકી રહે તેવું બને. 

ગુજરાતમાં 2019-20માં રૂ. 44,671 કરોડના પ્રોજેક્ટ્સ નોંધાયા
રેરા ગુજરાતની વેબસાઈટમાં દર્શાવેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં 2019-20માં કુલ 1753 પ્રોજેક્ટ્સ નોંધાયા છે જેમાં કુલ રૂ. 44,671 કરોડનું રોકાણ આવ્યું છે. આમાં અમદાવાદમાં 500 પ્રોજેક્ટ્સની નોંધણી સાથે રૂ. 17,363 કરોડનું રોકાણ આવ્યું છે.